વાલિયામાં પડકારરૂપ ‘બ્લાઈન્ડ કેસ’ ઉકેલાયો : રમતિયાળ બાળકીને લોહીલુહાણ કરનાર હેવાનને પોલીસે દબોચી લીધો

ભરૂચ: ટ્રાયબલ બેલ્ટ પર માસુમ બાળકી પર પિશાચી બળાત્કારની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે . માનવતાને શર્મસાર કરતી એક અત્યંત કરુણ ઘટનામાં ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના એક ગામમાં સામે આવી છે.

વાલિયામાં પડકારરૂપ બ્લાઈન્ડ કેસ ઉકેલાયો : રમતિયાળ બાળકીને લોહીલુહાણ કરનાર હેવાનને પોલીસે દબોચી લીધો
| Updated on: Apr 17, 2026 | 12:18 PM

ભરૂચ: ટ્રાયબલ બેલ્ટ પર માસુમ બાળકી પર પિશાચી બળાત્કારની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે . માનવતાને શર્મસાર કરતી એક અત્યંત કરુણ ઘટનામાં ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના એક ગામમાં સામે આવી છે.

ગામમાં લગ્ન પ્રસંગમાં આવેલા એક 51 વર્ષીય આધેડ જાનૈયાએ 5 વર્ષની માસુમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી લોહીલુહાણ કરી નાખતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશનું ધ્યાન ખેંચનાર 16 ડિસેમ્બર 2024ના રોજની આદિવાસી પટ્ટીના ઝઘડિયામાં પણ 9 વર્ષની બાળકી પર બળાત્કાર બાદ ગુપ્તાંગમાં ગંભીર ઈજાઓ કરવાની ઘટના આ બનાવે યાદ કરાવી છે.

ચોકલેટની લાલચ આપી આચર્યું દુષ્કર્મ

મળતી માહિતી મુજબ ભોગ બનનાર બાળકી પોતાના ફળિયામાં રમી રહી હતી ત્યારે લગ્ન પ્રસંગમાં આવેલા નરાધમે તેને ચોકલેટ ખાવાની લાલચ આપી હતી. માસુમ બાળકી તેની જાળમાં ફસાઈ ગઈ અને આરોપી તેને ગામની સીમમાં લઈ ગયો હતો, જ્યાં તેની સાથે રાક્ષસી કૃત્ય આચર્યું હતું. બાળકી લોહીલુહાણ હાલતમાં ઘરે પહોંચી ત્યારે પરિવારે માન્યું કે રમતા-રમતા તેને કંઈક વાગ્યું હશે. જોકે, દવાખાને લઈ જતા તબીબે જ્યારે બળાત્કારની પુષ્ટિ કરી ત્યારે પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

પોલીસ માટે પડકારજનક તપાસ

વાલિયા પોલીસ મથકે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાતા જ પોલીસ ઇન્સ્પેકટર આર.ડી. ચૌધરીની આગેવાનીમાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. આ એક ‘બ્લાઇન્ડ કેસ’ હતો કારણ કે:

  • બાળકી નાની હોવાથી આરોપીનું વર્ણન આપી શકી નહોતી.
  • ગ્રામ્ય વિસ્તાર હોવાથી સીસીટીવી ફૂટેજ જેવી કોઈ તકનીકી સુવિધા ઉપલબ્ધ નહોતી.
  • પોલીસે 7 અલગ-અલગ ટીમો બનાવી 3 ગામોમાં 500 થી વધુ શકમંદોની પૂછપરછ કરી હતી.
  • પોલીસે બાતમી આપનાર માટે 10 હજારનું ઇનામ પણ જાહેર કર્યું હતું.

પોલીસની પ્રસંસનીય કામગીરી

પોલીસ ઇન્સ્પેકટર આર.ડી. ચૌધરીની ટીમે બાળકીને ન્યાય અપાવવા ત્રણ દિવસ આકાશ-પાતાળ એક કરી નાખ્યા હતા. તપાસ દરમિયાન એક ગ્રામીણે બાળકીને એક જાનૈયા સાથે જોઈ હોવાનો દાવો કર્યો હતો. પોલીસે તમામ જાનૈયાઓની તપાસ, શારીરિક ઈજાઓ અને ઉલટતપાસ શરૂ કરતા 51 વર્ષીય રાજુ શાંતિલાલ ગામીત શંકાના દાયરામાં આવ્યો હતો. પોલીસે નરાધમ રાજુને સુરતના માંડવી તાલુકાના વાગનેરા ગામથી ઝડપી પાડ્યો હતો. આ શખ્શે પોલીસ સમજશ ગુનાની કબૂલાત પણ કરી લીધી હતી

ન્યાયની માંગ

ઉલ્લેખનીય છે કે, ગત 16 ડિસેમ્બર 2024ના રોજ ઝઘડિયામાં પણ 9 વર્ષની બાળકી સાથે આવી જ ઘટના બની હતી જેમાં બાળકીનું મોત નીપજ્યું હતું. હાલમાં વાલિયાની આ માસુમ બાળકી સારવાર હેઠળ છે. સ્થાનિકોની માંગ છે કે આ નરાધમ સામે દાખલારૂપ કડક કાર્યવાહી કરવામાં આવે.

Published On - 12:17 pm, Fri, 17 April 26

Follow Us