રાતોરાત “કરોડપતિ” બનાવાના સપનાં બતાવી આ ગેંગે 96 લોકોને “રોડપતિ” બનાવ્યા, 100 કરોડનું ફુલેકુ ફેરવનાર ટોળકીના 6 સાગરીત ઝડપાયા, વાંચો True Story

|

Mar 29, 2023 | 7:57 AM

ભરૂચ સાઇબર ક્રાઇમ(Cyber Crime)ને આવા 27 ખાતા મળી આવ્યા જેમાં લાખો રૂપિયાની એન્ટ્રીઓ હતી જે દુબઈથી આવી હતી. આ ખાતાંઓનો સરવાળો કરતા કુલ 31 કરોડ રૂપિયાના વ્યવહાર મળી આવ્યા હતા. પોલીસે આ ખાતેદારોને શોધવાનું શરૂ કર્યું તો ચોંકાવનારી હકીકત સામે આવી હતી.

રાતોરાત કરોડપતિ બનાવાના સપનાં બતાવી આ ગેંગે 96 લોકોને રોડપતિ બનાવ્યા, 100 કરોડનું ફુલેકુ ફેરવનાર ટોળકીના 6 સાગરીત ઝડપાયા, વાંચો True Story

Follow us on

સોનામાં રોકાણ દ્વારા રાતોરાત કરોડપતિ બનાવવાની લાલચ આપી કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવી નાખનાર આંતરરાષ્ટ્રીય ચીટર ગેંગને 6 સાગરીતોને ભરૂચ પોલીસની સાઇબર ક્રાઇમની ટીમે ઝડપી પાડવામાં સફળતા હાંસલ કરી છે. દુબઈ કનેક્શન ધરાવતી ટોળકી દેશના 16 રાજ્યમાં સેંકડો હાઈપ્રોફાઈલ લોકો પાસેથી 100 કરોડ કરતા વધુ રૂપિયા પડાવી લીધા હોવાનો અંદાજ છે. આ મામલે ભરૂચ પોલીસે ગેંગનો પર્દાફાશ કર્યા બાદ 96 લોકોએ પોલીસનો સંપર્ક કર્યો છે. ભરૂચ એસપી ડો. લીના પાટીલે જણાવ્યું હતું કે તેમની ટીમને 27 બેંક એકાઉન્ટ મળી આવ્યા છે જેમાં 31 કરોડ રૂપિયાના વ્યવહાર થયા છે. આ ખાતા સામાન્ય શ્રમજીવી અથવા માંડ  મહિને 5 થી 7 હજાર કમાતા ગરીબ લોકોના નામે ખુલ્યા હતા.

 

હાઈ પ્રોફાઈલ લોકોને શિકાર બનાવાયા

હાઈ પ્રોફાઈલ લોકોને શોધી તેમના મોબાઈલ ઉપર કોલ કરી આગવી છટામાં લલચાવી મહિલાઓ દુબઈની સ્કીમમાં સોનામાં રોકાણ કરવા સમજાવે છે. કોલ આ મહિલાઓની વાત કરવાની છટા ઘણા પુરુષોને લલચાવી દેતી હતી. મહિલાઓમાં રસ લેનાર વ્યક્તિને સમજાવવામાં આવતું કે તેની સાથે વધુ સમય વાત કરવી હોય તો 5-10 હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે. એક હાઈ પ્રોફાઈલ વ્યક્તિ માટે આ રકમ સામાન્ય હોય છે જે લલચાઈને રોકાણ કરે છે. માત્ર એકથી દોઢ કલાકમાં આ રકમ દોઢથી બે ગણી વધુ રિટર્ન સાથે રોકાણકારના ખાતામાં પરત કરવામાં આવે છે. રોકાણકાર બેવડા લાભથી લચાઇ જાય છે અને અહીંથી ટોળકીનો અસલ ખેલ પણ શરૂ થઇ જાય છે.

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

વેબસાઈટ ઉપર દુબઈની વિગતોથી વિશ્વાસ અપાવ્યો

રોકાણ માટે એક વેબસાઈટ આપવામાં આવે છે. જેમાં દુબઇના નંબર હોય છે. રકમ વેબસાઈટ મારફતે દુબઈ પહોંચે છે. દુબઈમાં સોનુ સસ્તું હોવાનું બધા જાણે છે માટે દુબઈની વિગતો હોવાથી રોકાણકારને વિશ્વાસ પડે છે. હવે સારા રિટર્નના અકળ બતાવી 50 હજારથી 1 લાખ સુધી રોકાણ કરાવાય છે. આ રિટર્ન પણ ગણતરીના સમયમાં બમણું આપી દેવાય છે. ઝડપી અને સારા રિટર્નના કારણે રોકાણકારને રસ પડે છે. હવે કોલર મહિલાઓ મોટી સ્કીમ બતાવે છે. 50 લાખ રૂપિયાથી 1 કરોડના રોકાણ માટે રોકાણકારને મનાવાય છે. આ રોકાણ બાદ દુબઈના નંબર , વેબસાઈટ અને મહિલાઓના સંપર્ક બંધ થઈ જાય છે. આખરે રોકાણકારને અંદાજ આવે છે તેને રાત પાણીએ નવડાવી દેવાયો છે. આવા એક – બે નહીં પણ દેશના 16 રાજ્યના 96 લોકો પોલીસ પાસે પહોંચ્યા છે જેઓ પૈકી કેટલાક લાખો તો કેટલાક કરોડોમાં ન્હાયા છે.

પૈસા વાયા દુબઈ ભારતમાં પરત આવે છે

ભરૂચ પોલીસને ફરિયાદ મળતા સાઇબર ક્રાઇમે તપાસ શરૂ કરી હતી. વેબસાઈટના IP એડ્રેસ તપાસવામાં આવતા તે દુબઈના મળી આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય મામલો હોવાથી સ્થાનિક પોલીસે તપાસ વળી કચેરીઓ તરફ મોકલવા વિચારણા શરૂ કરી હતી. આ દરમ્યાન ટ્રાન્સફર થયેલા નાણાં પરત ભારતમાં સુરત અને ભરૂચના બેંકના ખાતાઓમાં આવ્યા હોવાની માહિતી મળતા આ તરફ તપાસ શરૂ કરાઈ હતી.

આ પણ વાંચો : LPG GAS Cylinder વધુ વપરાશના કારણે નહીં પણ આ કરામતના કારણે વહેલો પૂરો થઈ જાય છે!!! વાંચો Bharuch Police એ પર્દાફાશ કરેલા કૌભાંડની ચોંકાવનારી હકીકત

શ્રમજીવીઓના બેંકના ખાતાઓમાંથી 31 કરોડની એન્ટ્રી મળી આવી

ભરૂચ સાઇબર ક્રાઇમને આવા 27 ખાતા મળી આવ્યા જેમાં લાખો રૂપિયાની એન્ટ્રીઓ હતી જે દુબઈથી આવી હતી. આ ખાતાંઓનો સરવાળો કરતા કુલ 31 કરોડ રૂપિયાના વ્યવહાર મળી આવ્યા હતા. પોલીસે આ ખાતેદારોને શોધવાનું શરૂ કર્યું તો ચોંકાવનારી હકીકત સામે આવી હતી. આ ખાતેદારો પૈકી કોઈ રોજમદાર શ્રમજીવી તો કોઈ 5-7 હજાર રૂપિયાની સામાન્ય નોકરી કરતો વ્યક્તિ હતો. ખાતેદારનો સંપર્ક કરતા તે પણ ચોકી ઉઠ્યાં હતા કારણકે તેમણે કોઈ ખાતા ખોલાવ્યા જ ન હતા.

બેંક મેનેજર ઝડપાતા અન્ય કડીઓ સુધી પોલીસ પહોંચી : ડો. લીના પાટીલ , એસપી ભરૂચ

એક ડગલું આગળ વધતા હવે ખાતું ખોલનાર બેંકના કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવતા મોટી ભાંડો ફૂટ્યો હતો અને કૌભાંડમાં ખાનગી બેંકના આસિસ્ટન્ટ મેનેજરની સંડોવણી બહાર આવી હતી. કૃષ્ણકુમાર ઉર્ફે બિંદુ કમલેશ કુમાર તિવારી નામના કોટક મહિન્દ્રા બેંકનાં અધિકારીની ધરપકડ કરવામાં આવતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી. ટોળકીએ લોન અને સહાય મેળાનું  આયોજન કર્યું હતું. અહીં સોહેલ મેહમુદ મલેક નામના વ્યક્તિએ ગરીબોને 5 હજારની સહાયની પ્રુફ તરીકે ફિંગર પ્રિન્ટ ,ફોટા ,  આધારકાર્ડ અને પાનકાર્ડની કોપી લીધી હતી. આ દસ્તાવેજોના આધારે  કૃષ્ણકુમાર ઉર્ફે બિંદુ કમલેશ કુમાર તિવારી ખાનગી બેંકોમાં ખાતા ખોલાવી નાખતો હતો જેમાં પૈસા ટ્રાન્સફર થતા હતા.

પોલીસને આ કૌભાંડ 100 કરોડ રૂપિયા કરતા વધુનું હોવાનો અંદાજ છે. અત્યારસુધીની તપાસમાં આ 6 આરોપીઓની ધરપકડ કરાઈ છે.

  1.  અબ્દુલ રહેમાન ઉર્ફે બાપુ શબ્બીર હુશેન સૈયદ ઉં.વ. ૩૪ ,રહેવાસી  કાંસકીવાડ પીરછડી રોડ સુરત
  2. સકલન સરફુદીન શેખ ઉ.વ. – ૨૫, રહેવાસી  ૨૦૧, કોહીનુર એપાર્ટમેન્ટ, નાનપુરા, સુરત
  3.  સદામ મહેમુદ શેખ ઉ.વ. ૨૭ , રહેવાસી  બી-૩૬ રૂમ નં-૩ EWS આવાસ, ભેસ્તાન- ડીંડોલી, સુરત
  4. કૃષ્ણકુમાર ઉર્ફે બિંદુ કમલેશ કુમાર તિવારી ઉ.વ. ૪ ઘોડ-દોડ રોડ, સુરત
  5. યાસીન ઇકબાલ સત્તાર વ્હોરા, ઉં.વ. ૨૬ રહેવાસી  ૩૦૧ આકીબ એજાજ એપાર્ટમેન્ટ ફુલવાડી ભરીમાતારોડ નજીક સુરત
  6. સોહેલ મેહમુદ મલેક ઉ.વ. ૩૭ રહેવાસી દાદાભાઇ નગર, ગામ – કઠોર, તા. કામરેજ,જી.સુરત

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 6:20 am, Wed, 29 March 23

Next Article