Raksha Bandhan 2022 : ભરૂચમાં રક્ષાબંધને બહેનોને સિટી બસમાં મફત મુસાફરીની ભેટ, સતત બીજા વર્ષે નગર પાલિકાએ લાભ આપ્યો

|

Aug 10, 2022 | 1:08 PM

ભરૂચ સિટી બસ સેવા દ્વારા શહેરીજનો માટે સસ્તી અને સુવિધાજનક સફર આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રક્ષાબંધન પર્વે ભરૂચ સિટી બસ સેવા બહેનો માટે મફત મુસાફરીની ભેટ લઈને આવતા મહિલાઓમાં આનંદની લહેર જણાઈ રહી છે.

Raksha Bandhan 2022 : ભરૂચમાં રક્ષાબંધને બહેનોને સિટી બસમાં મફત મુસાફરીની ભેટ, સતત બીજા વર્ષે નગર પાલિકાએ લાભ આપ્યો
City Bus Bharuch

Follow us on

Raksha Bandhan 2022 : રક્ષાબંધનના શુભ અવસર પર બહેનોને ભરૂચ(Bharuch) નગર પાલિકા સંચાલિત સીટી બસોમાં મફત મુસાફરીની ભેટ આપવામાં આવી છે. રક્ષાબંધનના પર્વે સિટી બસોમાં મહિલાઓ માટે મફત મુસાફરીની પાલિકા પ્રમુખ અમિત ચાવડા દ્વારા જાહેરાત કરવામાં આવી છે. મહિલાઓ 10 ઓગસ્ટની રાત્રે 12 વાગ્યાથી 11 ઓગસ્ટની રાત્રે 12 વાગ્યા સુધી નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. સતત બીજા વર્ષે રક્ષાબંધન તહેવારે ભરૂચ સિટી બસ સુવિધા દ્વારા બહેનોને એક દિવસ મફત મુસાફરીની ભેટ આપવામાં આવી છે.ગત વર્ષે તહેવાર દરમ્યાન મફત મુસાફરીની સફરનો ખુબ મોટી સંખ્યામાં બહેનોએ લાભ લીધો હોવાનો પાલિકા પ્રમુખે દાવો કર્યો હતો.

ભરૂચ સિટી બસ સેવા દ્વારા શહેરીજનો માટે સસ્તી અને સુવિધાજનક સફર આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રક્ષાબંધન પર્વે ભરૂચ સિટી બસ સેવા બહેનો માટે મફત મુસાફરીની ભેટ લઈને આવતા મહિલાઓમાં આનંદની લહેર જણાઈ રહી છે.

તહેવાર દરમ્યાન મોટી સંખ્યામાં બહેનો ભાઈને રાખડી બાંધવા ભાઈના ઘરે જાય છે . આ બહેનોનો ભાઈના ઘર સુધીનો મુસાફરી ખર્ચ બચાવવા પાલિકાએ બહેનોને શહેરના તમામ રુટ ઉપર મહિલાઓ માટે મફત મુસાફરીની ઘોષણા કરી છે. ભરૂચ પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે તેમનો પ્રયાસ ભરૂચવાસીઓની સુવિધામાં વધારો કરવાનો છે. મહિલાઓને પાલિકા તરફથી મફત મુસાફરીની આપેલી ભેટને મોટી સંખ્યામાં સ્વીકારવા અપીલ કરી હતી.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

રક્ષાબંધને  બહેન અચૂક ભાઈના  ઘરે  જાય છે

ભાઈ-બહેનનો સંબંધ વિશ્વના સૌથી સુંદર સંબંધોમાંનો એક છે. આમાં ઝઘડા અને ઝઘડાની સાથે એકબીજા માટે નિઃસ્વાર્થ પ્રેમ છે. ભાઈ-બહેન એકબીજાના પ્રથમ અને સૌથી નજીકના મિત્રો છે. આ પ્રેમાળ સંબંધને વધુ ખાસ બનાવવા માટે દર વર્ષે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. રક્ષાબંધનના અવસર પર બહેન તેના ભાઈને રાખડી બાંધવા અચૂક તેના ઘરે જાય છે.

બજારમાં લાખ્ખો રૂપિયાની રાખડી પણ વેચાય છે

હિંદુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે બહેન પોતાના ભાઇના કાંડે રાખડી બાંધી તેની સર્વ પ્રકારની રક્ષા ઇચ્છે છે. ભાઈ બહેનનો આ તહેવાર સુરક્ષાનું વચન લઈને આવે છે એક તરફ જ્યાં બહેન તેના ભાઈને પ્રેમ અને વિશ્વાસથી રાખડી બાંધે છે ત્યાં ભાઈ પોતાની પૂરી જિંદગી બેનની રક્ષા કરવાનું વચન આપે છે. રક્ષાબંધન નજીક આવતાની સાથે જ દુકાનો સૂતરના દોરાઓથી માંડીને સોના, ચાંદી, પ્લેટિનમથી અને ડાયમંડ જડેલી રાખડીઓ નજરે પડે છે.

Published On - 1:08 pm, Wed, 10 August 22

Next Article