BHARUCH : MLA છોટુ વસાવાએ CMને લખ્યો પત્ર, જંગલની જમીન પર શક્તિશાળી લોકો દ્વારા અતિક્રમણનો આક્ષેપ કર્યો

|

Sep 06, 2021 | 3:12 PM

તેમણે લખ્યું કે જો આ આવા અતિક્રમણો અટકે નહિ આવનારી પેઢી અને હાલની પેઢી જંગલના વૃક્ષોમાંથી મળતા ઓક્સીજન વહાર તડપી તડપીને મોતના મુખમાં ધકેલાઈ જશે.

BHARUCH : ભરૂચ જિલ્લાના ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ મુખ્યપ્રધાન રૂપાણીને પત્ર લખ્યો છે.
છોટુ વસાવાએ મુખ્યપ્રધાન રૂપાણીને લખેલા પત્રમાં આક્ષેપો કાર્ય છે કે જંગલની જમીન પર શક્તિશાળી લોકો દ્વારા અતિક્રમણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ તેમણે જંગલની જમીનની માપણી કરી તાત્કાલિક પગલા ભરવાની માંગ કરી છે.

મુખ્યપ્રધાન રૂપાણીને લખેલા પત્રમાં ધારાસભ્ય છોટુ વસાવાએ લખ્યું છે કે ગુજરાતની જંગલની જમીનો પર કેટલાક માથાભારે, સાંઠગાંઠવાળા શક્તિશાળી, ખાણ ઉદ્યોગ (કવોરી ઉદ્યોગ)ના માલિકો, ઉદ્યોગપતિઓ, રિસોર્ટના માલિકો દ્વારા ગેરકાયદેસર રીતે જંગલના વૃક્ષોનું છેદન કરીકવોરી, રિસોર્ટ, ખેતર અને વિલા જંગલની જમીનો પર બનાવેલ છે, અને જંગલના કાયદાઓનું સરેઆમ ઉલ્લંઘન કર્યું છે.

આગળ તેમણે લખ્યું છે કે માઈનીંગની આવી પ્રક્રિયાથી પ્રકૃતિ, પર્યાવરણ,વન્ય પ્રાણીઓ , પક્ષીઓ, જળ, જમીન, જંગલ, પ્રાકૃતિક નિવાસમાં વસતા આદિવાસીઓને ભયંકર નુકસાન થઇ રહેલ છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવાએ બહાર પડેલા આંકડાઓ મૂજબ આ માહિતી છે.

તેમણે લખ્યું કે જો આ આવા અતિક્રમણો અટકે નહિ આવનારી પેઢી અને હાલની પેઢી જંગલના વૃક્ષોમાંથી મળતા ઓક્સીજન વહાર તડપી તડપીને મોતના મુખમાં ધકેલાઈ જશે. તેમણે લખ્યું કે વર્ષોથી ગુજરાત રેંજના જંગલની માપણી થઇ નથી તો આની તાત્કાલિક માપણી કરાવી આવા અનધિકૃત લોકોને દુર કરી જંગલ બચાવી પર્યાવરણ બચાવવું જોઈએ.

આ પણ વાંચો : Khetibank Elelection : 70 વર્ષ જૂની ખેતીબેંક પર ભાજપનો કબજો, જાણો કોણ બન્યું ચેરમેન અને વાઈસ ચેરમેન

Next Video