Drug Destruction : નશાથી આઝાદી અપાવવાના મૂળ મંત્ર હેઠળ ઝડપાયેલા વિવિધ ડ્રગ્સનો નાશ કરાયો, જાણો 14 કિલો હેરોઈન અને 15 લાખ નશીલી દવાઓ અંક્લેશ્વરમાં જ શા માટે નાશ કરવા લવાયુ

|

Jun 09, 2022 | 11:09 AM

નાણા મંત્રાલય દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, કુલ 42054.104 કિલોગ્રામ વિવિધ માદક પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં 17,108,45 ટેબ્લેટ, કફ સિરપની 72757 બોટલો અને ઈન્જેક્શનની 16,336 શીશીઓનો સમાવેશ થાય છે.

Drug Destruction : નશાથી આઝાદી અપાવવાના મૂળ મંત્ર હેઠળ ઝડપાયેલા વિવિધ ડ્રગ્સનો નાશ કરાયો, જાણો 14 કિલો હેરોઈન અને 15 લાખ નશીલી દવાઓ અંક્લેશ્વરમાં જ શા માટે નાશ કરવા લવાયુ
Drug Destruction

Follow us on

હાલમાં ચાલી રહેલી આઝાદી કા અમૃત મહોત્સવ(Azadi Ka Amrut Mahotsav)ની ઉજવણીના ભાગરૂપે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) દ્વારા 8 જૂનના રોજ ‘ડ્રગ ડિસ્ટ્રક્શન ડે’ (Drug Destruction Day 2022)નું આયોજન કરવામાં આવ્યું હતું. દેશમાં 14 અલગ-અલગ સ્થળે આશરે 42,000 કિલોગ્રામ માદક દ્રવ્યોનો નાશ કરવામાં આવ્યો હતો. ગુજરાત કસ્ટમ્સ દ્વારા અંકલેશ્વર (Ankleshwar) ઔદ્યોગિક વસાહત સ્થિત ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ ડિસ્પોઝલ સાઈટ ખાતે 14 કિલો હેરોઇન અને 15 લાખથી વધુ નશાકારક દવાઓના જથ્થનો નિકાલ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર સ્થિત દેશના સૌથી મોટા ઈન્સીનરેટર (Incinerator)માં આ નશીલા પદાર્થનો નાશ કરાયો હતો.

અંકલેશ્વર ખાતે methaquolone -103 કિલોગ્રામ , mephedrone -1.959 કિલોગ્રામ અને 8.2 લીટર , tramadol hydrochloride tablet – 1520220 નંગ અને heroin -14.809 કિલોગ્રામ મળી આ નશીલા પદાર્થોના મોટા જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ નશીલા પદાર્થોના જથ્થાને માત્ર નાશની કામગીરી સાથે જોડાયેલા અને  કસ્ટમ્સના અધિકારીઓની હાજરીમાં Destruction કરવામાં આવ્યું હતું.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

ડ્રગ ડિસ્ટ્રક્શન ડેની ઉજવણીના ભાગરૂપે નશાકારક પદાર્થોના નાશની પ્રક્રિયા અમદાવાદ ઝોન, બેંગલુરુ ઝોન, દિલ્હી ઝોન, ગુવાહાટી ઝોન, હૈદરાબાદ ઝોન, કોલકાતા ઝોન, મુંબઈ III ઝોન, પટના ઝોન, પુણે ઝોન, અને ત્રિચી ઝોન જેવા સ્થળોએ કરવામાં આવી હતી. ગુવાહાટી, લખનૌ, મુંબઈ, મુંદ્રા/કંડલા, અંકલેશ્વર, પટના અને સિલીગુડી સહિત અનેક સ્થળોને ઇવેન્ટ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા  અધિકારીઓને ડ્રગ જાગૃતિ અને માદક દ્રવ્યોના ઉપયોગને રોકવા માટે જરૂરી પગલાં અંગે સંબોધન કરવામાં આવ્યું  હતું.

 

 

નાણા મંત્રાલય દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, કુલ 42054.104 કિલોગ્રામ વિવિધ માદક પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં 17,108,45 ટેબ્લેટ, કફ સિરપની 72757 બોટલો અને ઈન્જેક્શનની 16,336 શીશીઓનો સમાવેશ થાય છે. આ તમામ અગાઉ તપાસ એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા કાર્યવાહીમાં જપ્ત કરવામાં આવ્યા હતા.

Next Article