વાલિયાના કોંઢ ગામની નવીનગરીમાં બે કાચા મકાનોની દીવાલ અને છત ધરાશાયી થતા એક પરિવારના ચાર લોકો સહીત 6 ને ઈજાઓ પહોંચી હતી જયારે મકાનના અન્ય હિસ્સામાં બેઠેલા 2 લોકોનો આબાદ બચાવ થયો હતો. ઘટનામાં ઇજા પામનાર 3 બાળકો સહીત 6 લોકોને સારવાર માટે વાલિયા આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા હતા જ્યાં એક બાળકને ઈજાઓ વધુ જણાતા તેને વધુ સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે વાલિયા પોલીસે જાણવાજોગ નોંધ હેઠળ આગળની તપાસ હાથ ધરી છે.
8 trapped after a raw house collapsed in the rural area of #Bharuch, injured were shifted to hospital for treatment #Gujarat #TV9News pic.twitter.com/agIh9fq6c7
— Tv9 Gujarati (@tv9gujarati) May 9, 2023
સૂત્રો અનુસાર વાલિયાના કોંઢ ગામની નવીનગરીમાં રહેતા વસાવા પરિવારના સભ્યો આજરોજ સવારે પોતાનાઘરમાં હતા તે દરમિયાન અચાનક મકાનની દીવાલ છત ધરાશાયી થઇ હતી. દીવાલ તૂટી પડતા તેના ઉપર ટેકવવામાં આવેલી છત પણ ધરાશાયી થી હતી. ઘટનામાં બંને મકાનમાં રહેતા કુલ 6 લોકો દટાઈ ગયા હતા.ઘટનાના પગલે સ્થાનિક વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. બચાવકાર્ય માટે ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
આ ઘટનામાં ૩૨ વર્ષીય પ્રકાશ વસાવા,તુલસીબેન વસાવા,નિમિષાબેન વસાવા અને અશ્વિન વસાવા દબાઈ જતા તેઓને ઈજાઓ પહોંચી હતી ઘટનાને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા અને તમામને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે વાલિયાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.સદનશીબે તમામને જીવિત બહાર કાઢવામાં આવ્યા હતા.
ઘટનામાં બાળક અશ્વિન વસાવાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને વધુ સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત પણ સુધારા ઉપર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં વાલિયા પોલીસે જાણવાજોગ નોંધ હેઠળ ઘટનાની તપાસ હાથ ધરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 1:34 pm, Tue, 9 May 23