એક..બે..ત્રણ..ચાર કે પાંચ નહીં, સટા સટ .. 20 લાફા ઝીકયાં, શાળામાં શિક્ષકોની મિટિંગમાં જ બબાલ, જુઓ Video

|

Feb 08, 2025 | 10:02 PM

ભરૂચના જંબુસરની નવયુગ વિદ્યાલયમાં એક શરમજનક ઘટના સામે આવી છે, જ્યાં આચાર્યએ એક શિક્ષકને મિટિંગ દરમિયાન 20થી વધુ ફટકા ઝીંક્યા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

એક..બે..ત્રણ..ચાર કે પાંચ નહીં, સટા સટ .. 20 લાફા ઝીકયાં, શાળામાં શિક્ષકોની મિટિંગમાં જ બબાલ, જુઓ Video

Follow us on

જંબુસર શહેરની નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે એક મિટિંગનું આયોજન કર્યું હતું, જેમાં શિક્ષક રાજેન્દ્રસિંહ પરમાર સાથે બોલાચાલી થઇ. રાજેન્દ્રસિંહ પેરાલિસિસગ્રસ્ત છે અને એક હાથથી જ બાળકોને અભ્યાસ કરાવે છે. તેમ છતાં, આચાર્યએ આરોપ લગાવ્યા કે તે વિદ્યાર્થીઓ પર પૂરતું ધ્યાન આપતા નથી અને તેમને અપશબ્દો બોલાવાય છે.

મિટિંગમાં ઉગ્ર વિવાદ અને શારીરિક હિંસા

મિટિંગ દરમિયાન, બંને વચ્ચેની ચર્ચા ઉગ્ર સ્વરૂપ ધારણ કરી અને આચાર્ય હિતેન્દ્રસિંહે ગુસ્સામાં આવીને શિક્ષક પરમારને લાફા મારી દીધા. શિક્ષકોની હાજરીમાં તેમણે એક પછી એક 20થી વધુ ફટકા માર્યા. અન્ય શિક્ષકો વચ્ચે પડ્યા પછી મામલો થાળે પડ્યો, પરંતુ થોડા સમય પછી આચાર્યે ફરીથી પરમારને બેન્ચ પરથી નીચે ફેંકી દીધા અને વધુ માર માર્યો.

આજનું રાશિફળ તારીખ : 25-03-2025
IPL વચ્ચે ખુશખબર, આથિયા શેટ્ટી માતા બની, નાની પરીને આપ્યો જન્મ
અત્યાર સુધીમાં કેટલા ઓટો-રિક્ષા ચાલકના પુત્રોએ IPLમાં નામના મેળવી છે?
Jioનું સૌથી સસ્તું રિચાર્જ, માત્ર 11 રૂપિયામાં મળી રહ્યો છે મોટો લાભ
આ 5 ભૂલ તમારા હાડકાંને કરી દેશે પોલા,યુવાનીમાં આવી જશે ઘડપણ
હરભજન સિંહ પર IPLમાંથી પ્રતિબંધ મુકવાની માંગ ઉઠી

પોલીસ ફરિયાદ અને આગળની કાર્યવાહી

શિક્ષક રાજેન્દ્રસિંહ પરમારે આચાર્ય વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા હાલ આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

આચાર્ય સસ્પેન્ડ, શિક્ષણ વિભાગની તપાસ ચાલુ

વીડિયો વાયરલ થયા બાદ શાળાના ટ્રસ્ટીઓએ આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરને ફરજ મોકૂફ રાખ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલે જણાવ્યું કે આ ઘટના ગંભીર છે અને તેમણે તપાસ શરૂ કરી છે.

આ ઘટના શૈક્ષણિક સંસ્થાઓમાં શિસ્ત અને વ્યવહાર સંદર્ભે મોટો પ્રશ્ન ઉભો કરે છે. હાલ તમામ દિશાઓથી તપાસ ચાલી રહી છે અને આગામી કાર્યવાહી માટે શૈક્ષણિક અને પોલીસ તંત્ર પ્રતીક્ષારત છે.

આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે તેમના પર લાગેલા આરોપો અંગે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, “જે વીડિયો વાયરલ થયો છે તે એકતરફી છે. છેલ્લાં 10 વર્ષથી રાજેન્દ્રસિંહ પરમાર તેમની ફરજ પ્રત્યે નિષ્ઠા દાખવતા નથી. આ બાબતે શાળા મંડળે લેખિત ઠપકા આપ્યાં છે અને તેમનો ઉચ્ચતર પગાર પણ રોકાયો છે. ડીઇઓ કચેરીમાં પણ તેમની વિરુદ્ધ રજૂઆત કરવામાં આવી છે.”

શિક્ષણ પદ્ધતિ પર પ્રશ્નચિહ્ન

આચાર્યએ વધુમાં ઉમેર્યું કે, “વાલી મિટિંગમાં વાલીઓએ રાજેન્દ્રસિંહ પરમારની ભણાવવાની પદ્ધતિ અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેઓ વર્ગખંડમાં વિદ્યાર્થીઓને અપશબ્દો બોલે છે. શાળાના 103 વિદ્યાર્થીઓ પૈકી 73 વિદ્યાર્થીઓ તેમના વિષયમાં નાપાસ થયા છે, જ્યારે ગત વર્ષે 45 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. તે વારંવાર મારું અપમાન કરતા હતા અને ધૂતકારતા હતા.”

Published On - 10:01 pm, Sat, 8 February 25