ભરૂચ જિલ્લામાં આજે બે અકસ્માતની ઘટનાઓ ચર્ચાસ્પદ રહી હતી. બંને ઘટનાઓમાં અકસ્માત બાદ વાહનમાં સવાર લોકો ફસાઈ જતા તેમને વાહનોના પતરાં કાપી ભારે જહેમત બાદ બહાર કાઢી શકાયા હતા. અન્ય એક ઘટનામાં કાર ચાલાક ઘરના આંગણામાં પાર્ક કરેલી કાર શરૂ કરતા સામે સાપ દેખાતા દોડધામ મચી હતી. એનિમલ રેસ્ક્યુની ટીમે આ સાપને સલામત સ્થળે છોડ્યો હતો તો ભરૂચ કરાઈમ બ્રાન્ચે દારૂ – જુગારની બળી ઉપર નિયંત્રણ મેળવવાના પ્રયાસના ભાગરૂપે આંકડાની ક્લબ ઝડપી પાડી છે.
અકસ્માતની બે ઘટનાઓની વાત કરીએ તો ભરૂચના ઝંગાર નજીક ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બે વાહનો વચ્ચે ટક્કર એટલી જબરદસ્ત થઇ હતી કેટ્રક ચાલક અકસ્માત બાદ ટ્રકના કેબીનમાં ફસાઈ ગયો હતો. ઈજાઓના કારણે ટ્રક ચાલકનું નીકળવું મુશ્કેલ બન્યું હતું. અકસ્માતના કારણે આસપાસના લોકો દોડી આવ્યા હતા. સ્થાનિકોએ ભારે જહેમત બાદ ટ્રક ચાલકને વાહનમાંથી બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. અકસ્માતમાં બંને વાહન ચાલકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવ સંદર્ભે પોલીસે તપાસ હાથ ધરી છે.
અકસ્માતની અન્ય એક ઘટનામાં નેશનલ હાઇવે ઉપર રિલાયન્સ પેટ્રોલ પમ્પ પાસે વધુ એલ અકસ્માત સર્જાયો હતો. આઈસર ટેમ્પોની પાછળ દોડતો મારુતિ કારના ચાલકનો ગતિના કારણે વાહન ઉપર કાબુ ન રહેતા. કાર આગળ દોડતા ટેમ્પો સાથે ધડાકાભેર અથડાઈ હતી.અકસ્માતમાં વાનમાં સવાર વ્યક્તિ ફસાઈ ગયો હતો. મારુતિ વાનનું પતરું કાપી કેહનમાં સવાર વ્યક્તિ ને બહાર કાઢવામાં આવ્યો હતો. સદનશીબે કોઈ ગંભીર ઈજાઓ ન પહોંચતા તેને સામાન્ય સારવારની જરૂર પડી હતી.
આજની અન્ય એક મહત્વની ઘટનામાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે જુના નેશનલ હાઇવે બ્રિજ નજીક આંકડાની હારજીતની ક્લ્બ ચાલતી હોવાની માહિતીના આધારે રેડ કરી આંકડા ફેરનો જુગાર રમાડતા શકીલ પટેલ અને રાહુલ વસાવાને ઝડપી પાડ્યા હતા. આ બંને શ્રમજીવીઓને શોર્ટકટથી માલામાલ બનાવની લાલચ આપી જુગાર રમાડતા હતા.
જંબુસર A P M C ના ચેરમેન શ્રી વનરાજસિંહ મોરીની એક યાદી અનુસાર ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે. જંબુસર તાલુકા માં ફરી તુવેર નોંધણી તારીખ 25/04/2022 થી 30/04/2022 સુધી શરૂ કરવામાં આવશે. નોંધણી માટે બાકી રહી ગયેલા ખેડૂતો ફરી થી તુવેર નોંધણી કરાવી શકે તે માટે આ વધુ એક તક આપવામાં આવી છે.
આજરોજ ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે પટેલ નગર માં રહેતા મેહબૂબ ભાઈ ખત્રી ના ઘરની પાસે પાર્ક કરેલ કાર શરૂ કરવા જતા સામે સાપ નજરે પડતા નાસભાગ મચી જવા પામી હતી. કારમાં સાપ નજરે પડતા મેહબૂબ ભાઈ દ્વારા સેવ એનિમલ ટીમને મદદે બોલાવાઇ હતી જેમને સાપને ઝડપી સલામત સ્થળે મુક્ત કર્યો હતો.
આ પણ વાંચો : Ankleshwar : 42 ડિગ્રી તાપમાં પ્રજા વચ્ચે રહેવાનો પ્રયાસ કરતા રાજકીય પાર્ટીના કાર્યકરો નજરે પડ્યા
આ પણ વાંચો : મુંબઈના ઉદ્યોગકારને જિપ્સમની ડીલના બહાને બોલાવી અપહરણ કરાયું, અપહરણકારોએ 15 લાખ તફડાવી મુક્ત કર્યો
Published On - 3:16 pm, Sat, 23 April 22