Bharuch : બાળકોનું અપહરણ કરતી ટોળકી ફરી રહી હોવાની અફવા ફેલાતા નિર્દોષો ઉપર હુમલાની ઘટનાઓ સામે આવી, SP એ જાહેર કરી ચેતવણી

પોલીસ હજુતો આ ઘટનામાં હાશકારો અનુભવે ત્યાંતો શહેરના અન્ય બે વિસ્તારોમાં પણ બાળકોનું અપહરણ કરતી ટોળકી ફરતી હોવાની બૂમો પડી હતી. જિલ્લા પોલીસને તાત્કાલિક એલર્ટ કરી અફવાથી પ્રેરાઈ ટોળું નિર્દોષોને માર ન મારે તે બાબતે પૂરતું ધ્યાન આપવા અને જરૂરી પગલાં ભરવા SP ડો. લીના પાટીલ દ્વારા આદેશ અપાયા હતા.

Bharuch : બાળકોનું અપહરણ કરતી ટોળકી ફરી રહી હોવાની અફવા ફેલાતા નિર્દોષો ઉપર હુમલાની ઘટનાઓ સામે આવી, SP એ જાહેર કરી ચેતવણી
Rumors worsened the atmosphere
| Edited By: | Updated on: Sep 27, 2022 | 8:36 AM

તાજેતરમાં છોકરા ઉપાડી જતી ગેંગ સક્રિય થઇ હોવાના મેસેજ વાઇરલ(Viral) થઇ રહ્યા છે. ઘણા મેસેજ સાથે વિડીયો પણ જોવા મળ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં ટોળકીઓ ફરી રહી છે જે બાળકોનું અપહરણ કરી રહી છે. આ વાઇરલ મેસેજની લોકોના માનસપટલ ઉપર એટલી ગંભીર અસર પહોંચી છે કે આસપાસના વિસ્તારમાં નજીવી શંકામાં પણ નિર્દોષોને માર મારવાની ઘટનાઓ સામે આવી રહી છે. ભરૂચના બી ડિવિઝન વિસ્તાર સ્થિત APMC માર્કેટ પાસે પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી જેમાં બે મહિલાઓને ટોળાએ એ હદે માર માર્યો કે તેમને સારવાર આપવાની ફરજ પડી હતી. ઘટના બાદ ભરૂચના SP ડો. લીના પાટીલે(Dr. Leena Patil – SP Bharuch) ચેતવણી જાહેર કરી શંકાસ્પદ મામલાઓમાં કાયદો હાથમાં ન લઈ પોલીસને માહિતગાર કરવા જણાવવામાં આવ્યું છે.

SP ભરૂચે ટ્વીટ કરી કાયદો હાથમાં ન લેવા સૂચના આપી

SP ભરૂચ દ્વારા ટ્વિટ કરી આ અંગે જણાવવામાં આવ્યું છે કે છોકરાઓને ઉપાડી જતાં…. વાયરલ વિડિયો દ્વારા ફેલાઈ રહેલી અફવાઓથી સાવધાન રહો…. કોઈ સંકાસ્પદ વ્યક્તિ ધ્યાને આવે તો પોલીસ નો સંપર્ક કરવો… જનતાએ કાયદો હાથમાં લઈને કોઈની સાથે મારપીટ કરશે તો પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરશે…..દરેક જનતાએ ખાસ નોંધ લેવી….

APMC માર્કેટ નજીક ટોળાએ બે મહિલાઓને માર માર્યો

ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શુભેન્દુ ફૂલતરીયાને 26 સપ્ટેમ્બરે સાંજના સુમારે APMC નજીક બાળકોનું અપહરણ કરતી ગેંગ સ્થાનિકોએ પકડી હોવાનો મેસેજ મળતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ તરફ રવાના થઇ હતી. પોલીસ અધિકારીઓ સ્થળ ઉપર પહોંચે તે પૂર્વે ટોળાએ બે મહિલાઓને ખુબ માર માર્યો હતો. પોલીસે તોલા પાસેથી બે મહિલાઓને બચાવી તેમને સારવાર અપાવવા સાથે તેમની પૂછપરછ શરૂ કરી હતી જોકે બંને મહિલાઓ તરફથી આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ કરાઈ હોવાના કોઈ હકીકત પ્રાથમિક તપાસમાં સામે આવી ન હતી.

અફવાના કારણે વધુ બનાવો સામે આવવા લાગ્યા

પોલીસ હજુતો આ ઘટનામાં હાશકારો અનુભવે ત્યાંતો શહેરના અન્ય બે વિસ્તારોમાં પણ બાળકોનું અપહરણ કરતી ટોળકી ફરતી હોવાની બૂમો પડી હતી. જિલ્લા પોલીસને તાત્કાલિક એલર્ટ કરી અફવાથી પ્રેરાઈ ટોળું નિર્દોષોને માર ન મારે તે બાબતે પૂરતું ધ્યાન આપવા અને જરૂરી પગલાં ભરવા SP ડો. લીના પાટીલ દ્વારા આદેશ અપાયા હતા.

ભરૂચ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર ઉત્સવ બારોટે સોશિયલ મીડિયા દ્વારા લોકોને વાયરલ વિડિયો દ્વારા ફેલાઈ રહેલી અફવાઓથી સાવધાન રહેવા અને કાયદો હાથમાં ન લેવા અપીલ કરી હતી.

Published On - 7:26 am, Tue, 27 September 22