BHARUCH : કાંકરિયા ધર્માંતરણ કેસમાં NRI હાજી અબ્દુલ્લા ફેફડાવાલા સહીત 5 સામે ધરપકડ વોરંટ જારી કરાયું

|

Dec 28, 2021 | 8:04 PM

તપાસ અધિકારી એમ પી ભોજાણીએ કોર્ટ સમક્ષ આ ૫ આરોપીઓ વિરિદ્ધ CRPC ની કલમ 70 હેઠળ ધરપકડ વોરંટની માંગણી કરી જે માન્ય રાખી કોર્ટે વોરંટ જારી કર્યું છે. પોલીસ અનુસાર આ વોરંટ ધરપકડની પ્રક્રિયાને વેગ આપશે.

BHARUCH : કાંકરિયા ધર્માંતરણ કેસમાં NRI હાજી અબ્દુલ્લા ફેફડાવાલા સહીત 5 સામે ધરપકડ વોરંટ જારી કરાયું
Arrest warrants issued against 5 accused of kakariya convesion case

Follow us on

ભરૂચ(Bharuch) જિલ્લાના આમોદ(Amod) તાલુકાના કાંકરિયા(Kakariya) ગામે લાલચ આપી ૧૦૦ થી વધુ લોક ધર્માંતરણ(Conversion) કરવાના મામલામાં 5 આરોપીઓ ફરિયાદના દોઢ મહિના બાદ પણ પોલીસને હાથ ન લાગતાં ભરૂચ પોલીસે(Bharuch Police) ડીસ્ટ્રીકટ કોર્ટ (District Court)પાસેથી એક NRI સહીત ફરાર 5 આરોપીઓના વોરંટ (Arrest Warrant)મેળવ્યા છે. આ વોરંટ મળ્યા બાદ ગુજરાત કે દેશના અન્ય રાજ્યમાં ફરાર થઇ ગયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસનો માર્ગ મોકળો બનશે.

આમોદ તાલુકાના ખોબા જેવડા કાંકરિયા ગામમાં છેલ્લા ૧૦ વર્ષ દરમ્યાન ગરીબ સ્થાનિકોને લાલચ અને દર બતાવી તેમનું મુસ્લિમ ધર્મમાં ધર્મપરિવર્તન કરાવી નખાયું હતું. સરકારી નિયમો , કાયદા અને અધિકારીઓની પરવાનગીની જરૂરિયાતની ઐસીતૈસી કરી આ હિંદુઓને મુસ્લિમ બનાવી દેવાયા હતા.

ધર્માંતરણ બાદ પરત ફરેલા એક વ્યક્તિ દ્વારા સ્થાનિક તંત્રને આખા કાવતરાની જાણ કરાતા પોલીસ તપાસ સોંપાઈ હતી જેના અંતે મામલે ૯ લોકો સામે ૧૫ નવેમ્બરે ગુનો દાખલ કરાયો હતો.પોલીસે પ્રાથમિક તબક્કામાં મુખ્ય આરોપીઓ પૈકીના અઝીઝ સહીત ૪ આરોપી અને બાદમાં વધુ ૬ આરોપીઓની ધરપકડ કરી કુલ ૧૦ લોકોને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

છેલ્લા દોઢ મહિનાથી પોલીસ ચોપડે ચડેલા એનઆરઆઈ અબ્દુલ આદમ ફેફડાવાલા સહીત ૫ આરોપીઓ પોલીસના હાથે ઝડપાયા નથી. અનેક સ્થળોએ તપાસ અને દરોડાની કાર્યવાહીઓ હાથ ધરવા છતાં આ આરોપીઓ ઝડપાયા નથી. આખરે ભરૂચ પોલીસે આ આરોપીઓના કોર્ટ પાસેથી ધરપકડ વોરંટ મેળવ્યા છે. પોલીસ તરફે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર એડવોકેટ પરેશ પંડ્યાએ આ દરખાસ્ત બાબતે નામદાર કોર્ટ સમક્ષ દલીલ કરી હતી જે કોર્ટે માન્ય રાખી વોરંટ અપાયું હતું.

તપાસ અધિકારી એમ પી ભોજાણીએ કોર્ટ સમક્ષ આ ૫ આરોપીઓ વિરિદ્ધ CRPC ની કલમ 70 હેઠળ ધરપકડ વોરંટની માંગણી કરી જે માન્ય રાખી કોર્ટે વોરંટ જારી કર્યું છે. પોલીસ અનુસાર આ વોરંટ ધરપકડની પ્રકિતને વેગ આપશે.

ધરપકડ વોરંટ ઈશ્યુ થયા છે તેવા આરોપીઓના નામ

  • અબ્દુલ સમદ ઉર્દે દાઉદ સુલેમાન પટેલ બેકરીવાલા – રહેવાસી આમોદ
  • શબ્બીર મહમદ પટેલ બેકરીવાલા – રહેવાસી આછોદ
  • હસન ઈશા પટેલ – રહેવાસી આછોદ
  • ઇસ્માઇલ ઐયુબ – રહેવાસી આછોદ
  • અબ્દુલ આદમ ફેફડાવાલા – રહેવાસી યુકે

વોરંટથી શું મદદ મળશે
કમલ ૭૦ હેઠળ મળેલા વોરંટ બાદ પોલીસ હવે રાજ્યભરમાં અને રાજ્ય બહારની પોલીસ અને સંપર્કોને વિગતો મોકલી તપાસ કરાવી શકે છે. પોલીસ પાસે અખબારી અહેવાલો દ્વારા આરોપીઓને શોધી કાઢવાની કાર્યવાહીની પણ સત્તા રહે છે.

મિલ્કત જપ્તીની તૈયારી
વોરંટની પ્રક્રિયા બાદ પણ આરોપીઓ ન ઝડપાય તો પોલીસ સીઆરપીસી ની કલમ 82 હેઠળ આરોપીઓને ભાગેડુ જાહેર કરવાની પ્રક્રિયા હાથ ધરી શકે છે. આ પ્રક્રિયા અંતર્ગત પોલીસ આરોપીઓની જપ્તી કરવા સુધી સત્તા ધરાવે છે.

આ પણ વાંચો :  ગુજરાતમાં આ રીતે કરાશે 15 થી 18 વર્ષના બાળકોનું ઝડપી રસીકરણ, સરકારે તૈયાર કર્યો સમગ્ર રોડમેપ

 

આ પણ વાંચો :  GANDHINAGAR : કોરોના સંદર્ભે મુખ્ય સચિવની સમીક્ષા બેઠક, માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન અને ધન્વંતરિ- સંજીવની રથના મોનિટરિંગની સૂચના અપાઇ

Published On - 7:29 pm, Tue, 28 December 21

Next Article