ભરૂચ(Bharuch ) જિલ્લાના વાલિયા(Valia Taluka) ખાતે આવેલ જલારામ પેટ્રોલ પંપ(Petrol Pump) ઉપર ગત મોડી રાતે મારામારીની ઘટના બની હતી. ટૂ વહીલરમાં પેટ્રોલ ભરાવવા બાબતે મોપેડ સવાર યુવનની પમ્પના કર્મચારીઓ સાથે તકરાર બાદ 6 લોકો લાકડીના સપાટા સાથે પમ્પ ઉપર ધસી આવ્યા હતા અને કર્મચારીઓને ફટકાર્યા હતા. ઘટનાના સીસીટીવી ફૂટેજ(Live CCTV Footage) સામે આવ્યા છે. બનાવ સંદર્ભે વાલિયા પોલીસને જાણ કરવામાં આવતા ફરિયાદ નોંધવા તજવીજ શરૂ કરાઈ હતી. પોલીસે ફૂટેજના આધારે હુમલાખોરોને ઝડપી પાડવા પ્રયાસ હાથ ધર્યો છે. સીસીટીવી ફૂટેજ અનુસાર પહેલા મોપેડ સ્વરને પેટ્રોલપમ્પ કર્મચારીઓએ ફટકાર્યા બાદ ૬ શકશોએ હુમલો કર્યો હતો.
Caught on CCTV: Petrol pump employee thrashed by 6 men in #Bharuch, police probe on.#Gujarat #TV9News pic.twitter.com/zE0g3F5Uiq
— Tv9 Gujarati (@tv9gujarati) April 15, 2022
ઘટનાની મળતી માહિતી અનુસાર મોડી રાતે વાલિયા ખાતે આવેલ જલારામ પેટ્રોલ પંપ ઉપર એક મોપેડ સવાર પેટ્રોલ પુરાવા પહોંચ્યો હતો. કર્મચારી વાહનમાં પેટ્રોલ ભરી રહ્યો હતો તે દરમ્યાન કોઈક કારણોસર મોપેડક સવારે નારાજગી વ્યક્ત કરી હતી. રકઝક વધુ થતા અન્ય કર્મચારીઓ પણ આવી પહોંચ્યા હતા. ઉગ્ર બોલાચાલી થતા એક કર્મચારીએ ધક્કામુક્કી કરી મોપેડ સવારને ફટકારી ભગાડી મુક્યો હતો. મોપેડ સવાર થોડા સમય બાદ પેટ્રોલ ભરાવવા બાબતે માથાકૂટની રીસ રાખી અન્ય ઈસમોએ લઈ પેટ્રોલ પંપ પહોંચ્યો હતો.
કુલ ૬ શખ્સોએ પેટ્રોલ પમ્પ ઉપર કર્મચારીઓને ફટકારવાનું શરૂ કર્યું હતું. હાથમાં લાકડીના સપાટ લઈ ધસી ગયેલા ૬ શખ્સોએ બે કર્મચારીઓને માર માર્યો હતો. અજાણ્યા ઈસમોએ પેટ્રોલ પંપના બે કર્મચારીઓને માર મારતા હોવાની ઘટના સીસીટીવી કેમેરાના ફૂટેજમાં પણ રેકોર્ડ થઇ છે. પેટ્રોલપમ્પ સંચાલકને કર્મચારીઓ ઉપર હુમલાની જાણ કરવામાં આવતા પોલીસને મદદ માટે કોલ કરાયો હતો.વાલિયા પોલીસે મારામારી અંગેનો ગુનો નોંધી અજાણ્યા શખ્સોને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.
ઘટના બાબતે પોલીસે તપાસ શરુ કરી છે. ફૂટેજના આધારે પોલીસે હુમલાખોરોને ઓળખવાની પ્રક્રિયા હાથ ધરી છે. સાથેસાથે ક્યાં કારણોસર તકરાર થઇ હતી જે બાદ મારામારી થઇ હતી તેની માહિતી જાણવા પણ પોલીસે પ્રયાસ શરૂ કર્યા છે.
Published On - 9:21 am, Fri, 15 April 22