ભરૂચ સ્થિત રાજ્યના એકમાત્ર કોવિડ સ્મશાનના સંચાલકે આવતીકાલથી અંતિમક્રિયાની કામગીરી નહીં કરવાની કરી જાહેરાત

|

Sep 17, 2020 | 11:06 PM

રાજ્યના એકમાત્ર કોવિડ સ્મશાનના સંચાલકે કામગીરી છોડી દેતા આવતીકાલથી મૃત્યુ પામનાર કોરોના દર્દીઓની અંતિમક્રિયા અટવાઈ શકે છે. સ્મશાન સંચાલક ધર્મેશ સોલંકીએ વીડિયો વાઈરલ કરી આ બાબતની ભરૂચવાસીઓને જાણ કરી છે. રાત્રે 8 વાગ્યાના અરસામાં કોવિડ સ્મશાનમાં કામ કરતા કર્મચારીઓ તેમને ફાળવાયેલ વાહનો નગરપાલિકા પરિસરમાં મૂકી રવાના થઈ ગયા હતા. આ બાદ ટૂંક સમયમાં સ્મશાન સંચાલક […]

ભરૂચ સ્થિત રાજ્યના એકમાત્ર કોવિડ સ્મશાનના સંચાલકે આવતીકાલથી અંતિમક્રિયાની કામગીરી નહીં કરવાની કરી જાહેરાત

Follow us on

રાજ્યના એકમાત્ર કોવિડ સ્મશાનના સંચાલકે કામગીરી છોડી દેતા આવતીકાલથી મૃત્યુ પામનાર કોરોના દર્દીઓની અંતિમક્રિયા અટવાઈ શકે છે. સ્મશાન સંચાલક ધર્મેશ સોલંકીએ વીડિયો વાઈરલ કરી આ બાબતની ભરૂચવાસીઓને જાણ કરી છે. રાત્રે 8 વાગ્યાના અરસામાં કોવિડ સ્મશાનમાં કામ કરતા કર્મચારીઓ તેમને ફાળવાયેલ વાહનો નગરપાલિકા પરિસરમાં મૂકી રવાના થઈ ગયા હતા. આ બાદ ટૂંક સમયમાં સ્મશાન સંચાલક ધર્મેશ સોલંકીનો વીડિયો વાઈરલ થયો હતો. વીડિયોમાં તેને ભરૂચવાસીઓની માફી માંગી આવતીકાલથી કોવિડ સ્મશાનનું કામ નહીં કરવા લોકોને જાણ કરી હતી. આજે કોવિડ સ્મશાનનો ધર્મેશ સોલંકી સાથે કરાર પૂરો થાય છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ધર્મેશ સ્મશાનમાં અપૂરતી સુવિધાઓના કારણે તેના અને સ્ટાફની અસંમતિ તેમજ વળતરના મામલે ઘણા સમયથી તંત્રને રજૂઆતો કરતા હતા. આજે સાંજ સુધી સમસ્યા હલ ન થતાં આખરે કોવિડ સ્મશાનની કામગીરી છોડી દેવાઈ હતી. નિર્ણયથી આવતીકાલથી કોવિડ દર્દીઓના મૃત્યુ બાદ અંતિમક્રિયાની સમસ્યા સર્જાશે. ધર્મેશે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 217 કોરોના સારવાર હેઠળના દર્દીઓની તેમના દ્વારા અંતિમક્રિયા કરાઈ હતી. પરંતુ તંત્ર અને સરકારને તેમની પડી નથી માટે તેમણે નિર્ણય કરવો પડ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article