ભરૂચ: પૂરના પાણીમાં ફસેયાલા 30 લોકોનો PSI અને સાથી પોલીસકર્મીઓ દ્વાર બહાદુરી પૂર્વક બચાવ, જુઓ VIDEO

|

Sep 11, 2019 | 4:02 AM

પોલીસના જવાનો દેવદૂત બનીને આવ્યા અને 30 જિંદગીઓ બચાવી. પોલીસના જવાનોનું આ મહાનકાર્ય ભરૂચ જિલ્લામાં જોવા મળ્યું હતુ. ભરૂચ જિલ્લામાં એવો ધોધમાર વરસાદ વરસ્યો કે, રાજપારડીના જૂના સરસાજ ગામે 30 લોકો પૂરના પ્રકોપમાં ફસાઈ ગયા જે બાદ PSI જયદીપસિંહ જાદવ સહિત બીજા જવાનો એક બાદ એક લોકોને બચાવવામાં લાગી ગયા. Web Stories View more હવે […]

ભરૂચ: પૂરના પાણીમાં ફસેયાલા 30 લોકોનો PSI અને સાથી પોલીસકર્મીઓ દ્વાર બહાદુરી પૂર્વક બચાવ, જુઓ VIDEO

Follow us on

પોલીસના જવાનો દેવદૂત બનીને આવ્યા અને 30 જિંદગીઓ બચાવી. પોલીસના જવાનોનું આ મહાનકાર્ય ભરૂચ જિલ્લામાં જોવા મળ્યું હતુ. ભરૂચ જિલ્લામાં એવો ધોધમાર વરસાદ વરસ્યો કે, રાજપારડીના જૂના સરસાજ ગામે 30 લોકો પૂરના પ્રકોપમાં ફસાઈ ગયા જે બાદ PSI જયદીપસિંહ જાદવ સહિત બીજા જવાનો એક બાદ એક લોકોને બચાવવામાં લાગી ગયા.

હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે આજે અગત્‍યના કોઈ પણ નિર્ણય લેવા હિતાવહ નથી

પૂરના પ્રકોપ વચ્ચે ફસાયેલી 30 જિંદગીઓને બચાવવા જવાનોએ પોતાની જિંદગી જોખમમાં મૂકી દીધી અને એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના જવાનો પૂરના પાણીમાં કૂદી પડ્યા. અને પછી શું થયું તે તમે આ VIDEOમાં જોઈ શકો છો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જવાનોએ એવી બહાદૂરી બતાવી કે વાયરલ થયેલો આ VIDEO જોનારા સૌ કોઈ પોલીસના જવાનોને સલામ આપી રહ્યા છે. સૌ કોઈ આ જવાનોની કામગીરીને બીરદાવી રહ્યું છે. કોઈ બીજાનો જીવ બચાવવા માટે આ રીતે પોતાની જિંદગી જોખમમાં મૂકવી કોઈ નાનીસૂની વાત નથી. કારણ કે આ એ જવાનો છે જે કોઈના પતિ છે, કોઈના દીકરા છે, કોઈના વીરા છે. તેમનો પોતાનો પરિવાર છે. છતાં તેઓ નિઃસ્વાર્થ ભાવે લોકોની વ્હારે આવ્યા. અને 30 જિંદગીઓ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જાય તે પહેલા બચાવી લીધી. ઘટનાની જાણ થયા બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ PSI જયદિપસિંહ જાદવ સાથે ટેલિફોનિક વાત કરી હતી અને અભિનંદન પાઠવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 3:54 am, Wed, 11 September 19

Next Article