ભરૂચમાં ટ્રાફિકની સમસ્યા પીછો છોડતી નથી, નેશનલ હાઈવે બાદ દહેજ રોડ ઉપર બિસ્માર રસ્તાના કારણે ચક્કાજામ

|

Sep 26, 2020 | 9:28 PM

ભરૂચમાં નેશનલ હાઈવે ઉપર ટ્રાફિકની સમસ્યા હજુ તો હળવી થઈ નથી ત્યાં વધુ એક ટ્રાફિક સમસ્યાએ તંત્રની ચિંતામાં વધારો કર્યો છે. નંદેલાવ ઓવરબ્રિજ પરનો માર્ગ બિસ્માર બનતા દહેજ બંદર અને 3 જીઆઈડીસી તરફ વહન કરતા વાહનો માટે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ટ્રાફિક સીટી તરીકે બદનામ ભરૂચમાં છેલ્લા 4 દિવસથી નેશનલ હાઈવે પર ચક્કાજામની […]

ભરૂચમાં ટ્રાફિકની સમસ્યા પીછો છોડતી નથી, નેશનલ હાઈવે બાદ દહેજ રોડ ઉપર બિસ્માર રસ્તાના કારણે ચક્કાજામ

Follow us on

ભરૂચમાં નેશનલ હાઈવે ઉપર ટ્રાફિકની સમસ્યા હજુ તો હળવી થઈ નથી ત્યાં વધુ એક ટ્રાફિક સમસ્યાએ તંત્રની ચિંતામાં વધારો કર્યો છે. નંદેલાવ ઓવરબ્રિજ પરનો માર્ગ બિસ્માર બનતા દહેજ બંદર અને 3 જીઆઈડીસી તરફ વહન કરતા વાહનો માટે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ટ્રાફિક સીટી તરીકે બદનામ ભરૂચમાં છેલ્લા 4 દિવસથી નેશનલ હાઈવે પર ચક્કાજામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ટ્રાફિક મેનેજમેન્ટ સાથે સમારકામ કરાવી સમસ્યા હળવી બનાવી છે. તંત્ર રાહતનો દમ ભારે તે પૂર્વે ટ્રાફિકની વધુ એક સમસ્યા ઉભી થઈ છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

નંદેલાવ ઓવરબ્રિજનો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે અને માર્ગ પરથી સળીયા પણ બહાર આવી ગયા છે જેના પગલે વાહનોની ગતી અવરોધાઈ રહી છે. પીકઅવર્સમાં ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ભારદારી વાહનો પણ આ માર્ગ પરથી પસાર થાય છે અને વહન ચાલકોએ કલાકોના કલાકો બગાડવાનો વારો આવે છે. આ માર્ગ દહેજ પોર્ટ અને 3 જીઆઈડીસીને NH48 સાથે જોડે છે. ત્યારે બિસ્માર બનેલા માર્ગનું વહેલી તકે સમારકામ કરાવવામાં આવે એ જરૂરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article