કુદરતની કઠોરતા વચ્ચે માનવતા પણ મરી પરવારી હોય તેવા લાચારીના દર્દનાક દ્રશ્યો અંકલેશ્વર અને ભરૂચ માર્ગ ઉપરથી સામે આવ્યા હતા. એક મુકબધીર પુત્ર તેની માતાનું નિધન થતા મદદના અભાવે માતાના મૃતદેહને પાટિયા ઉપર મૂકી ઘસડીને સ્મશાને પહોંચ્યો હતો.
ગરીબી, લાચારી અને શારીરિક અસક્ષમતામાં પણ એક મુકબધીર યુવાને માતાના મૃતદેહની અંતિમક્રિયા માટે સ્મશાન સુધી એકલા હાથે ખેડેલી સફરના દ્રશ્યોએ આખો ભીંજવી દે તેવા હતા.
અંકલેશ્વરના એક મુકબધીરે માતાના અંતિમ સંસ્કાર માટે માતાના મૃતદેહને જાહેર માર્ગ ઉપર એક રસ્સીના સહારે નાનકડી ગડીવાળી વાળા પાટિયા ઉપર જાહેર માર્ગ ઉપરથી સ્મશાનમા અંતિમ સંસ્કાર કરવા અર્થે આવતા એક સમયે સ્મશાનમાં રહેલા લોકો પણ ભાવુક બની જતા તેઓની આખો ભીની થઇ ગઈ હતી.
સ્થાનિક બોરભાઠા ગામના યુવાનોને આ બાબતથી સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને વાકેફ કરતા તેઓ યુવાનની મદદે દોડી ગયા હતા. ધર્મેશે યુવાનને મદદ કરી મૃતદેહને સ્મશાન સુધી પહોંચાડી અંતિમ સંસ્કાર કરાવ્યા હતા.
ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે તે કોઈને મદદ માટે સમજાવી ન શક્યો કે કોઈએ મદદ ન કરી તે તપાસનો વિષય છે પરંતુ આ યુવાનની પરિસ્થિતિ ચોક્કસ દયનિય ગણી શકાય તેમ હતી.
આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના કેસમાં ઉછાળો, નવા 1259 કેસ નોંધાયા, ત્રણના મોત, ઓમીક્રોનના 16 કેસ
આ પણ વાંચો : આપ નેતા ઇસુદાન ગઢવીની પ્રોહિબિશન એક્ટ હેઠળ ધરપકડ કરાઇ, ગણતરીની મિનિટોમાં મળ્યા જામીન
Published On - 6:15 am, Tue, 4 January 22