VIDEO: ભરૂચના લુવાર પાટિયા પાસે અકસ્માત બાદ બસમાં લાગી આગ, 3 વ્યક્તિના કરુણ મોત

|

Nov 03, 2019 | 5:19 AM

ભરૂચ હાઈવે નજીક સર્જાયેલા અકસ્માતમાં 3 લોકોનાં મોત થયા છે. આ ઘટના વહેલી સવારે લુવારા પાટિયા પાસે બની હતી. જ્યાં ખાનગી લકઝરી બસ અને ટેન્કર વચ્ચે ખતરનાક અકસ્માત સર્જાયો હતો. જે બાદ લકઝરી બસમાં આગ લાગતા અફરાતરફી મચી ગઈ હતી. જેમ તેમ કરીને મુસાફરોને બહાર તો કાઢી લેવાયા પરંતુ ત્રણ લોકો બસની અંદર જ રહી […]

VIDEO: ભરૂચના લુવાર પાટિયા પાસે અકસ્માત બાદ બસમાં લાગી આગ, 3 વ્યક્તિના કરુણ મોત

Follow us on

ભરૂચ હાઈવે નજીક સર્જાયેલા અકસ્માતમાં 3 લોકોનાં મોત થયા છે. આ ઘટના વહેલી સવારે લુવારા પાટિયા પાસે બની હતી. જ્યાં ખાનગી લકઝરી બસ અને ટેન્કર વચ્ચે ખતરનાક અકસ્માત સર્જાયો હતો. જે બાદ લકઝરી બસમાં આગ લાગતા અફરાતરફી મચી ગઈ હતી. જેમ તેમ કરીને મુસાફરોને બહાર તો કાઢી લેવાયા પરંતુ ત્રણ લોકો બસની અંદર જ રહી ગયા હતા. તેઓ બચવા માટે બૂમો પાડી રહ્યા હતા અને વહેલી સવારે રસ્તા પર મોતની ચીસો સંભળાતી હતી.

આ પણ વાંચો: VIDEO: ટૂંક સમયમાં ગંભીર સ્વરૂપ ધારણ કરશે ‘મહા’ વાવાઝોડું, જાણો આગળ વધતા વાવાઝોડાની ગતિવિધિ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પરંતુ તાત્કાલિક તેમને બસમાંથી બહાર કાઢી શકે તેવું કોઈ નહોતું. તરત જ મદદ ન મળતાં આખરે ત્રણ લોકો બળીને ભડથું થઈ ગયા હતા. તો બીજીતરફ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સળગતી બસ પર પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયર બ્રિગેડે 2 કલાકની જહેમત બાદ પોતાની કામગીરી પૂર્ણ કરી હતી. ફાયરના જવાનોએ બસમાંથી 3 લોકોના મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. VIDEOમાં તમે જોઈ શકો છો કે આ અકસ્માત કેટલો ખતરનાક હતો. આખી લકઝરી બસ બળીને ખાખ થઈ ગઈ હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article