BANASKATHA : પોતાના મતવિસ્તારમાં ઓક્સિજન પ્લાન્ટ માટે ફાળો એકઠો કરતા નજરે પડયા ધારાસભ્ય

|

May 05, 2021 | 2:45 PM

BANASKATHA : ઓક્સિજન પ્લાન્ટની સહાય માટે ભીખ માંગતા નજરે પડ્યા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી. સરકારે ધારાસભ્યોની ગ્રાન્ટ રિલીઝ ન કરતા પોતાના વિસ્તારમાં ઓક્સિજન પ્લાન્ટ લગાવવા માટે જીગ્નેશ મેવાણી અને તેમના સમર્થકોએ આજે ભીખ સહાયનું કેમ્પેઇન બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરથી શરૂ કર્યું.

BANASKATHA : પોતાના મતવિસ્તારમાં ઓક્સિજન પ્લાન્ટ માટે ફાળો એકઠો કરતા નજરે પડયા ધારાસભ્ય
ફાળો એકઠો કરતા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી

Follow us on

BANASKATHA : ઓક્સિજન પ્લાન્ટની સહાય માટે ફાળો એકઠા કરતા નજરે પડ્યા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી. સરકારે ધારાસભ્યોની ગ્રાન્ટ રિલીઝ ન કરતા પોતાના વિસ્તારમાં ઓક્સિજન પ્લાન્ટ લગાવવા માટે જીગ્નેશ મેવાણી અને તેમના સમર્થકોએ આજે ભીખ સહાયનું કેમ્પેઇન બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરથી શરૂ કર્યું.

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આજે ઓક્સિજન પ્લાન્ટ લગાવવા માટે ભીખ માંગતા નજરે પડ્યા. ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો આક્ષેપ છે કે ગુજરાત હાઇકોર્ટમાં તેમને ધારાસભ્યોની ગ્રાન્ટ મામલે પિટિશન દાખલ કરી છે. તેમનો સરકાર સામે આક્ષેપ છે કે ગુજરાતના 182 જેટલા ધારાસભ્યની ગ્રાન્ટ કોરોના જેવા કપરા કાળમાં સરકારે રોકી રાખી છે. જેના કારણે પોતાના મતવિસ્તારના લોકોને તેઓ મદદ કરી શકતા નથી.

વડગામ મત વિસ્તારમાં અનેક લોકો કોરોના મહામારીમાં ઓક્સિજનની અછત ના કારણે મોતને ભેટી રહ્યા છે. જેથી પોતાના વિસ્તારના લોકોને મોતના મુખમાંથી બચાવવા અને ઓક્સિજન પ્લાન્ટ વડગામ વિસ્તારમાં કાર્યરત કરવા માટે આજે પોતાના સમર્થકો સાથે તેમણે પાલનપુરના એરોમા સર્કલ પર લોકો પાસેથી ફાળો એકત્ર કરતા નજરે પડ્યા.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

જીગ્નેશ મેવાણીએ સહાયની ભીખ કેમ્પેનની શરૂઆત જિલ્લા મથક પાલનપુરથી કરી. તેમણે પાલનપુર એરોમા સર્કલ પર કામ કરી રહેલા પોલીસકર્મીથી લઇ રિક્ષાચાલકો તેમજ વાહનચાલકો પાસેથી તેઓએ ઓક્સિજન પ્લાન્ટ માટે મદદ માંગી. સ્થાનિક લોકો પણ ધારાસભ્યને ઓક્સિજન પ્લાન્ટ માટે ફાળો ઉઘરાવતા જોઈ પોતાની યથાશક્તિ મદદ કરી રહ્યા હતા.

જીગ્નેશ મેવાણી પાલનપુરથી ચાલુ કરેલું આ કેમ્પઈન તેમના મતવિસ્તારના દરેક ગામડાઓ સુધી લઈ જશે. જ્યાં તેઓ સ્થાનિક લોકોની મદદ લઈ તેમના મત વિસ્તાર વડગામમાં ઓક્સિજન પ્લાન્ટ સત્વરે કાર્યરત થાય તે માટે પ્રયત્નો કરશે.

Published On - 2:44 pm, Wed, 5 May 21

Next Article