વડાપ્રધાન મોદી (PM Modi) આજે બનાસકાંઠા (Banaskantha) ની મુલાકાતે જશે જ્યાં તેઓ દિયોદર ખાતે બનાસ ડેરીના નવીન અત્યાધુનિક પ્લાન્ટનું લોકાર્પણ કરવાીના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બનાસકાંઠા જિલ્લામાં આગમનને લઈ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. મોદીની સુરક્ષા (security) માટે ત્રણ લેયરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. 5000 હજારથી વધુ સુરક્ષાકર્મીઓ ખડેપગે રાખવામાં આવ્યા છે અને ત્રણ કિલોમીટર સુધીનો વિસ્તાર કોર્ડન કરાયો છે.
વડાપ્રધાન મોદી આજે બનાસકાંઠાની મુલાકાતે જશે જ્યાં દિયોદર ખાતે બનાસ ડેરીના 4 અલગ-અલગ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે. લોકાર્પણ બાદ બનાસકાંઠાની મહિલાઓને પીએમ મોદી સંબોધન કરશે. આ સંમેલમાં લગભગ 4 લાખ પશુપાલક મહિલાઓ હાજરી આપશે. પીએમ મોદી તેમાંથી કેટલીક મહિલા અગ્રણીઓ સાથે સીધો સંવાદ કરશે. તો બનાસ ડેરી સંકુલમાં બનાસ કોમ્યુનિટી FM રેડીયો સ્ટેશન ઉભું કરવામાં આવી રહ્યું છે. આ રેડિયો સ્ટેશનનું પણ વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરાશે. તો દામા ખાતે બનાસ ગોબર ગેસ પ્લાન્ટ અને બાયો સી.એન.જી સ્ટેશનનું ઉદઘાટન પણ કરાશે.
બીજી તરફ નવા પ્લાન્ટની વાત કરીએ તો ડેરીનું લોકાર્પણ થતાં જ બનાસ ડેરીની પ્રતિદિન એક કરોડ લિટર દૂધ પ્રોસેસિંગની કેપેસિટી થઈ જશે. દિયોદર નજીક સણાદર ખાતે 151 વીઘા જમીનમાં આ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટમાં 30 લાખ લીટર દૂધની પ્રતિદિનની પ્રક્રિયા ક્ષમતા છે. જે વધારીને 50 લાખ લીટર પ્રતિદિન કરી શકાશે. પ્લાન્ટમાં 100 ટન પ્રતિદિન બટર ઉત્પાદન ક્ષમતા, 1 લાખ લીટર પ્રતિદિન આઈસ્ક્રીમ, પ્રતિદિન 20 ટન માવોઉત્પાદન કરી શકાશે. બનાસ ડેરીના પ્લાન્ટમાં બટાકાની પ્રોડક્ટ પણ બનાવવામાં આવશે. બટાકાની ફ્રોઝન ફુડની ડિમાન્ડ હોવાને કારણે આ પ્રોડક્ટ પણ અહીં બનાવવામાં આવશે. બનાસ ડેરીએ માત્ર 18 મહિનામાં જ દિયોદર ખાતેના પ્લાન્ટનું નિર્માણ કાર્ય પૂરુ કર્યુ છે.
આ પણ વાંચોઃ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણયઃ કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ વધુ 300 જેટલી બેઠકો ઉપર પ્રવેશ અપાશે
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
Published On - 7:38 am, Tue, 19 April 22