Banaskantha : પાલનપુરથી આબુરોડ જતો માર્ગ ભયજનક બન્યો, સુરક્ષા નિયમોની દરકાર વગર બ્રિજની કામગીરીથી વાહનચાલકોને હાલાકી

|

May 21, 2023 | 7:57 AM

પાલનપુના RTO સર્કલ પર વિશાળ ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. પરંતુ સુરક્ષા નિયમોની કોઈ જ દરકાર લેવામાં આવી નથી. ઉપર મોટા-મોટા સિમેન્ટના બોક્સ, લોખંડની રેલિંગ અને આસપાસમાં લોખંડના થાંભલા ઉભા કરી દેવામાં આવ્યા છે.

Banaskantha : પાલનપુરથી આબુરોડ જતો માર્ગ ભયજનક બન્યો, સુરક્ષા નિયમોની દરકાર વગર બ્રિજની કામગીરીથી વાહનચાલકોને હાલાકી
Banaskantha

Follow us on

બનાસકાંઠા પાલનપુરથી આબુરોડ ( Abu Road) જતો માર્ગ ભયજનક બન્યો છે. આરટીઓ સર્કલ પર વિશાળ ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. પરંતુ સુરક્ષા નિયમોની કોઈ જ દરકાર લેવામાં આવી નથી. ઉપર મોટા-મોટા સિમેન્ટના બોક્સ, લોખંડની રેલિંગ અને આસપાસમાં લોખંડના થાંભલા ઉભા કરી દેવામાં આવ્યા છે. જેની ઉપર અને આસપાસમાં મોટી સંખ્યામાં મજૂરો સેફ્ટી વગર કામ કરતા જોવા મળે છે.

આ પણ વાંચો : Banaskantha: પાલનપુરા નગરપાલિકાએ બનાવ્યો પ્રી-મોન્સુન પ્લાન, વિપક્ષે ઉઠાવ્યા સવાલ

તો બ્રીજ નીચે રોજિંદા હજારો નાના-મોટા વાહનો પસાર થાય છે. ભગવાન ન કરે કોઈ સિમેન્ટનું બોક્સ કે લોખંડનો સળિયો નીચે પડે તો કોઈ વાહનમાં સવાર લોકો સીધા અંતિમધામ પહોંચી શકે છે. હજારો વાહન ચાલકો પર જોખમ છે. અંદાજે બાર મહિના કરતા વધુ સમયથી કામ ચાલુ હોવા છતાં કોન્ટ્રાક્ટરો દ્વારા લોકોની સુરક્ષા માટે કોઈ વ્યવસ્થા કરાઈ નથી. કે ન તો સલામત રીતે લોકો જઈ શકે તેવું ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

નેશનલ હાઈ-વે ઓથોરિટી, બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર કે પાલનપુર નગરપાલિકાના અધિકારીઓ પણ પસાર થાય છે. આ નિર્માણાધીન પુલ નીચે ટ્રાફિકમાં વાહનો અડધો કલાક સુધી ફસાય છે. સૌથી કફોડી સ્થિતિ તો એમ્બ્યુલન્સમાં રહેલા દર્દીઓની થાય છે. આ પૂર્વે એરોમા સર્કલ પર ઓવરબ્રિજના નિર્માણ દરમિયાન પણ પાલનપુરના નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. વહીવટી તંત્ર નાગરિકોને ભોગવવી પડતી સમસ્યાનો ઝડપથી અંત લાવે તેવી લોકોનીમાંગ ઉઠી છે.

રાજ્યમાં અન્ય શહેરોમાં રસ્તાની કફોડી હાલત

તો બીજી તરફ રાજકોટના મોટામવાથી ભીમનગરને જોડાતા રોડનું કામ શરુ કરવામાં આવ્યું હતું. જે સમયસર પુરુ કરવામાં ન આવતા સ્થાનિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. મોટામવાથી ભીમનગરને જોડતા રોડ બનાવવા માટે ખોદકામ કરીને કામને માળિયે મુકવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર ખોદકામ કરતા રોડની નીચે ભૂગર્ભ ગટર હોવાનું સામે આવી રહ્યું હતું.

આ અગાઉ જામનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા 7 ગામના લોકોની અવરજવર માટે રસ્તો બનાવવાનું કામ શરૂ કર્યું હતુ. પરંતુ તે દરમિયાન પાણી પુરવઠા વિભાગની મુખ્ય પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતુ. જેને લઈ રસ્તાનું કામ તો અટકી ગયુ હતુ. સાથો સાથ પાઈપલાઈનનું સમારકામ પણ હાથ ધરાતુ નથી. પાણી પુરવઠા વિભાગને જાણ કરવામાં આવી હોવા છતાં છેલ્લા કેટલાક દિવસથી પાણીની લાઈનમાં સમારકામ થયું નથી.

 બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના અને તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article