Banaskantha :આદમખોર દીપડો પાંજરે પુરાયો, લોકોએ રાહતનો શ્વાસ લીધો

|

Sep 18, 2021 | 8:54 AM

ડીસાના ભીલડી ખાતે આતંક મચાવનાર ખૂંખાર દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. દીપડાને ફોરેસ્ટ અધિકારી સહિત 4 લોકો પર હુમલો કર્યો હતો

બનાસકાંઠામાં(Banaskantha)  આદમખોર દીપડો પાંજરે પુરાયો છે. જેમાં ડીસાના ભીલડી ખાતે આતંક મચાવનાર ખૂંખાર દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. દીપડાને ફોરેસ્ટ અધિકારી સહિત 4 લોકો પર હુમલો કર્યો હતો.જેને પગલે ફોરેસ્ટ વિભાગની ટીમે 6 કલાકની જહેમત બાદ દીપડાને બેહોશીનું ઇન્જેક્શન આપી રેસ્ક્યુ કર્યું હતું. જ્યારે દીપડો પાંજરે પુરાતાં સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, ડીસાના ભીલડી પંથકમાં દીપડો નજરે પડતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જેમાં ગામ નજીક પહોંચેલા દીપડાએ બે લોકો પર હુમલો કરતા ઇજાગ્રસ્ત થયા હતા. આ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેમજ આદમખોર દીપડો આવ્યાના સમાચાર મળતા જ સમગ્ર પંથકના લોકો ભયભીત થયા હતા. જેમાં ભીલડી રેલવે નજીક દીપડો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું .

જો કે આ ઘટનાની જાણ થતા ભીલડી પોલીસ તેમજ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમજ દીપડાને પકડવા માટેના પ્રયાસો પણ શરૂ કર્યા હતા.

બનાસકાંઠામાં વનવિભાગની કામગીરીના પગલે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. તેમજ આદમખોર દીપડો ખુલ્લો ફરતો હોવાનો અને ગમે ત્યારે હુમલો કરતાં હોવાની ઘટનાના પગલે લોકો ભયભીત બન્યા હતા.તેમજ ફોરેસ્ટના અધિકારીઓ પણ દીપડાએ હુમલો કર્યો હતો જેના લીધે લોકો ઇચ્છી રહ્યા હતા કે દીપડો ઝડપથી પાંજરે પુરાય

આ પણ વાંચો : Surat : દુર્ગાપૂજા પર રેલવેનો મળ્યો કાપડ વેપારનો મોટો ઓર્ડર, 10 ટ્રેન બંગાળ તરફ રવાના કરાશે

આ પણ વાંચો : Corona Vaccine: કોવિશિલ્ડના ઉત્પાદનમાં થશે વધારો, સિરમ ઇન્સ્ટીટ્યુટ ઓક્ટોબરથી દર મહિને 20 કરોડ ડોઝ કરશે તૈયાર

Published On - 8:44 am, Sat, 18 September 21

Next Video