ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) નડાબેટ (nadabet ) પહોંચ્યા છે. જ્યાં અમિત શાહે સીમા દર્શન પ્રોજેકટ (Seema Darshan project) નું લોકાર્પણ કર્યું હતું. બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના ભારત પાકિસ્તાન બોર્ડર નડાબેટ ખાતે રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન વિભાગ અને બીએસએફના સહયોગથી સવા સો કરોડથી વધુના ખર્ચે સીમા દર્શન પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ પહેલાં અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નડેશ્વરી માતાના દર્શન કકર્યાં હતાં અને ત્યાં માતાજીની પુજા અર્ચના કરી હતી. ત્યાર બાદ સીમા દર્શન સ્થળ પર પહોચ્યા હતા.
સીમા દર્શન પ્રોજેકટનાં લોકાર્પણ પ્રસંગે અમિત શાહે દેશવાસીઓને રામનવમીની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામની તમામ ભૂમિકા આપણને પ્રેરણા આપે છે. મને નડેશ્વરીના મેળામાં આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. તેમણે BSFના જવાનોની કામગીરીને બીરદાવતાં કહ્યું કે 45 ડીગ્રીમાં કામ કરતા BSFના જવાનોને સલામ છે. BSFએ હંમેશા વીરતા દાખવી છે. BSFના કારણે દેશ સુરક્ષિત છે. તેમણે શહીદ થયેલા તમામ BSFના જવાનોને શ્રધ્ધાંજલિ આપી હતી.
સીમા દર્શન પ્રોજેક્ટ અંગે જણાવ્યું કે વડાપ્રધાન મોદીની કલ્પનાને બે હાથ જોડી નમન છે. નડાબેટની પરિકલ્પના વડાપ્રધાનને કારણે સાકાર થઈ છે. આ પ્રોજેક્ટના કારણે આ વિસ્તારમાં પ્રવાસનને મદદ મળશે. પ્રવાસનનો વિકાસ થતાં સીમા પર આવેલા ગામડાઓમાં હવે ખાલી નહીં થાય. પ્રવાસન વિભાગ માટે અનેક પ્રકલ્પોનું આજે લોકાર્પણ કરાયું છે. હવે બનાસકાંઠામાં આવી પ્રવાસીઓ રોકાશે. બાળકો સૌથી વધુ પ્રમાણમાં નડાબેટ આવશે. તે અહીં આવીને BSFનો ઈતિહાસ જાણી શકાશે. તેમણે કહ્યું કે બોર્ડર પ્રવાસન માટે વડાપ્રધાને બહુ મોટું સ્વપ્ન જોયું છે. નડાબેટના કારણે બનાસકાંઠા દેશના આકર્ષણનું કેન્દ્ર બનશે.
Tourism sector will boost in #Banaskantha due to development of view point on the Indo-Pak international boundary in #Nadabet ,Union HM @AmitShah#Gujarat #TV9News pic.twitter.com/RrjqkmtVmS
— Tv9 Gujarati (@tv9gujarati) April 10, 2022
આ સીમા દર્શન પ્રોજેક્ટ થકી ભારત-પાકિસ્તાન બોર્ડરની મુલાકાત લઇને તેમજ સીમા સુરક્ષા દળ દ્વારા કરવામાં આવતી રિટ્રીટ સેરેમની નિહાળીને દેશભક્તિ-રાષ્ટ્રભાવનાની અનોખી ચેતના અહીં આવનારા પ્રત્યેક પ્રવાસીમાં ઊજાગર થાય તેવા શૌર્યસભર દ્રશ્યો સર્જાશે. આ પ્રોજેક્ટ અન્વયે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા સીમા દર્શન માટે ઝીરો પોઇન્ટ સુધી જવાના માર્ગ પર ટી જંક્શન પાસે વિવિધ ટુરીઝમના કામો કરવામાં આવ્યા છે.
BSF never stepped back from showing its valour whenever a problem arose before the nation. It goes ahead with one Maha Vir Chakra, 4 Kirti Chakra, 13 Vir Chakra, 13 Shaurya Chakra & the immortal saga of numerous sacrifices. The country is proud of you: HM in Banaskantha, Gujarat pic.twitter.com/kSQpDtu4zp
— ANI (@ANI) April 10, 2022
આ પણ વાંચોઃ Anand: સરકારે કરોડોના ખર્ચે મીઠુ પાણી બનાવવાનો નાખ્યો હતો પ્લાન્ટ, પાલિકાની બેદરકારીના કારણે હાલ બંધ હાલતમાં
આ પણ વાંચોઃ ગઈ કાલે ધોરણ 10નું હિન્દીનું પેપર ફોડનારો આરોપી એલઆરડીની પરીક્ષામાં ઉમેદવાર!
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો