AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટિકિટથી ગ્રાન્ટ સુધી… વડગામમાં મેવાણીનો સામનો ‘સવાલો’ના સૈલાબ સાથે, સભામાં શું થયું? જુઓ Video

બનાસકાંઠાના વડગામના ટોકરિયા ગામે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો મુસ્લિમ સમાજની સભામાં ઉગ્ર વિરોધ થયો હતો. સભામાં મેવાણી પર વિકાસ કાર્યો, ગ્રાન્ટ ફાળવણીમાં ગેરરીતિ, ચૂંટણી ટિકિટ માટે 4 લાખ રૂપિયા લેવા અને બોગસ મતદાન સહિતના ગંભીર આક્ષેપો થયા હતા.

ટિકિટથી ગ્રાન્ટ સુધી... વડગામમાં મેવાણીનો સામનો ‘સવાલો’ના સૈલાબ સાથે, સભામાં શું થયું? જુઓ Video
| Updated on: Sep 30, 2026 | 9:50 AM
Share

બનાસકાંઠા જિલ્લાના વડગામ વિધાનસભા મતવિસ્તારના ટોકરિયા ગામે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને સ્થાનિક મુસ્લિમ સમાજ દ્વારા સખત વિરોધનો સામનો કરવો પડ્યો હતો. એક સભા દરમિયાન, મુસ્લિમ આગેવાનો અને ગ્રામજનોએ મેવાણી સામે વિકાસ કાર્યો, ગ્રાન્ટ ફાળવણી અને ચૂંટણીલક્ષી વાયદાઓ પૂરા ન કરવા સહિતના અનેક ગંભીર આક્ષેપો કર્યા હતા, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

આ સભામાં, એક આગેવાને સીધો આરોપ લગાવ્યો હતો કે જીગ્નેશ મેવાણીએ કોંગ્રેસની ટિકિટ મેળવવા માટે 4 લાખ રૂપિયા લીધા હતા. આ આરોપના જવાબમાં, મેવાણીએ સભામાં જ સ્વીકાર્યું હતું કે તેમણે એક કોંગ્રેસના નેતા પાસેથી 4 લાખ રૂપિયા લીધા હતા, પરંતુ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ નાણાં ગામના કોઈ વ્યક્તિ પાસેથી લેવામાં આવ્યા ન હતા. તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ નાણાંનો વ્યવહાર કોંગ્રેસ પાર્ટીના આંતરિક મામલા સાથે સંબંધિત હતો અને તેમાં ગ્રામજનોનો કોઈ હિત સંકળાયેલો ન હતો.

વિકાસ કાર્યો અને ગ્રાન્ટ ફાળવણીના મુદ્દે પણ મેવાણીને તીવ્ર પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ગ્રામજનોએ છેલ્લા નવ વર્ષમાં વડગામ મતવિસ્તાર અને ખાસ કરીને ટોકરિયા ગામ માટે કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી તે અંગે હિસાબ માંગ્યો હતો. તેમણે ચૂંટણી દરમિયાન મેવાણી દ્વારા કરવામાં આવેલા વાયદાઓ પૂરા ન થયા હોવા બદલ પણ નારાજગી વ્યક્ત કરી હતી. મેવાણીએ આક્ષેપોનો જવાબ આપતા જણાવ્યું હતું કે તેમણે ક્યારેય એવો દાવો કર્યો નથી કે તેમણે તમામ કામો પૂર્ણ કર્યા છે. તેમણે ઉમેર્યું હતું કે ઘણી ગ્રાન્ટ ફાળવવામાં આવે તે પછી પણ વહીવટી અને તાંત્રિક મંજૂરી પ્રક્રિયામાં અટવાઈ પડે છે, જેના કારણે કામો પૂરા થવામાં વિલંબ થાય છે.

આ ઉપરાંત, મેવાણી સામે એટ્રોસિટી કેસોને લઈને પણ જાહેરમાં આક્ષેપો કરવામાં આવ્યા હતા. સભામાં કેટલાક આગેવાનોએ મેવાણી પર દલિત, મુસ્લિમ અને સવર્ણ સમાજ વચ્ચે વિભાજન ઊભું કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. સૌથી ગંભીર આક્ષેપ પૈકી એક એ પણ હતો કે મેવાણીને વિધાનસભા ચૂંટણી જીતાડવા માટે બોગસ મતદાન કરાવવામાં આવ્યું હતું. કેટલાક આગેવાનોએ દાવો કર્યો હતો કે મેવાણીની તરફેણમાં 250 થી 400 જેટલા બોગસ મતો પડાવવામાં આવ્યા હતા.

આ તમામ આક્ષેપો અને મેવાણીના ખુલાસાઓએ વડગામના રાજકીય માહોલને ગરમાવી દીધો છે. આગામી વિધાનસભા ચૂંટણી પહેલા પોતાના જ મતવિસ્તારમાં ધારાસભ્યનો આટલો ઉગ્ર વિરોધ થવો એ રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ઘટના સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચાઓ અને સમીકરણો ઊભા કરી શકે છે.

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત,​ 5નાં મોત 4 ઈજાગ્રસ્ત

Follow Us
g clip-path="url(#clip0_868_265)">