Bharatmala Project : બનાસકાંઠાના ખેડૂતોની સમસ્યાને લઈ સાંસદ પરબતભાઇ પટેલે, માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીને કરી રજૂઆત

|

Jul 21, 2021 | 4:53 PM

સરકારી ઝડપી પરિવહન થાય તે માટે ભારત માલા પ્રોજેક્ટનું આયોજન કર્યું છે. સૌથી મોટી સમસ્યા એ છે કે જે વિસ્તારમાંથી આ રોડ પસાર થાય છે, તે વિસ્તારના ખેડૂતોના ખેતરના બે ભાગ થઈ જાય છે.

Bharatmala Project : બનાસકાંઠાના ખેડૂતોની સમસ્યાને લઈ સાંસદ પરબતભાઇ પટેલે, માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીને કરી રજૂઆત
માર્ગ પરિવહન મંત્રી - નીતિન ગડકરી

Follow us on

બનાસકાંઠાના (Banaskantha) સરહદી વિસ્તાર વાવ થરાદ અને સુઈગામમાંથી ભારતમાલા પ્રોજેક્ટનો નેશનલ હાઈવે નીકળે છે. હાઈવે અંતર્ગત 489 હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતો (Farmers) મુશ્કેલીમાં છે. રોડના નિર્માણ કાર્યથી કેટલાક ખેતરોના ભાગ થઈ ગયા છે. આ ઉપરાંત જ્યાંથી રસ્તો પસાર થાય છે, ત્યાં અંડરપાસ ન મુકતા ખેડૂતો પરેશાન બન્યા છે.

પોતાના વિસ્તારના ખેડૂતોની સમસ્યાને સંસદ સભ્ય પરબતભાઈ પટેલ ભારત સરકારના માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી સમક્ષ રૂબરૂ તેમજ લેખિત રજૂઆત કરી ખેડૂતોની સમસ્યા હલ કરવા માટે માંગણી કરી છે.

ભારતમાલા પ્રોજેક્ટના કારણે વધી ખેડૂતોની મુશ્કેલી

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સરકારી ઝડપી પરિવહન થાય તે માટે ભારતમાલા પ્રોજેક્ટનું આયોજન કર્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત લાખો હેકટર જમીન સંપાદન થઇ રહી છે. જેના કારણે ખેડૂતોની જમીનો તો જઈ રહી છે, પરંતુ સૌથી મોટી સમસ્યા એ છે કે જે વિસ્તારમાંથી આ રોડ પસાર થાય છે, તે વિસ્તારના ખેડૂતોના ખેતરના બે ભાગ થઈ જાય છે. જેથી એક ખેતરમાંથી બીજા ખેતરમાં જવા માટે ખેડૂત પાસે કોઈ માર્ગ બચતો નથી. જ્યારે બીજી તરફ જે માર્ગ પર ભારતમાલા પ્રોજેક્ટ પસાર થઇ રહ્યો છે, ત્યાં અવર-જવર માટે અંડરપાસ ન મુકાતા સ્થાનિક લોકો પરેશાન બન્યા છે.

નીતિન ગડકરી પાસે ખેડૂતોની મુશ્કેલી મામલે સાંસદ સભ્યની લેખિત અને મૌખિક રજૂઆત

વર્ષોથી સરહદી વિસ્તારના લોકોનું પ્રતિનિધિત્વ કરતા બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલે ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત થઈ રહેલા રોડ નિર્માણ કાર્યથી ખેડૂતોની મુશ્કેલી મામલે માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીને મળી રૂબરૂ રજૂઆત કરી હતી. જેમાં તેમણે ખેડૂતોની સમસ્યા, વરસાદી પાણીના નિકાલ તેમજ અવર-જવર માટે અંડરપાસ મુકવા માટે રજૂઆત કરી હતી.

સાંસદ પરબતભાઇ પટેલની રજૂઆત

1. ભારતમાલા પ્રોજેકટની બંને બાજુ સર્વિસ રોડનું નિર્માણ કરવું જોઈએ.

2. ખેડૂતો ખેતરમાં અવરજવર કરી શકે તે માટે રોડની આજુબાજુ પ્રોટેક્શન વોલ ન બનાવવી જોઈએ.

3. અંડર પાસની સાઈઝમાં વધારો કરવો જોઈએ. 7 × 4.5 મીટરના અંડર પાસ બનાવવા જોઈએ.

4. વરસાદી પાણીના નિકાલ માટેના અંડર પાસની સાઈઝ 3×3 મીટર રાખવી જોઈએ.

Next Article