Banaskantha: પાલનપુરમાં ત્રણ દિવસ પાણી પુરવઠો બંધ રહેશે, નગરપાલિકાને વૈકલ્પિક વ્યવસ્થા કરવા સૂચન

|

Jun 07, 2021 | 5:08 PM

Banaskantha: ધરોઈ ડેમ હેડવર્કસ ખાતે પમ્પિંગ મશીનરીની કામગીરીના કારણે પાલનપુરમાં ત્રણ દિવસ પાણી પુરવઠો બંધ રહેશે. રીપેરીંગની કામગીરીને લઇ 10 જૂન થી 12 જૂન સુધી પાલનપુરમાં પાણી બંધ રહેશે.

Banaskantha: ધરોઈ ડેમ હેડવર્કસ ખાતે પમ્પિંગ મશીનરીની કામગીરીના કારણે પાલનપુરમાં ત્રણ દિવસ પાણી પુરવઠો બંધ રહેશે. રીપેરીંગની કામગીરીને લઇ 10 જૂન થી 12 જૂન સુધી પાલનપુરમાં પાણી બંધ રહેશે.

ધરોઈ ડેમમાંથી પાલનપુર શહેરને પીવા માટે પાણી મળી રહ્યું છે. ચોમાસા પહેલા તંત્ર દ્વારા પ્રિ મોનસૂનની કામગીરી કરવામાં આવતી હોય છે. જેને લઈને ધરોઇ ડેમ ખાતે પમ્પિંગ મશીનરીની રિપેરિંગ કામગીરીના કારણે પાલનપુર શહેરમાં ત્રણ દિવસ સુધી પાણી પુરવઠો બંધ રહેશે.

આ રિપેરિંગની કામગીરી 10 જૂનથી 12 જૂન સુધી ચાલવાની છે. જેને લઈને પાલનપૂર શહેરમાં ત્રણ દિવસ સુધી પાણી પુરવઠો બંધ રહેશે. આ તકે પાલનપૂર નાગર પાલિકાને વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવાની પણ સૂચના આપી દેવાઈ છે.

આ પણ વાંચો : Surat : રમકડાં લેવાની ઉંમરે ભુલકાંઓએ માતા-પિતા પાસે કરી એવી જીદ્દ કે તમે પણ ગર્વ લેશો

Next Video