Banaskantha: પાલનપુર હાઈવે પર કોમર્શિયલ કોમ્પ્લેક્સની રેલિંગ પર મસ્તી કરતા બે યુવક નીચે પટકાયા, એકનું મોત

|

Jul 18, 2022 | 7:55 PM

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે યુવકો કોમર્શિયલ કોમ્પલેક્ષના ત્રીજા માળેથી કઈ રીતે નીચે પટકાયા હતા.

Banaskantha: પાલનપુર હાઈવે પર કોમર્શિયલ કોમ્પ્લેક્સની રેલિંગ પર મસ્તી કરતા બે યુવક નીચે પટકાયા, એકનું મોત
Two youths fell down

Follow us on

બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના પાટનગર પાલનપુર (Palanpur) માં હાઈવે પર કોમર્શિયલ કોમ્પલેક્ષની રેલિંગ પરથી બે યુવકો (youth) નીચે પટકાતા એક યુવકનું મોત થયું છે, જ્યારે 1 ઘાયલ થયો છે. પાટણના યુવકો પાલનપુર હાઇવે પર ખાનગી કોમ્પ્લેક્ષની રેલીંગ પર બેઠા હતા તે સમયે મસ્તી કરવા જતાં આ ઘટના બની હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે યુવકો કોમર્શિયલ કોમ્પલેક્ષના ત્રીજા માળે એક દુકાનમાં કોઈ કામ અર્થે આવ્યા હતા. જેમાંથી બે યુવકો રેલિંગ પરથી નીચે પટકાયા હતા. નીચે પટકાતાં એક યુવકને માથામાં ગંભીર ઇજા થતાં તેનું મોત થઈ ગયું છે જ્યારે તેની સાથે નીચે પડેલો બીજો યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. પાલનપુર પશ્ચિમ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત જાણકારી મુજબ પાટણના યુવકો પોતાના કોઈ કામ અર્થે પાલનપુર હાઈવે પરના એક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આવેલી દુકાન પર આવ્યા હતા. જેમાં દુકાનની બહારના પેસેજની રેલિંગ પર બેઠા હતા ત્યારે આ ઘટના બની હતી. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે યુવકો અક દુકાનમાં જાય છે અને બહાર આવે છે. આવામાં એક યુવાન દુકાનમાંથી બહાર આવીને સીધો જ રેલિંગ પર બેસે છે. આ સમયે પેસેજમાં ઉભેલો એક યુવાન રેલિંગ પર બેસેલા યુવકની પાસે આવે છે અને મસ્તી કરે છે. દરમિયાન રેલિંગ પર બેસેલા યુવાનનું સંતુલન ખોરવાય છે અને તે પાછળની તરફ નમે છે. સામે ઉભેલો યુવાન તેને પકડી રાખવાની કોશિશ કરે છે પણ બંને જણાં નીચે પટકાઈ ગયા હતા.

આ ઘટનામાં એક યુવાનનું માથું નીચે ટકરાતાં તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું જ્યારે બીજા યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસની ટિમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેમજ અન્ય યુવકનું ઘટના સ્થળે મોત થતા તેના મૃતદેહને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. આ ઘટના અંગે પાલનપુર પશ્ચિમ પોલીસે તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો

Next Article