Banaskantha: સ્કૂલો શરૂ થઈ પણ મધ્યાહન ભોજન બંધ રહેતા બાળકો ભૂખ્યા ભણી રહ્યા છે

|

Mar 02, 2022 | 4:20 PM

બનાસકાંઠા જિલ્લામાં મોટી સંખ્યામા લોકો ખેતરમાં રહે છે અને તેઓના બાળકો બે ત્રણ કિલોમીટર દૂરથી સ્કૂલોમાં ભણવા આવે છે પણ ત્યાં મધ્યાન ભોજનની વ્યવસ્થા ન હોવાથી તેમને આખો દિવસ ભૂખ્યા રહેવું પડે છે.

Banaskantha:  સ્કૂલો શરૂ થઈ પણ મધ્યાહન ભોજન બંધ રહેતા બાળકો ભૂખ્યા ભણી રહ્યા છે
સ્કૂલો શરૂ થઈ પણ મધ્યાહન ભોજન બંધ

Follow us on

રાજ્યમાં કોરોના મહામારી બાદ પ્રાથમિક શાળાઓ (Schools) શરૂ થઈ. પરંતુ શિક્ષણ મેળવતા બાળકોએ ભૂખ્યા રહી ભણતરના પાઠ મેળવવા પડી રહ્યા છે. મધ્યાહન ભોજન (mid day meal) બંધ હોવાના કારણે ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ (Students) શાળામાં ભૂખ્યા રહે છે. બાળકોનો આર્તનાદ છે કે સરકાર શાળાઓમાં મધ્યાહન ભોજન ચાલુ કરાવી બાળકોને ભોજન આપે. બનાસકાંઠા (Banaskantha)  જિલ્લામાં મોટી સંખ્યામા લોકો ખેતરમાં રહે છે અને તેઓના બાળકો બે ત્રણ કિલોમીટર દૂરથી સ્કૂલોમાં ભણવા આવે છે પણ ત્યાં મધ્યાન ભોજનની વ્યવસ્થા ન હોવાથી તેમને આખો દિવસ ભૂખ્યા રહેવું પડે છે.

રાજ્ય સરકારની પ્રાથમિક શાળાઓમાં ચાલતી મધ્યાહન ભોજન યોજના ગરીબ અને ખેતરમાંથી અભ્યાસ અર્થે શાળામાં આવતા બાળકો માટે ખૂબ મહત્ત્વની છે. અનેક એવા બાળકો છે કે જેઓ પોતાના ઘરથી શાળાએ ભૂખ્યા આવે છે. શાળામાં મધ્યાહન ભોજન મેળવી શિક્ષણના પાઠ સાથે પોતાની ભૂખને પણ સંતોષ આપે છે. પરંતુ કોરોના મહામારી બાદ છ માસ જેટલો લાંબો સમય સાડા શાળા ખૂલ્યાને થઈ ગયો હોવા છતાં હજુ શાળાઓમાં મધ્યાહન ભોજન બંધ છે. જેના કારણે બાળકો ભૂખ્યા રહી શિક્ષણના પાઠ મેળવી રહ્યા છે.

મધ્યાહન ભોજન બંધ હોવાના કારણે ખેતરમાંથી આવતા બાળકો સૌથી વધુ મુશ્કેલી વેઠી રહ્યા છે. અનેક ગરીબ બાળકો શાળામાં મધ્યાન ભોજન બંધ હોવાથી શાળાએ આવતા નથી. પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ શાળાના આચાર્યો પણ માની રહ્યા છે કે શાળામાં મધ્યાહન ભોજન યોજના બંધ હોવાથી બાળકો અગવડતા ભોગવી રહ્યા છે. અનેક બાળકો સવારે 11 થી 5 સુધી શાળામાં શિક્ષણ સમય ભૂખ્યા રહી ભણતર કરી રહ્યા છે. સરકાર સત્વરે આ યોજના ફરી કાર્ય કરે તો બાળકોને શાળામાં ભૂખ્યા ન રહેવું પડે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

મધ્યાહન ભોજન બંધ રહેતા શાળામાં બાળકો (children) ઓછા આવે છે અને ભૂખ્યા બાળકોને રહેવું પડે છે જેથી અનેક ગરીબ બાળકો શાળામાં મધ્યાન ભોજન બંધ હોવાથી શાળાએ આવતા નથી. પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ શાળાના આચાર્યો પણ માની રહ્યા છે કે શાળામાં મધ્યાહન ભોજન યોજના બંધ હોવાથી બાળકો અગવડતા ભોગવી રહ્યા છે.

આ પણ વાંચોઃ વિધાનસભા સત્રની શરૂઆત, રાજ્યપાલના ભાષણ દરમ્યાન જ કોંગ્રેસના ઉગ્ર દેખાવો, ગૃહમંત્રી રાજીનામુ આપે તેવા સૂત્રોચ્ચાર

આ પણ વાંચોઃ ચાલુ યુદ્ધમાં કચ્છની મહિલા પાયલોટે યુક્રેનમાં પ્લેન લેન્ડ કર્યુ, એક કલાકમાં 242 વિદ્યાર્થીને લઇ ભારત પરત ફરી, જાણો તેના સાહસની વાત

Published On - 4:19 pm, Wed, 2 March 22

Next Article