મોંઘવારીથી પ્રજા પરેશાન થઈ રહી છે. પેટ્રોલ-ડીઝલના(Petrol ) ભાવમાં વધારો(Price Hike) થવાથી દરેક વસ્તુના ભાવ વધી રહ્યા છે. તેમાં પણ ડીઝલના (Diesel,) ભાવ તો હવે પેટ્રોલને પણ વટાવી ગયા છે. તેવામાં જગતના તાતની મુશ્કેલી બમણી થઈ ગઈ છે. ખેતીમાંથી જે ઉપજ થાય છે તેના પોષણક્ષમ ભાવ મળતા નથી, બીજી તરફ ડીઝલના ભાવ વધવાથી ખેડૂતો માટે ખેતી કરવી અઘરી બની ગઈ છે. બનાસકાંઠાના(Banaskantha) ખેડૂતોનું કહેવું છે કે જો આ જ રીતે મોંઘવારી વધતી રહશે તો ખેડૂતો ખેતી કરતા બંધ થઈ જશે.
બળદથી ખેતી કરવી આજના જમાનામાં શક્ય નથી. સરકારે ખેડૂતોને આધુનિક તો બનાવી દીધા સાથે જ ઈંધણના ભાવ વધારીને ખેડૂતની ચિંતા પણ વધારી દીધી. આજનો આધુનિક ખેડૂત ટ્રેક્ટરથી લઈને થ્રેસર અને ડીઝલ પંપનો ઉપયોગ કરતો થયો છે.. આ સ્થિતિમાં હવે ખેડૂતને ખેતી કરવી પણ મોંઘી પડી રહી છે.. જેથી ધરતીપુત્રો સરકારને અપીલ કરી રહ્યા છે કે ઈંધણના ભાવમાં કંઈક ઘટતું કરે.
સમયની સાથે આજનો ખેડૂત આધુનિક બની ગયો છે.. આ જ આધુનિકતા હવે ખેડૂતોને નડી રહી છે.. કારણકે પેટ્રોલ-ડીઝલના ભાવ દિવસેને દિવસે વધી ગયા છે.. ખેડૂતોના મોટાભાગના સાધનો ડીઝલથી ચાલે છે અને તેને કારણે ખેડૂતો માટે ખેતી કરવી વધુ મોંઘી બની રહી છે.
આ પણ વાંચો : આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું, “લોકોને શોધી શોધીને વેક્સિન આપવામાં આવશે”