બનાસકાંઠાના ડીસામાં બ્રહ્મ સમાજે નવા નિયમો લાગુ કર્યા છે. સમાજ સુધારણા અને લગ્ન સહિતના પ્રસંગોમાં થતા ખર્ચા બંધ કરવા માટેના નિયમો બ્રહ્મ સમાજ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. બનાસકાંઠામાં બ્રહ્મ સમાજ દ્વારા લગ્ન પ્રસંગે ડી.જે, દાંડિયારાસ, વરઘોડો કાઢવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, વર અને વહુની એન્ટ્રી અને હલ્દી સહિત રૂમ સજાવટ ન કરવાનો પણ નિર્ણય કરાયો છે.
પુત્ર પુત્રીના લગ્નને કારણે આર્થિક ભારણ નહીં વધે તેને માટે આ પગલું લેવામાં આવ્યું છે. સાથે જ વર-વહુને બ્યુટી પાર્લરવાળાને બોલાવવા પર પણ સામાજિક પાબંધી કરાઈ છે. વધુમાં મરણ વિધિ પોણા મહિનાના બદલે 12 દિવસમાં સંપન્ન કરી દેવા નિર્ણય કરાયો છે. ઉલ્લેખનીય છે કે, બ્રહ્મ સમાજના લોકોને આ નિયમોનું પાલન કરવા અપીલ પણ કરવામાં આવી.
સમાજ સુધારણા, લગ્ન પ્રસંગોમાં ખોટા ખર્ચા બંધ કરવા નિર્ણય કરવાના હેતુથી બનાસકાંઠાના ડીસામાં બ્રહ્મ સમાજે નવો નિયમ લાગુ કર્યો છે. ભૂલથી પણ લગ્ન પ્રસંગે ડી.જે., દાંડિયારાસ, વરઘોડો કાઢવામાં નહીં આવે તેવું પણ સૂચન કરાયું છે. લગ્ન પ્રસંગમાં મસમોટી વર-વહૂની એન્ટ્રી ખર્ચ સાથે હલ્દી, રૂમ સજાવટ નહી કરવાની પણ વાત કરી છે.
ખાસ કરીને મરણ વિધિ પોણા મહિના સુધી લાંબી ચલાવવાને બદલે 12 દિવસમાં સંપન્ન કરવા નિયમ બનાવ્યો છે. જે કઈક બંધારણ કહેવાય છે બ્રહ્મ સમાજનું જે તમામ લોકોએ આ નિયમોનું પાલન કરવા અપીલ પણ કરાઇ હતી.
આ પણ વાંચો : Ambaji શક્તિપીઠના પરિસરમાં કાચના બ્રિજનું નજરાણું બન્યું આકર્ષણનું કેન્દ્ર, જુઓ Video
લગ્નમાં લાઇવ ઠંડાપીણાં, વધારાના નાસ્તા નહીં રાખવા સાથે જમણવારમાં 3 મીઠાઇ, 2 શાક, દાળભાત, ફરસાણ, પુરી-રોટલી રાખવા સૂચન કરાયું છે. ખાસ વાત પર ધ્યાન મુકાયું હતું કે, ફટાકડા, સ્પ્રેનો ઉપયોગ નહીં કરવો જે નિયમનું ખાસ પાલન કરવા જણાવ્યુ છે. સમાજના ઉથાપન માટે અને સમાજનો કોઈ પણ નાનામાં નાનો વ્યક્તિ પોતાના પુત્ર અને પુત્રીના લગ્ન દરમ્યાન દેવામાં ના ઉતરે તેને લઈ આ નિર્ણય બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવ્યો છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…