Banaskantha : ખાલીખમ ડેમ વચ્ચે વરસાદ ખેંચાતા જગતના તાતની ચિંતામાં વધારો, પાકમાં નુકશાન થવાની શક્યતા

|

Jul 08, 2021 | 4:27 PM

છેલ્લા બે વર્ષથી ઓછા વરસાદના કારણે ભુગર્ભ જળ ઉંડા ગયા છે. આ સમસ્યાઓ વચ્ચે હવે વરસાદ ખેંચાતા વરસાદ આધારીત ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.

Banaskantha : ખાલીખમ ડેમ વચ્ચે વરસાદ ખેંચાતા જગતના તાતની ચિંતામાં વધારો, પાકમાં નુકશાન થવાની શક્યતા
Banaskantha

Follow us on

ઉત્તર ગુજરાત (North Gujarat) સહિત બનાસકાંઠા જીલ્લામાં પાણીની પારાયણ ચોમાસાની (Monsoon) શરૂઆતમાં પણ યથાવત છે. જીલ્લાના ડેમ ખાલીખમ છે, જ્યારે વરસાદ (Rain) ખેંચાતા ખેડૂતોની (Farmers) સ્થિતિ કફોડી બની છે. બનાસકાંઠા જીલ્લામાં મોટા ભાગના ખેડૂતો વરસાદ આધારીત ખેતી (Farming) કરે છે. જ્યારે ભૂગર્ભ જળના ઉપયોગ થકી પણ ખેડૂતો ખેતી કરે છે. પરંતુ છેલ્લા બે વર્ષથી ઓછા વરસાદના કારણે ભુગર્ભ જળ ઉંડા ગયા છે. આ તમામ સમસ્યાઓ વચ્ચે હવે વરસાદ ખેંચાતા વરસાદ આધારીત ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.

જીલ્લાના ડેમમાં પાણી ખાલીખમ, આફતના એંધાણ

જીલ્લાના મુખ્ય ડેમ એવા દાંતીવાડા સીપુ અને મુક્તેશ્વર ડેમ ખાલીખમ છે. જ્યારે વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખેડૂતોનું કહેવું છે કે જો આ જ પ્રકારની સ્થિતિ હજુ આગામી અઠવાડિયા સુધી રહે તો આ વિસ્તારના ખેડૂતોને મોટું નુકસાન થશે. મોંઘા ભાવના બિયારણો અને ખાતરનો ઉપયોગ કરી વરસાદ આધારીત ખેતી માટે વાવણી કરી. પરંતુ હવે વરસાદ ન થતા મુશ્કેલીનો કોઈ પાર રહ્યો નથી.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

બનાસકાંઠા જીલ્લાના ડેમમાં પાણીનું જળ સ્તર

સીપુ :- 0 ટકા (સંપૂર્ણ ખાલી)

દાંતીવાડા :- 9 ટકા

મુક્તેશ્વર :- 10 ટકા

હજુ વરસાદ 10 દિવસ વરસાદ ખેંચાય તો ખેતીને નુકસાન : જીલ્લા ખેતીવાડી અધિકારી

વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે, પરંતુ તંત્ર પણ હવે વરસાદને લઈને વિચારાધીન છે. જીલ્લા ખેતીવાડી અધિકારી પ્રકાશ પટેલનું કહેવું છે કે, હજુ જીલ્લામાં દસ દિવસ વરસાદ ખેંચાય તો ખેતીના પાકોને નુકસાન થઈ શકે છે. હવામાં ભેજનું પ્રમાણ ઓછું હોવાથી પાકનો પૂરતા પ્રમાણમાં વિકાસ થઈ શકે નહીં.

આ ઉપરાંત વરસાદ ન થાય તો વરસાદ આધારીત ખેતી કરતા ખેડૂતોએ ક્રોપિંગ પદ્ધતિ ચેન્જ કરવી પડે. વરસાદ ન થાય તો ખેડૂતોએ ઘાસચારા, કઠોળ તેમજ દિવેલાના પાકોના વાવેતર તરફ ખેડૂતોએ વળવું પડે.

બનાસકાંઠા જિલ્લાનો વાવેતર વિસ્તાર

બિન પિયત વિસ્તાર : 1.50 લાખ હેકટર

પિયત વિસ્તાર : 4.50 લાખ હેકટર

Published On - 4:24 pm, Thu, 8 July 21

Next Article