બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકાનો વિવાદ વકર્યો, નગર સેવકોને એડમિનિસ્ટ્રેશન મ્યુનિસિપલ કમિશનર સમક્ષ હાજર થવા આદેશ

બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકાનો વિવાદ વકર્યો, નગર સેવકોને એડમિનિસ્ટ્રેશન મ્યુનિસિપલ કમિશનર સમક્ષ હાજર થવા આદેશ

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2021 | 9:01 AM

ભાજપ-કૉંગ્રેસના તમામ 25 નગરસેવકોને એડમિનિસ્ટ્રેશન મ્યુનિસિપલ કમિશનર સમક્ષ 7 ઓક્ટોબરે હાજર રહેવા આદેશ કરાયો છે

બનાસકાંઠાની(Banaskantha)ધાનેરા નગરપાલિકાનો(Dhanera Nagarpalika)વિવાદ વધુ વકર્યો છે.. વિકાસ કાર્યોમાં ગેરરીતિ આચરવાના મુદ્દે પાલિકાના નગરસેવકોને ગાંધીનગરનું(Gandhinagar)તેડું આવ્યું છે.ભાજપ-કૉંગ્રેસના તમામ 25 નગરસેવકોને એડમિનિસ્ટ્રેશન મ્યુનિસિપલ કમિશનર સમક્ષ 7 ઓક્ટોબરે હાજર રહેવા આદેશ કરાયો છે.

મહત્વનું છે કે પાલિકામાં છેલ્લા 3 વર્ષથી વિવાદ ચાલે છે. આ અગાઉ પણ કૉંગ્રેસના 15 નગરસેવકોનું સભ્યપદ દૂર તથાં મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકામાં સત્તાને લઈને સતત ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વિવાદ રહ્યો છે. જેમાં જૂન માસમાં ફરી ભાજપ સત્તા સ્થાને આવ્યું હતું. જેમાં અગાઉ કોંગ્રેસના પ્રમુખ જગલબેનનું અવસાન થતાં પ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાઇ હતી. તેમજ ચૂંટણી પહેલા કોંગ્રેસ ના 15 સભ્યો સસ્પેન્ડ રહેતા સત્તા ભાજપ પાસે આવી હતી.

ચૂંટણી પ્રક્રિયા માં ફક્ત ભાજપ ના સભ્યો જ હાજર રહ્યા હતા. કોંગ્રેસના સભ્યો સસ્પેન્ડ થતા આવવા દીધા ન હતા. ભાજપના જ બે મહિલા સદસ્ય જ્યોત્સનાબેન ત્રિવેદી અને કિરણબેન સોની વચ્ચે ચૂંટણી યોજાઇ હતી. તેમજ બંને ઉમેદવારો ને 6 – 6 મત મળતા ટાઇ પડી હતી અને ટાઇ બાદ ચિઠ્ઠી ઉછાડતા કિરણબેન સોનીનું નામ નીકળતા તે પ્રમુખ બન્યા હતા.

આ  પણ વાંચો : ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો સંગ્રામ, 122 બેઠકની ચૂંટણી અને 96 બેઠકની પેટાચૂંટણી

આ પણ વાંચો : GANDHINAGAR મહાનગરપાલિકાની ચૂંટણીમાં 34 સંવેદનશીલ બુથ પર સતત વીડિયોગ્રાફી કરવામાં આવશે

g clip-path="url(#clip0_868_265)">