BANASKANTHA : 500 રૂપિયાની લાંચ મામલે ઇજનેરને કોર્ટે ફટકારી ત્રણ વર્ષની કેદ

|

Feb 05, 2022 | 4:36 PM

વર્ષ 2011 માં ધાનેરા તાલુકા પંચાયતમાં અધિક મદદનીશ ઇજનેર તરીકે નિતીન ડાયાભાઈ ચૌહાણ નામના વ્યક્તિ ફરજ બજાવતા હતા. તાલુકા પંચાયતના બાંધકામ વિભાગના તાબા હેઠળ ચાલતા કામ પૈકી ઇન્દિરા આવાસ યોજના ચાલતી હતી.

BANASKANTHA : 500 રૂપિયાની લાંચ મામલે ઇજનેરને કોર્ટે ફટકારી ત્રણ વર્ષની કેદ
BANASKANTHA: Court sentences engineer to three years in jail for Rs 500 bribery

Follow us on

BANASKANTHA : સરકારની પ્રજાલક્ષી યોજનાઓમાં સરકારી બાબુઓ લાંચ લેતા વારંવાર ઝડપાતા હોય છે. જેમની સામે લાંચ રુશવત વિરોધી બ્યૂરો (Anti-Corruption Bureau)દ્વારા ફરિયાદ (Complaint)નોંધી કાર્યવાહી કરવામાં આવતી હોય છે. આવી જ એક ફરિયાદ મામલે ડીસા એડિશનલ સેસન્સ કોર્ટમાં (Deesa Additional Sessions Court)કેસ ચાલી જતા લાંચ લેતા ઝડપાયેલા અધિક મદદનીશ ઇજનેર નીતિન ચૌહાણને કોર્ટે ત્રણ વર્ષની સજા (Punishment)ફટકારી છે.

સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો વર્ષ 2011 માં ધાનેરા તાલુકા પંચાયતમાં (Dhanera Taluka Panchayat)અધિક મદદનીશ ઇજનેર (Additional Assistant Engineer)તરીકે નિતીન ડાયાભાઈ ચૌહાણ (Nitin Diabhai Chauhan)નામના વ્યક્તિ ફરજ બજાવતા હતા. તાલુકા પંચાયતના બાંધકામ વિભાગના તાબા હેઠળ ચાલતા કામ પૈકી ઇન્દિરા આવાસ યોજના ચાલતી હતી. જે આવાસ યોજના લાભાર્થીને 21 હજારનો ચેક આપવા પેટે ઇજનેરે 500 રૂપિયાની લાંચ લેતા માંગી હતી. જેમાં ઈજનેર પાલનપુર એસીબી પોલીસે લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા હતા.

ફરિયાદી કોર્ટમાં ફરી ગયો પરંતુ સરકારી પુરાવાના આધારે કોર્ટે ફટકારી સજા

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

જે બાદ મદદનીશ ઈજનેર સામે ભ્રષ્ટાચાર અધિનિયમ અંતર્ગત ડીસા સેસન્સ કોર્ટ મે. જજ બી જી દેવની કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. જેમાં મુખ્ય ફરિયાદી ફરી ગયો હોવા છતાં સરકારી વકીલની દલીલ અને પોલીસ અધિકારીના નિવેદનોના આધારે ડીસા એડિશનલ સેસન્સ કોર્ટ દ્વારા આરોપી ઈજનેરને ત્રણ વર્ષની સાદી કેદ અને રૂપિયા 15 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. 11 વર્ષ બાદ લાંચ મામલે ઈજનેરને કોર્ટે સજા ફટકારતા સમગ્ર કોર્ટ સંકુલમાં આ કેસની ચર્ચા વહેતી થઈ હતી.

સરકારી તંત્રમાં આવી ગયા બાદ અનેક સરકારી બાબુઓ બેફામ બની મોટાપાયે ભ્રષ્ટાચાર આચરતા હોય છે. પરંતુ લાંચ રૂશવત વિરોધી બ્યૂરો દ્વારા કરવામાં આવતા કેસના કારણે વર્ષો બાદ પણ સરકારી બાબુઓ જેલના સળીયા પાછળ ધકેલાયા છે. લાંચ મામલે કોર્ટનું વલણ પણ કડક બન્યું છે. આ ચુકાદા થી સરકારની પ્રજાલક્ષી યોજનાઓમાં ભ્રષ્ટાચાર કરતાં કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.

આ પણ વાંચો : Junagadh: ઉપરકોટના રિસ્ટોરેશનની કામગીરી દરમિયાન રાણકદેવીના મહેલનો ઘુમ્મટ પડતાં 1 મોત, 3 ઘાયલ

આ પણ વાંચો : અમદાવાદના Narendra Modi સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા 6 ફેબ્રુઆરી રચશે ઇતિહાસ,  બનાવશે આ વર્લ્ડ રેકોર્ડ

 

Published On - 3:38 pm, Sat, 5 February 22

Next Article