Breaking News: બનાસકાંઠામાં 14 Sep. સોમવારે બંધ રહેશે 65 જેટલા CNG પંપ, IRM કંપની સાથે વાટાઘાટો રહી નિષ્ફળ

બનાસકાંઠામાં ફરી એકવાર IRM કંપની સાથેની વાટાઘાટો બંધ રહેતા 65 જેટલા CNG પંપ બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યુ છે. પંપ સંચાલકોએ લેખિત બાંહેધરી ન મળે ત્યાં સુધી પંપ બંધ રાખવા જણાવ્યુ છે.

Breaking News: બનાસકાંઠામાં 14 Sep. સોમવારે બંધ રહેશે 65 જેટલા CNG પંપ, IRM કંપની સાથે વાટાઘાટો રહી નિષ્ફળ
| Edited By: | Updated on: Sep 13, 2026 | 8:56 PM

બનાસકાંઠામાં આવતીકાલ 14 સપ્ટેમ્બરથી 65 જેટલા CNG પંપ બંધ રહેશે. IRM કંપની સાથેની વાટાઘાટો નિષ્ફળ રહેતા પંપ સંચાલકોએ અનિશ્ચિત મુદ્દત સુધી પંપ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ અગાઉ પણ એક દિવસ માટે પંપ બંધ રાખવામાં આવ્યા હતા. કંપનીની બાંહેધરી બાદ વાટાઘાટો નિષ્ફળ રહેતા ફરી પંપ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આવતીકાલે 65 CNG પંપ બંધ રહેશે જો કે, જો કોઈ સંતોષકારક સમાધાન નહીં આવે તો પંપ સંચાલકો અનિશ્ચિત કાળની હડતાળ પર જવાનું એલાન આપ્યુ છે.

અગાઉ જ્યારે પંપ બંધ રાખવાનું એલાન આપ્યુ ત્યારે પંપ સંચાલકોએ જણાવ્યું કે, “કંપની દ્વારા અમારી જે માંગો હતી, એ બાબતે તટસ્થ નિર્ણય કરવાની વાત, તટસ્થ નિર્ણય નથી કર્યો અને એવું કીધું છે ઉપરછલ્લું કે ભાઈ અમે કરીશું. પરંતુ ક્યારે કરીશું? શું કરીશું? એનો કોઈ નિર્ણય આપ્યો નથી. એટલે અમારી માંગો કંપની દ્વારા હજી સુધી સ્વીકારવામાં નથી આવી.”

આથી, પંપ સંચાલકો પોતાના અગાઉના નિર્ણય પર અડીખમ રહ્યા છે. આવતીકાલે બનાસકાંઠા અને વાવ-થરાદના તમામ 65 CNG પંપ બંધ રહેશે. આ પંપ બંધ રહેવાની સીધી અસર CNG વાહનચાલકો પર પડશે, જેને કારણે તેમને ઇંધણની ઉપલબ્ધતા અને મુસાફરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

Breaking News: અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, કાળા ડિબાંગ વાદળો વચ્ચે છવાયો અંધારપટ- જુઓ Video

Published On - 8:53 pm, Sun, 13 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.