Banaskantha: પાણી માટે 5 કિલોમીટર સુધી મૌન રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપ્યું

|

Feb 28, 2022 | 4:50 PM

સતત બે દિવસથી ઓછા વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લામાં પાણી યક્ષ પ્રશ્ન બન્યો છે. ભુગર્ભ જળ ઉંડા જઈ રહ્યા છે. જ્યારે નદી ડેમ અને તળાવ ખાલીખમ છે. પીવાના પાણીથી લઇ સિંચાઇના પાણી માટે આ વિસ્તારના ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે.

Banaskantha:  પાણી માટે 5 કિલોમીટર સુધી મૌન રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપ્યું
પાલનપુરમાં પાણી માટે 5 કિલોમીટર સુધી મૌન રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું

Follow us on

ઉનાળાની શરૂઆતમાં જ બનાસકાંઠા (Banaskantha) સહિત ઉત્તર ગુજરાતમાં પાણીનો પ્રશ્ન ઊભો થયો છે. પીવાના પાણીથી લઇ સિંચાઇના પાણી માટે આજે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો (Farmers)અને કોંગ્રેસના ધારાસભ્યોએ 5 કીલોમીટર સુધી મૌન રેલી યોજી કલેકટર (collector) ને આવેદનપત્ર આપ્યું.

સતત બે દિવસથી ઓછા વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લામાં પાણી યક્ષ પ્રશ્ન બન્યો છે. ભુગર્ભ જળ ઉંડા જઈ રહ્યા છે. જ્યારે નદી ડેમ અને તળાવ ખાલીખમ છે. પીવાના પાણીથી લઇ સિંચાઇના પાણી માટે આ વિસ્તારના ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે. જે મામલે આજે નર્મદાનાં નીરને બનાસકાંઠાના તળાવો ડેમ તેમજ નદીઓથી જોડવા માટે ખેડૂતોએ કોંગ્રેસના ધારાસભ્યો સાથે મૌન રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપ્યુ. જેમાં ખેડૂતોએ માંગ કરી કે સરકાર બનાસકાંઠાના ખેડૂતોને પાણીની સમસ્યાથી બહાર લાવે.

જિલ્લા મથક પાલનપુરમાં નીકળી આજે મૌન રેલીમાં કોંગ્રેસ (Congress) ના તમામ ધારાસભ્યો તેમજ આગેવાનો પણ જોડાયા હતા. કોંગ્રેસની માંગ છે કે છેલ્લા કેટલાય સમયથી ધારાસભ્યો વિધાનસભાથી લઈ સ્થાનિક સરકારી કચેરીઓમાં રજૂઆત કરી રહ્યા છે. પરંતુ પ્રજાના પ્રશ્ને ભાજપની સરકાર વાચા આપતી નથી. જેથી આજે ખેડૂતોના પ્રશ્ને મામલે કોંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનોએ ખેડૂત રેલી યોજી સરકાર સામે પાણી માટેની માંગ મક્કમ કરી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આજે ખેડૂતોના મૌન રેલી અને કોંગ્રેસના આગેવાનો ના સરકાર પર આક્ષેપ મામલે બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ જણાવ્યું હતું કે બનાસકાંઠાના પાણીના પ્રશ્નાવલી સરકાર પણ ચિંતિત છે. આ મામલે રાજ્યના સિંચાઇ વિભાગ થી લઇ ઈરીગેશન વિભાગ સુધી પાણીના પ્રશ્નોના નિરાકરણ માટે કામગીરી ચાલી રહી છે. સરકાર સત્વરે બનાસકાંઠાના પાણીની સમસ્યા દૂર કરશે. કોંગ્રેસ માત્ર વાતો કરે છે પરંતુ પાણીની સમસ્યા અમારો ભાજપ પક્ષ દૂર કરશે.

આકરો બનતો ઉનાળો અને નજીક આવતી વિધાનસભાની ચૂંટણીને લઈને પાણીનો પ્રશ્ન રાજકીય પક્ષો માટે મોટું હથિયાર બની રહ્યું છે. આજે ખેડૂતો સાથે કોંગ્રેસે મૌન રેલી યોજી. જોવાનું એ રહેશે કે ખેડૂતો અને કોંગ્રેસના પાણી માંગ મામલે સરકાર શું પગલાં ભરે છે.


આ પણ વાંચોઃ ઓપરેશન ગંગા હેઠળ ગુજરાતનાં અટવાયેલા વિદ્યાર્થીઓ પરત ફરવાના શરૂ, 100 વિદ્યાર્થી પહોચ્યા ગુજરાત, આંતરરાષ્ટ્રીય સંબંધ ભારતને કામ લાગ્યા: જીતુ વાઘાણી

આ પણ વાંચોઃ Rajkot: 500 કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપના મુદ્દે રૂપાણીએ કોંગ્રેસના નેતાઓને નોટિસ ફટકારી, પુરાવા નહીં આપે તો બદનક્ષીનો દાવો કરશે

Next Article