AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાધનપુરના શેરગઢમાં યુવતી પર વિધર્મીના હુમલાની ઘટનામાં ભાભર બંધ, સવારથી જ બજારો સુમસામ

રાધનપુરના શેરગઢમાં યુવતી પર વિધર્મીના હુમલાની ઘટનામાં ભાભર બંધ, સવારથી જ બજારો સુમસામ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2022 | 1:51 PM
Share

ભાભરમાં બંધના એલાનના પગલે બજારો બંધ રહી હતી, બંધને સારો પ્રતિસાદ મળ્યો હતો, હિન્દુ લોકોએ પોતાની દુકાનો બંધ રાખી બંધને સમર્થન આપ્યું હતું, બંધના પગલે પોલીસે પણ ખાસ પેટ્રોલિંગ શરૂ કર્યું હતું અને ક્યાંય અનિચ્છનિય બનાવ ન બને તે માટે સતત વોચ રાખી હતી

રાધનપુરના શેરગઢ ગામે ચૌધરી સમાજની યુવતી પર હુમલાની ઘટનાને પગલે ભાભર શહેરમાં આજે હિન્દુ સંગઠન દ્વારા બંધનું એલાન અપાયુ હતું જેના પગલે બજારો બંધ રહી હતી. પીડિત યુવતીને ન્યાયની માંગ સાથે ભાભર બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેમાં તમામ લોકો બંધમાં જોડાય તેવી અપીલ કરવામાં આવી હતી.

ભાભરમાં બંધના એલાનના પગલે બજારો બંધ રહી હતી. બંધને સારો પ્રતિસાદ મળ્યો હતો. હિન્દુ લોકોએ પોતાની દુકાનો બંધ રાખી બંધને સમર્થન આપ્યું હતું. બંધના પગલે પોલીસે પણ ખાસ પેટ્રોલિંગ શરૂ કર્યું હતું અને ક્યાંય અનિચ્છનિય બનાવ ન બને તે માટે સતત વોચ રાખી હતી.

ઉલ્લેખનીય છે કે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના શેરગઢ ગામે એક વિધર્મી યુવાને શેરગઢ ગામે યુવતીને માર મારવાની ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. યુવતી તેના ઘરે ઘરકામ કરતી હતી તે સમયે એકલતાનો લાભ લઇ વિધર્મી યુવાન યાસીન બલોચ ઘરમાં ઘૂસી આવ્યો હતો અને યુવતી સાથે બળજબરી કરવા લાગ્યો હતો. યુવતીએ બૂમાબૂમ કરતા યુવતી ઉપર જીવલેણ હુમલો કરી લોહીલુહાણ કરી નાંખી હતી.

આ ઘટનામાં શનિવારે રાધનપુર બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેમાં આજે હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને પોલીસને આવેદન આપી કડક કાર્યવાહીની માગ કરી હતી. મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોની સાથે ભાજપના નેતા શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર પણ સ્થળ પર પહોંચ્યા હતા. આ જ રીતે આજે ભાભર બંધનું એલાન અપાયું છે.

આ પણ વાંચોઃ કિશન ભરવાડ હત્યા કેસ: દિલ્હીના મૌલવી કમર ગનીની ATSએ કરી ધરપકડ, ધંધુકા ગામ સજ્જડ બંધ જોવા મળ્યુ

આ પણ વાંચોઃ Dhandhuka: કિશન ભરવાડ કેસના હત્યારાઓને પોલીસ આજે ધંધુકા લાવશે, ધંધુકા, ભાવનગર અને તારાપુર આજે સજ્જડ બંધ પાળશે

g clip-path="url(#clip0_868_265)">