ગુજરાતના(Gujarat) પ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજી(Ambaji) ખાતે બીજા વર્ષે પણ નવરાત્રીમાં ગરબા મહોત્સવ નહી ઉજવાય. પરંતુ દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લુ જ રહેશે. જેથી શ્રધ્ધાળુઓ નવરાત્રીના દિવસોમાં માતાજીના દર્શન નો લાભ લઈ શકશે.નવરાત્રીના પ્રથમ દિવસે 10.30 કલાકે નીજ મંદિરમાં ઘટ સ્થાપના કરાશે અને નવરાત્રી દરમ્યાન યાત્રીકોને સરળતાથી દર્શન થઈ શકે તેમાટે દર્શન આરતીના સમયમાં ફેરફાર કરાયો છે.
અંબાજી મંદિરમાં આરતી અને દર્શનનો સમય આ પ્રમાણે રહેશે
સવારે આરતી 7.30 થી 8.00
સવારે દર્શન 8.00 થી 11.30
બપોરે દર્શન- 12.30 થી 4.15
સાંજે આરતી- 6.30 થી 7.00
જ્યારે સાંજે દર્શન 7.00 થી રાત્રી ના 9.00 કલાક સુધી કરી શકાશે
ઉલ્લેખનીય છે કે દુર્ગાષ્ટમીના રોજ સવારની આરતી 6.00 કલાકે અને જવારા ઉત્થાપન 11.10 કલાકે થશે.
નવરાત્રી મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે જેના નામે વિશ્વભરમાં ગરબા રમાય છે. તેવી માં અંબાના મુળ સ્થાન શક્તિપીઠ અંબાજી ખાતે બીજા વર્ષે પણ નવરાત્રી ગરબા મહોત્સવ નહી મનાવાય. હાલમા કોરોનાની મહામારીના કારણે સરકારની નવી ગાઈડ લાઈન પ્રમાણે અંબાજીમાં ચાચર ચોકમાં ગરબા રમી નહી શકાય.
ગુરુવારથી માં અંબેનો ચાચર ચોક ખૈલેયાઓ વગર સુમસામ જોવા મળશે. પણ દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લુ જ રહેશે. જેથી શ્રધ્ધાળુઓ નવરાત્રીના દિવસોમાં માતાજીના દર્શનનો લાભ લઈ શકશે
હાલમાં કોરોનાની મહામારીના કારણે સરકારની ગાઈડ લાઈન પ્રમાણે ચાચર ચોકમાં ગરબાનો કાર્યક્રમ સતત બીજા વર્ષે પણ મુલત્વી રાખવામાં આવ્યો છે. પણ મંદિર માં દર્શન આરતીનો લ્હાવો લઈ શકશે.
આ પણ વાંચો : બનાસકાંઠામાં વીજકાપથી ખેડૂતો પરેશાન, પિયત માટે પાણી મેળવવાની સમસ્યા
આ પણ વાંચો: ગુજરાતના મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાયેલા કરોડોના ડ્રગ્સ કેસની તપાસ હવે NIA કરશે.