Banaskantha : અંબાજી મેળામાં હાથ ધરાયો નવતર પ્રયોગ, ડિજીટલ પેમેન્ટથી વેન્ડિંગ મશીનમાંથી મળશે મોહનથાળનો પ્રસાદ

|

Sep 22, 2023 | 2:17 PM

બનાસકાંઠાના અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈ જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી છે. અંબાજીમાં 23મીથી ભાદરવી પૂનમા મહામેળોનો પ્રારંભ થવાનો છે. ત્યારે અંબાજીમાં સૌ પ્રથમવાર આ વર્ષે કેટલાક ખાસ આકર્ષણો અને પહેલા આપવામાં ના આવી હોય તેવી સુવિધાઓથી મેળાને યાદગાર બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યુ છે.

Banaskantha : અંબાજી મેળામાં હાથ ધરાયો નવતર પ્રયોગ, ડિજીટલ પેમેન્ટથી વેન્ડિંગ મશીનમાંથી મળશે મોહનથાળનો પ્રસાદ
Ambaji

Follow us on

Banaskantha : દર વર્ષની જેમ આ વર્ષે પણ બનાસકાંઠાના અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈ જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી છે. અંબાજીમાં 23મીથી ભાદરવી પૂનમા મહામેળોનો પ્રારંભ થવાનો છે. ત્યારે અંબાજીમાં સૌ પ્રથમવાર આ વર્ષે કેટલાક ખાસ આકર્ષણો અને પહેલા આપવામાં ના આવી હોય તેવી સુવિધાઓથી મેળાને યાદગાર બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો : Banaskantha: અંબાજીમાં મેળાની તૈયારીઓ શરૂ, દિવ્યાંગ અને વડીલો મેળા દરમિયાન કરી શકશે મફતમાં મુસાફરી, જુઓ Video

સામાન્ય રીતે કોઈ પણ મંદિરમાં પ્રસાદનું એક આગવુ મહત્વ હોય છે. ત્યા અંબાજી મંદિરના પ્રસાદની માંગને ધ્યાનમાં રાખીને કે જેનાથી કોઈ પણ માઈ ભક્ત પ્રસાદ વિહોણુ ન રહે તે માટે ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરની બહાર કેટલાક પ્રસાદ વેન્ડિંગ મશીનો સ્થાપિત કરવામાં આવ્યા છે. જેમાં રૂ 30માં તમને મોહનથાળની પ્રસાદ મળશે.

જાવંત્રી ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 10-11-2024
શિયાળો આવતા જ ફાટવા લાગ્યા છે હોઠ ? તો અપનાવો આ ઘરેલું ઉપાય
ઘરમાં ભૂલથી પણ આ વસ્તુઓને ન રાખતા ખાલી, નહીં તો લાગી શકે છે વાસ્તુ દોષ
આજનું રાશિફળ તારીખ : 09-11-2024
રોજ દૂધમાં ખારેક નાખીને પીવાથી જાણો શું થાય છે? પુરુષો માટે ઉત્તમ

તમામ માઈ ભક્તો મંદિર પરિસરની બહાર ડિજિટલ પેમેન્ટ દ્વારા પ્રસાદ વેન્ડિંગ મશીનોથી સીધા જ પ્રસાદ ખરીદી શકશે. ભક્તોને મંદિરની વ્યવસ્થાની તેમજ અન્ય કેટલીક પ્રાથમિક માહિતી સાથે મા અંબાનો નાનો ફોટો આપવામાં આવશે. તો આવર્ષે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા SBI ની મદદથી અંબાજીમાં 2 મુખ્ય સ્થળોએ પ્લાસ્ટિક ક્રશર મશીનો મુકવામાં આવશે. આ મશીનમાં કોઈપણ પ્લાસ્ટિકનો કચરો ડમ્પ કરી શકાય છે. પ્લાસ્ટિકને રિસાયકલ કરીને ફરીથી ઉપયોગમાં લેવામાં આવશે.

અંબાજીમાં પ્લાસ્ટિક ક્રશર મશીનો મુકવામાં આવશે

અંબાજીમાં ભાદરવી પૂનમના મહા મેળામાં દિવ્યાંગ, વડીલો અને જરૂરિયાત મંદ વ્યક્તિઓ માટે અલગ સુવિધા કરવામાં આવી છે. આવતી કાલથી એટલે કે 23 થી 27 સપ્ટેમ્બર સુધી યોજાનાર મહા મેળા દરમિયાન ભક્તો રીક્ષામાં મફતમાં મુસાફરી કરી શકશે. કામાક્ષીથી ખોડિવલી સર્કલ સુધી અને દાતાના શક્તિ દ્વારથી ખોડિવલી સર્કલ સુધી મફત રીક્ષામાં લાવવા અને લઈ જવામાં આવશે.

તો અંબાજીના 150 જેટલા રીક્ષા ચાલકોને એક ડ્રેસ કોડ આપવામાં આવશે અને રોજી રોટી માટે 8 કલાકના એક હજાર રૂપિયા ચૂકવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મહા મેળામાં અંબાજીમાં વાહનોને પ્રવેશ બંધ કરવામાં આવે છે. એટલે રીક્ષા ચાલકોને બેકાર બેસી રહેવું પડતુ હોય છે. મંદિરના ટ્રસ્ટ દ્વારા સૌ પ્રથમ વખત નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેને રિક્ષા એસોસિએશને પણ વધાવ્યો છે. અને તેમને રોજગાર પ્રાપ્ત થશે.

તો બીજી તરફ અંબાજીના મુખ્ય બજારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા. જેમાં લારી, ગલ્લા, પાટવાળાના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં લગભગ 150 જેટલા દબાણ દૂર કરાયા હતા. યાત્રિકોને અવર જવર માટે કોઈ તકલીફ ન પડે તે માટે કામગીરી કરવામાં આવી હતી.

 

 બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article