Banaskantha: યાત્રાધામ અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ આજથી શરુ, લાખો શ્રદ્ધાળુ દર્શનનો લાભ લઇ શકશે

|

Apr 08, 2022 | 5:00 PM

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel ) અંબાજી (Ambaji) ગબ્બર ખાતે પરિક્રમાના પ્રારંભ અવસરે અનેક કામોનું લોકાર્પણ કરશે. CM ભૂપેન્દ્ર પટેલ અંબાજી ધામ પહોંચીને આદ્યશક્તિ અંબાનું પૂજન-અર્ચન કરશે.

Banaskantha: યાત્રાધામ અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ આજથી શરુ, લાખો શ્રદ્ધાળુ દર્શનનો લાભ લઇ શકશે
Ambaji gabbar (File Image)

Follow us on

બનાસકાંઠામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ આદ્યશક્તિ પીઠ અંબાજીમાં (Ambaji) ચૈત્રી નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે આજથી 10 એપ્રિલ સુધી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ (Parikrama Mahotsav) શરૂ થશે. આ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમાનું આયોજન અંબાજી ખાતે રાજ્ય સરકાર, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ઉપક્રમે કરવામાં આવ્યું છે. મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)  પરિક્રમાના પ્રારંભે આદ્યશક્તિના દર્શન-અર્ચન કરશે. આદ્યશક્તિ ધામના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને હવે એક જ સ્થળે એક સાથે 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળતો થશે.

YouTube video player

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અંબાજી ગબ્બર ખાતે પરિક્રમાના પ્રારંભ અવસરે અનેક કામોનું લોકાર્પણ કરશે. CM ભૂપેન્દ્ર પટેલ અંબાજી ધામ પહોંચીને આદ્યશક્તિ અંબાનું પૂજન-અર્ચન કરશે. પરિક્રમા મહોત્સવના પ્રથમ દિવસ મુખ્યપ્રધાનના હસ્તે કોટેશ્વર મંદિર ખાતે વિકાસના કામોનું ભૂમિ પૂજન, તેમજ અંબાજીમાં 51 શક્તિપીઠ સર્કલનું લોકાર્પણ કરશે. ત્યારબાદ અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કરી યાત્રાધામની મોબાઈલ એપ તથા અંબાજી ટેમ્પલ બુકિંગ વેબસાઈટનું લોન્ચિંગ પણ કરશે. 13.35 કરોડના ખર્ચે નવનિર્મિત લાઇટ એન્ડ સાઉન્ડ શૉનું પણ લોકાર્પણ કરવામાં આવશે. આ પરિક્રમાનું આયોજન પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ઉપક્રમે કરવામાં આવ્યું છે. આદ્યશક્તિ ધામના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને હવે એક જ સ્થળે એક સાથે 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળતો થશે.

આજનું રાશિફળ તારીખ : 17-04-2025
Mongoose vs Snake : સાપ નોળિયાને કેમ હરાવી શકતો નથી? આ 5 કારણો છે
Train Historic Journey : ભારતની પહેલી ટ્રેનમાં કેટલા લોકોએ મુસાફરી કરી હતી?
Gold Price Prediction : એલર્ટ, 1,25,000 ને પર જશે સોનાનો ભાવ ! જાણો કારણ
ઝહીર ખાન-સાગરિકા ઘાટગેના દીકરાના નામનો અર્થ શું છે?
જયા કિશોરીએ કહી મહાભારતની આ 3 વાત, જે શીખી લેશો તો ક્યારેય હારશો નહીં..

આજે અંબાજીમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગમાં આવેલ તમામ મંદિરોની મૂર્તિઓની પુજારીઓ અને સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રક્ષાલન વિધિ કરાશે. શોભાયાત્રા/ જ્યોત યાત્રા અને પરિક્રમા યાત્રા યોજાશે. જેમાં ગબ્બર ગેટ સર્કલથી સર્કલથી ગબ્બર પ્રવેશદ્વાર સુધી આદિવાસી આશ્રમશાળા, અંબાજીની 51 દિકરીઓ દ્વારા કળશ યાત્રા અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ગબ્બર ટોચ ઉપરથી માતાજીની જ્યોત લાવી તમામ મંદિરોમાં જ્યોત અર્પણ કાર્યક્રમ સાથે પરિક્રમાનો પ્રારંભ થશે. તો 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગમાં આવેલ કુલ-5 યજ્ઞશાળાઓમાં વિવિધ પ્રકારના યજ્ઞો કરવામાં આવશે. તથા બનાસકાંઠા જિલ્લાની વિવિધ ભજન મંડળીઓ દ્વારા ભજન અને સત્સંગ કાર્યક્રમો યોજાશે.

ચૈત્રી સુદ નવરાત્રિના પવિત્ર દિવસોમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમાના બીજા દિવસે બહુચર આનંદ ગરબા મંડળ ટ્રસ્ટ, અમદાવાદના 646 મંડળો દ્વારા આનંદ ગરબાની અખંડ ધૂન 24 કલાક સુધી કરવામાં આવશે. 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગમાં આવેલ તમામ મંદિરોમાં ધજા અર્પણ તેમજ પરિક્રમા યોજાશે. અખિલ ભારતીય નાગર પરિષદ અને સમગ્ર ગુજરાત નાગર પરિષદ (મહામંડળ) દ્વારા 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગમાં આવેલ કુલ-5 યજ્ઞશાળાઓમાં વિવિધ પ્રકારના યજ્ઞો કરવામાં આવશે. તથા બનાસકાંઠા જિલ્લાની વિવિધ ભજન મંડળીઓ દ્વારા ભજન/સત્સંગ કાર્યક્રમો યોજાશે.

1૦ એપ્રિલના રોજ અખિલ બ્રહ્માંડ મા બહુચર આનંદ ગરબા મંડળ ટ્રસ્ટ, અમદાવાદના વિવિધ મંડળો દ્વારા આનંદ ગરબાની અખંડ ધૂનની પૂર્ણાહૂતિ કરી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગમાં પાલખી યાત્રા કરવામાં આવશે અને કુલ-5 યજ્ઞશાળાઓમાં વિવિધ પ્રકારના યજ્ઞો કરવામાં આવશે. જેમાં સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ જોડાશે.

આ પણ વાંચો-Kutch: દરિયાકાંઠા વિસ્તારોમાં ડ્રગ્સની હેરાફેરી યથાવત, બે વર્ષમાં માત્ર BSFને જ 1432 બિનવારસી ચરસના પેકેટ મળ્યા

આ પણ વાંચો-Rajkot: હલકી ગુણવત્તાની રાઈમાં કલર ચડાવી વેચવાનો પર્દાફાશ, આરોગ્ય વિભાગે અખાદ્ય રાઇનો જથ્થો જપ્ત કર્યો

Published On - 8:59 am, Fri, 8 April 22