Banaskantha: ડીસા માર્કેટ યાર્ડમાં માવજી દેસાઈની ચેરમેન પદે બિનહરીફ વરણી

|

Jul 20, 2021 | 12:48 PM

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન માત્ર એક ફોર્મ ચેરમેન પદ માટે આવતા ચેરમેન તરીકે માવજી દેસાઈ બિનહરીફ નિયુક્ત થયા

Banaskantha: ડીસા માર્કેટ યાર્ડમાં માવજી દેસાઈની ચેરમેન પદે બિનહરીફ વરણી
Banaskantha: Mawji Desai elected unopposed as chairman of Deesa Market Yard

Follow us on

Banaskantha: ડીસા માર્કેટિંગ યાર્ડ(Deesa Market Yard)ની અઢી વર્ષની ટર્મ માટે ચેરમેન પદની ચૂંટણી આજે માર્કેટયાર્ડના સભા હોલમાં યોજાઈ. જેમાં 14 પૈકી 13 નિયામક મંડળના સભ્યો હાજર રહ્યા. ચેરમેન પદ માટે માવજી દેસાઈની બિનહરીફ વરણી થતાં માવજી દેસાઈના સમર્થકોમાં આનંદ છવાયો.

14 પૈકી 13 સભ્યોએ સર્વાનુમતે માવજી દેસાઈની ચેરમેન પદે કરી વરણી
ડીસા એપીએમસીમાં ચેરમેન પદની ચૂંટણી માટે સહકાર રાજકારણમાં ગરમાવો હતો. છ માસ અગાઉ અચાનક ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની વરણી માટેની ચૂંટણી પ્રક્રિયા (Election Process) સરકાર દ્વારા સ્થગિત રાખવામાં આવી હતી. જે બાદ આજે ફરી ભૂજ જિલ્લા રજીસ્ટ્રારના અધ્યક્ષ સ્થાને ડીસા એપીએમસીના ચેરમેન માટેની ચૂંટણી યોજાઈ. જેમાં ડીસા એપીએમસીમાં ચૂંટાયેલા 14 સભ્યો પૈકી 13 સભ્યો હાજર રહ્યા હતા. આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન માત્ર એક ફોર્મ ચેરમેન પદ માટે આવતા ચેરમેન તરીકે માવજી દેસાઈ બિનહરીફ નિયુક્ત થયા છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

અઢી વર્ષની ટર્મ માટે ફરી ચેરમેન પદે માવજી દેસાઈ બિનહરીફ વરણી થતા માવજી દેસાઈએ જણાવ્યું હતું કે મારી પર ફરી વિશ્વાસ મૂકી મને ચેરમેન પદે નિયુક્ત કરવા માટે તમામ નિયામક મંડળ નો આભાર માનું છું તેમજ ભાજપના આગેવાનો પણ આભાર માનું છું મને જ્યારે ડીસા માર્કેટયાર્ડ ના ચેરમેન પદે નિયુક્ત કર્યો છે ત્યારે ખેડૂતો અને વેપારીઓ ના પ્રશ્નો નિરાકરણ થાય તેમજ ડીસા એપીએમસી ઉત્તરોત્તર વિકાસ માટે હું કાર્યરત રહીશ.

Next Article