Banaskantha : પાલનપુર સહિત જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાયા

|

Sep 10, 2021 | 2:20 PM

પાલનપુરમાં આજે શુક્રવારે વહેલી સવારથી વરસાદ પડતાં પાલનપુરના મોટા ભાગના વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી ભરાયાં હતાં તેમજ કેટલાંક ઘરોમાં પાણી ઘૂસી ગયાં છે, જેથી ઘરમાં પડેલા સમાન કરિયાણું, ઘરવખરી, કપડાં પાણીમાં પલળી ગયાં હતાં.

પાલનપુરમાં આજે શુક્રવારે વહેલી સવારથી વરસાદ પડતાં પાલનપુરના મોટા ભાગના વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી ભરાયાં હતાં તેમજ કેટલાંક ઘરોમાં પાણી ઘૂસી ગયાં છે, જેથી ઘરમાં પડેલા સમાન કરિયાણું, ઘરવખરી, કપડાં પાણીમાં પલળી ગયાં હતાં.

દર વર્ષે ચોમાસાની ઋતુમાં પાલનપુરના મફતપુરા વિસ્તારમાં ઢીંચણ સમા પાણી ભરાઈ જવાને કારણે ત્યાં રહેતા લોકોનાં ઘરોમાં પાણી ઘૂસી જતાં હોય છે, જેથી લોકોની ઘરવખરી પણ પાણીમાં ગરકાવ થઈ જવાથી દર વર્ષે ભારે નુકસાન ભોગવવાનો વારો આવે છે. પાલનપુરમાં વરસાદને પગલે મફતપુરા વિસ્તારમાં પાણી ઘૂસ્યાં છે. જોકે પાલિકા દ્વારા આગાઉથી પ્રી-મોન્સૂન પ્લાનની તૈયારી આદરી દેવામાં આવી હતી. તેમ છતાં વરસાદ આવતાં જ પાલિકાની પોલ ખૂલી ગઈ છે, જેનું સ્થાનિક લોકોને ભોગવવું પડી રહ્યું છે.

સવારે છ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધીમાં રાજયમાં ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. તેમાં દાંતા અને વડગામમાં સાડા ત્રણ ઇંચ, પાલનપુરમાં ત્રણ ઇંચ અને ડિસામાં અઢી ઇંચ વરસાદ પડયો છે. જ્યારે દીયોદરમાં 11 મિ.મી. વરસાદ નોંધાયો છે. સાબરકાંઠાના વિજયનગરમાં પણ ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે.જ્યારે ખેડબ્રહ્મામાં અઢી, વડાલીમાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો છે.

તો દાંતા પંથકમાં વરસાદને લઈને પાણિયારી ધોધ સોળે કળાએ ખીલ્યો છે. મુમનવાસ પાસે પહાડોમાં આવેલ પાણિયારી આશ્રમના ધોધમાં ભરપૂર પાણી આવ્યું છે. ધોધ જીવંત થતા રમણીય દ્રશ્યો સર્જાયા હતા. દાંતા અને વડગામ વિસ્તારના ઉપરવાસમાં ભારે વરસાદ થતાં પુષ્કળ પાણી આવ્યું છે.

Next Video