Banaskantha : જળ સંકટ સામે જંગ, 23 પાતાળકૂવાનું નિર્માણ, દાંતીવાડાથી પાંથાવાડા સુધી પીવાના પાણીની પાઈપલાઈન નંખાશે

|

Aug 20, 2021 | 10:28 AM

બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆતથી જ જળસંકટ ઘેરુ બન્યું હતું. જિલ્લાના તમામ ડેમોમાં હવે પીવા માટે પણ પૂરતું પાણી આપી શકાય તેટલું પાણી રહ્યું છે. જેના કારણે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને પાણી પુરવઠા વિભાગને પીવાના પાણી માટે લોકોને તકલીફ ન પડે તે માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.

Banaskantha : જળ સંકટ સામે જંગ, 23 પાતાળકૂવાનું નિર્માણ, દાંતીવાડાથી પાંથાવાડા સુધી પીવાના પાણીની પાઈપલાઈન નંખાશે
Banaskantha: Fight against water crisis

Follow us on

Banaskantha : જિલ્લામાં આ વર્ષે નહિવત વરસાદ છે. જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો ૨૫ ટકા જ વરસાદ નોંધાયો છે. જેના કારણે પાણીની મુશ્કેલી વધી છે. જિલ્લાના જળાશયો ખાલીખમ છે અને તે વચ્ચે વરસાદ ન થતા પીવાના પાણી માટે તંત્ર કામે લાગ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં પીવાના પાણીની તંગી ઉભી થઇ છે અને તે વચ્ચે પાતાળ કુવા તેમજ એક ડેમમાંથી બીજા ડેમ સુધી પાણી ખેંચી પીવાના પાણીના સમસ્યાનો સામનો કરવા તંત્ર કામે લાગ્યું છે.

પીવાના પાણી તંગી ઓછી કરવા 49 પાતાળ કૂવાનું નિર્માણ

બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆતથી જ જળસંકટ ઘેરુ બન્યું હતું. જિલ્લાના તમામ ડેમોમાં હવે પીવા માટે પણ પૂરતું પાણી આપી શકાય તેટલું પાણી રહ્યું છે. જેના કારણે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને પાણી પુરવઠા વિભાગને પીવાના પાણી માટે લોકોને તકલીફ ન પડે તે માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

આ મામલે બનાસકાંઠા પાણી પુરવઠા યાંત્રિક વિભાગના એક્ઝિક્યુટીવ એન્જિનિયર આર.ડી. મલોત્રાએ જણાવ્યું હતું કે પીવાનું પુરતું પાણી મળી રહે તે માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લામાં પાણીની તંગી સામે પાતાળ કુવા નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જે અંતર્ગત ૪૯ જેટલા પાતાળ કુવા બનાવી પીવાના પાણીની તંગી ઊભી ન થાય તે માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પાણીના તળ ઊંડા જતાં પાંચ પાતાળકૂવા નિષ્ફળ રહ્યા હતા. જ્યારે 49 પૈકી 23 પાતાળકૂવાનું નિર્માણ થઈ ગયું છે. જેથી આગામી સમયમાં પીવાના પાણી માટે પાતાળ કૂવાના પાણી થકી પીવાના પાણી માટે વ્યવસ્થા કરી શકાય.

દાંતીવાડા ડેમથી સીપુ જૂથ યોજનાના હેડવર્ક સુધી પાણી પહોંચાડવા માટે 24 કરોડના ખર્ચે પાઈપલાઈન

બનાસકાંઠા જિલ્લામાં પાણીની અછત વચ્ચે સૌથી કપરી પરિસ્થિતિ દાંતીવાડા ધાનેરા તાલુકાના સૌથી વધુ ગામોની છે. ગત વર્ષે સીપુ ડેમમાં એક ટીપું નવું પાણી આવ્યું ન હતું. આ વર્ષે વરસાદ નહિવત થતાં સીપુ ડેમ સદંતર ખાલીખમ છે. જેના કારણે આ ડેમ આધારીત પીવાનું પાણી મેળવતા સૌથી વધુ ગામડાઓમાં પીવાના પાણીની કટોકટી સર્જાઇ છે.

આ ગામડાઓમાં પીવાનું પાણી મળી રહે તે માટે દાંતીવાડા ડેમથી સીપુ યોજના હેડવર્કસ સુધી ૨૪ કરોડના ખર્ચે માત્ર એક માસના ટૂંકા ગાળામાં જ નવી પાઇપ લાઇન નાખવામાં આવશે. જેથી કટોકટીના સમયમાં દાંતીવાડા ડેમનું પાણી સીપુ હેડવર્ક સુધી પહોંચાડી લોકોને પીવા માટેનું પાણી પૂરું પાડી શકાય. અત્યારે દાંતીવાડા ડેમમાં 8 ટકા જેટલું પાણી છે. પરંતુ આ ડેમ નર્મદાની પાઈપલાઈન થી જોડાયેલ હોવાથી કટોકટીના સમયમાં નર્મદાનું પાણી લાવી બંને ડેમ આધારિત પાણી મેળવતા વિસ્તારમાં પાણી આપી શકાય.

નહીવત વરસાદ અને ખાલીખમ જળાશયો વચ્ચે પીવાના પાણી માટે તંત્રની યુધ્ધના ધોરણે કામગીરી : કલેકટર

ચોમાસામાં જ પાણીની તંગી વચ્ચે જીલ્લા કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લો 14 તાલુકા ધરાવે છે. તેમાં સરહદી વિસ્તારના જિલ્લાઓમાં પીવાના પાણી માટે નર્મદાની કેનાલ છે. પરંતુ દાંતીવાડા ડીસા ધાનેરા લાખણી પાલનપુર દાંતા અને અમીરગઢ તાલુકામાં પીવાના પાણી માટે લોકોની મુશ્કેલી ના પડે તે માટે તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે.

પીવાના પાણીના ટેન્કરથી લઈ પાતાળકૂવા તેમજ એક ડેમમાંથી બીજા ડેમ સુધી પીવાના પાણીની વ્યવસ્થા થઈ શકે તે માટે પાણી પુરવઠા વિભાગ સાથે સંકલન કરી કામગીરી શરૂ કરવામાં આવી છે. જેથી આગામી સમયમાં લોકો પીવાના પાણીમાં મુશ્કેલી ન પડે.

Next Article