Banaskantha : થરાદ ખોડા ચેકપોસ્ટ પર ડીએસપીની ડિકોય ટ્રેપમાં ફસાયા પોલીસકર્મી, બે પોલીસકર્મી તેમજ ચાર GRD જવાન સસ્પેન્ડ

|

Jul 19, 2021 | 4:54 PM

થરાદ પોલીસ સ્ટેશનના તાબા હેઠળની ખોડા ચેકપોસ્ટ પર ફરજમાં નિષ્કાળજી રાખવા બદલ બે પોલીસકર્મી તેમજ ચાર જીઆરડી જવાનને જિલ્લા પોલીસ અધિક્ષકે સસ્પેન્ડ કર્યા છે.

Banaskantha : થરાદ ખોડા ચેકપોસ્ટ પર ડીએસપીની ડિકોય ટ્રેપમાં ફસાયા પોલીસકર્મી, બે પોલીસકર્મી તેમજ ચાર GRD જવાન સસ્પેન્ડ
Banaskantha DSP decoy trap at Tharad Khoda checkpost two policemen suspended

Follow us on

બનાસકાંઠા(Banaskantha)  જિલ્લો આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય બંને સરહદ ધરાવે છે. જેના કારણે જિલ્લાના પ્રવેશદ્વાર ઉપર પોલીસની ચેકપોસ્ટો(CheckPost)  કાર્યરત છે. રાજસ્થાનના સાંચોર થઈ બનાસકાંઠા પ્રવેશતા વાહનો માટે થરાદ પોલીસ(Police)  સ્ટેશનના તાબા હેઠળ ખોડા ચેકપોસ્ટ કાર્યરત છે. જે ચેકપોસ્ટ પર ફરજમાં નિષ્કાળજી રાખવા બદલ બે પોલીસકર્મી તેમજ ચાર જીઆરડી જવાનને જિલ્લા પોલીસ અધિક્ષકે સસ્પેન્ડ કર્યા છે.

જીલ્લા પોલીસ અધિક્ષકે ખોડા ચેકપોસ્ટ પર ગોઠવી ડિકોય ટ્રેપ

જિલ્લાની ચેકપોસ્ટ ઉપર પોલીસ કેટલી સક્રિય છે તે જાણવા માટે જિલ્લા પોલીસ અધિક્ષકે ગુપ્ત રીતે ખોડા ચેકપોસ્ટ પર ડિકોય ટ્રેપ ગોઠવી હતી. જે અંતર્ગત જિલ્લા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ રાજસ્થાનના સાંચોર થી નંબર વિનાની ખાનગી ગાડીમાં બેસી કેટલાક હથિયારો સાથે ખોડા ચેકપોસ્ટ ક્રોસ કરી ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો. જે દરમિયાન ખોડા ચેકપોસ્ટ પર ફરજ પર હાજર પોલીસકર્મી કે જીઆરડી જવાનોએ નંબર વિનાની ખાનગી ગાડીને રોકી ન હતી. જેથી જિલ્લા પોલીસ અધિક્ષકે ફરજમાં નિષ્કાળજી રાખવા બદલ કાર્યવાહી કરી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ચેકપોસ્ટ ફરજ પર પોલીસકર્મીઓની સતર્કતા જરૂરી

અચાનક જિલ્લા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલની ખોડા ચેકપોસ્ટ પર ડિકોય ટ્રેપ થી પોલીસ બેડામાં ફફડાટ છે. જે મામલે જિલ્લા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ જણાવ્યું હતુ કે રાજસ્થાન થી ગુજરાત તરફ જોડાયેલી બોર્ડર અતિ મહત્વની છે. પોલીસ ચેકપોસ્ટો પર તમામ વાહનોનું ચેકિંગ થાય અને કોઈપણ અસામાજિક પ્રવૃત્તિ કરનાર લોકો ગુજરાતમાં ન પ્રવેશે તે માટે કાર્યરત કરવામાં આવી છે. બનાસકાંઠા જીલ્લાની તમામ ચેકપોસ્ટ સંવેદનશીલ છે. ત્યારે ચેકપોસ્ટ પર આ પ્રકારની ગંભીર બેદરકારી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે ક્યારેક સવાલો ઉભા કરી શકે છે. જેના કારણે ડિકોય ટ્રેપ ગોઠવવામાં આવી છે. જે દરમ્યાન પોલીસકર્મીઓ ચેકપોસ્ટ પર ફરજ હોવા છતાં ડિકોય ટ્રેપમાં નિષ્કાળજી દેખાઈ છે. તે બે પોલીસકર્મીઓ અને GRD જવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સસ્પેન્ડ થયેલા પોલીસકર્મી અને GRD જવાન:-

PC : દાનાભાઈ કમાભાઈ
PC : ઉત્તમસિંહ પ્રભુજી
GRD : ચિરાગકુમાર પ્રકાશભાઈ
GRD : નરેશભાઇ મોહનભાઈ
GRD : ચિરાગભાઈ કાનાભાઈ
GRD : હરેશભાઈ રગનાથભાઈ

Published On - 4:48 pm, Mon, 19 July 21

Next Article