India Pakistan War: બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં એલર્ટ જાહેર ! નડાબેટ પ્રવાસીઓ માટે બંધ, જુઓ-Video

દેશમાં પાકિસ્તાન સાથેના યુદ્ધને લઈને ગંભિર સ્થિતિ છે ત્યારે ગઈકાલે ભુજ અને જેસલમેરમાં પાકિસ્તાનના ડ્રોન હુમલા બાદ સુઈગામના 24 ગામ ને બ્લેક આઉટ કરાયા છે. પોલીસ અહીં સતત પેટ્રોલિંગ દ્વારા તમામ સ્થિતિ પર દેખરેખ રાખવામાં આવી છે

India Pakistan War: બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં એલર્ટ જાહેર ! નડાબેટ પ્રવાસીઓ માટે બંધ, જુઓ-Video
Banaskantha Border villages on alert
| Updated on: May 09, 2025 | 11:17 AM

ભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિને લઈને બનાસકાંઠાની સરહદી વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. ભારત પાકિસ્તાન બોર્ડર પર શહેરી વિસ્તારોમાં પોલીસ નું પેટ્રોલિંગ અને સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ સાથે બોર્ડર પરનું નડાબેટ ટુરીઝમ પ્રવાસીઓ માટે બંધ કરાયું છે.

બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં એલર્ટ જાહેર

તમને જણાવી દઈએ હાલ દેશમાં પાકિસ્તાન સાથેના યુદ્ધને લઈને ગંભિર સ્થિતિ છે ત્યારે ગઈકાલે ભુજ અને જેસલમેરમાં પાકિસ્તાનના ડ્રોન હુમલા બાદ સુઈગામના 24 ગામ ને બ્લેક આઉટ કરાયા છે. પોલીસ અહીં સતત પેટ્રોલિંગ દ્વારા તમામ સ્થિતિ પર દેખરેખ રાખવામાં આવી છે તેમજ સરકારે બોર્ડર નજીકના વિસ્તારમાં રહેતા લોકોને અલર્ટ કર્યા છે. તે સાથે તેમની સુરક્ષા માટે સતત પગલા લઈ રહ્યા છે.

નડાબેટ ટુરીઝમ પ્રવાસીઓ માટે બંધ

ભારત પાકિસ્તાનમાં યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે આ વચ્ચે બનાસકાંઠાની સરહદી વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ બોર્ડર પરનું નડાબેટ ટુરીઝમ પ્રવાસીઓ માટે બંધ કરાયું છે. ત્યારે જ્યા સુધી પરિસ્થિતિ થાળે ના પડે ત્યાં સુધી નડાબેટ બંધ કરવામાં આવ્યું છે .

ગઈકાલને સાંજે પાકિસ્તાને ભૂજ અને સૂઈ ગામમાં ડ્રોન હુમલા શરુ કર્યા હતા તે બાદ તે વિસ્તારોના ગામોને બ્લેક આઉટ કરવામાં આવ્યા હતા. ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે બોર્ડરના વિસ્તારો અલર્ટ કરાયા છે.

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.

Published On - 11:14 am, Fri, 9 May 25