Banaskantha: આત્મનિર્ભર બની બનાસ મેડિકલ કોલેજ, અઠવાડિયામાં ઉભો કર્યો નવો ઓક્સિજન પ્લાન્ટ

|

Apr 22, 2021 | 10:39 PM

કોરોના મહામારીના પગલે સૌથી મોટો સવાલ ઓક્સિજનની અછતને લઇને છે. છેલ્લા કેટલાય દિવસથી બનાસકાંઠા જિલ્લામાં પણ ઓક્સિજનની અછતથી અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

Banaskantha: આત્મનિર્ભર બની બનાસ મેડિકલ કોલેજ, અઠવાડિયામાં ઉભો કર્યો નવો ઓક્સિજન પ્લાન્ટ
સાંકેતિક ફોટો

Follow us on

Banaskantha: કોરોના મહામારીના પગલે સૌથી મોટો સવાલ ઓક્સિજનની અછતને લઇને છે. છેલ્લા કેટલાય દિવસથી બનાસકાંઠા જિલ્લામાં પણ ઓક્સિજનની અછતથી અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. જેને લઈ બનાસ મેડીકલ કોલેજનું નિયામક મંડળ પણ ચિંતિત હતું. બનાસ મેડીકલ કોલેજમાં કોરોના દર્દીઓ માટે નવો ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાયો છે.

 

જિલ્લાની સૌથી મોટી કોવિડ હોસ્પિટલ બનાસ મેડિકલ કોલેજ હોસ્પિટલ છે. જેમાં અત્યારે 170થી વધારે કોરોના પોઝિટીવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેથી ઓક્સિજનની સૌથી મોટી જરૂરિયાત બનાસ મેડિકલ કોલેજમાં રહે છે. અનિવાર્ય સંજોગોમાં જો ઓક્સિજન પૂરતો જથ્થો ન મળે તો અનેક દર્દીઓની શારીરિક સ્થિતિ બગડવાની શક્યતા હતી. જેથી બનાસ મેડીકલ કોલેજના પાલનપુર કેમ્પમાં ચેરમેન શંકર ચૌધરીના કહેવાથી તાત્કાલિક ધોરણે ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

આ પ્લાન્ટ દરરોજ 1 ટન ઓક્સિજન ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. જેથી 70 મોટી ઓક્સિજન બોટલ જેટલા ઓક્સિજનનું ઉત્પાદન થશે. જે દિવસ દરમિયાન કોરોના પોઝિટીવ 35 જેટલા દર્દીઓને ઓક્સિજન પૂરો પાડી શકે. આ પ્લાન્ટ કાર્યરત કરતા અંદાજીત 2 મહિના જેટલો લાંબો સમય થતો હોય છે, પરંતુ બનાસ મેડીકલ કોલેજની ટીમની સખત મહેનતથી આ ઓક્સિજન પ્લાન્ટ માત્ર એક અઠવાડિયામાં જ કાર્યરત થયો છે. આ પ્લાન્ટ કટોકટીના સમયે અને ઓક્સિજનની અછત વચ્ચે ઉપયોગી બનશે અને કોરોના દર્દીઓનો મુશ્કેલી દૂર કરશે.

 

આ પણ વાંચો: Gujarat Cabinet : રાજ્યમાં હવે માસ્ક ન પહેરવાના દંડ સિવાય વાહનચાલકોને તમામ દંડમાંથી હાલ પુરતી મુક્તિ

Next Article