AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અદભુત !! ગુજરાતના વેળાવદર નેશનલ પાર્કના કાળા હરણનો વિડીયો વડાપ્રધાને કર્યો રીટ્વીટ

ગુજરાતના વેળાવદરના નેશનલ પાર્કમાં રસ્તા પર કુદતા દોડતા હરણોના ટોળાનો અદભુત વિડીયો પીએમ નરેન્દ્ર મોદીએ કર્યો શેર.

અદભુત !! ગુજરાતના વેળાવદર નેશનલ પાર્કના કાળા હરણનો વિડીયો વડાપ્રધાને કર્યો રીટ્વીટ
The Prime Minister retweeted the video
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 29, 2021 | 11:55 AM
Share

હરણ એ નાના મોટા સૌનું પ્રિય પ્રાણી હોય છે. જેને જોવા માટે લોકો પ્રાણી સંગ્રહાલયમાં જાય છે. પરંતુ આવા એક બે નહીં પણ હજારો હરણોનું ટોળું તમને એકસાથે જોવા મળે તો વાત જ ના પૂછો. હાલમાં સોશિયલ મીડિયામાં હરણોના મોટા ટોળાનો એક વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે અને આ વિડીયો બીજી કોઈ જગ્યાનો નહિ પણ ગુજરાતના વેળાવદરનો (Velavadar) છે.

વેળાવદર બ્લેકબક નેશનલ પાર્કમાં (Black Bucks ) મોટા ટોળાનો વીડિયો સામે આવ્યો હતો. જે મૂળ ગુજરાતના માહિતી વિભાગ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યો હતો. ગૌરવની વાત તો એ છે કે આ વિડીયો ખુદ વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ રીટ્વીટ કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શેર કરેલા અદભૂત વીડિયોમાં કાળા હરણોને એક સાથે ભાગતા જોઈ શકાય છે. ભાવનગર જિલ્લાના એક રાષ્ટ્રીય ઉદ્યાનમાં હજારો કાળા હરણો રોડ ક્રોસ કરતા જોવા મળ્યા હતા. “એક્સિલન્ટ(Excellent )!” પીએમ મોદીએ આ વિડીયો શેર કરતા લખ્યું છે.

આ વિડીયો વેળાવદર બ્લેકબક નેશનલ પાર્કનો છે. જેમાં બ્લેક બક્સ મોટા ટોળામાં દેખાઈ રહ્યા છે. આ વિડીયો ગુજરાતના માહિતી વિભાગ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યો હતો, જેને વડાપ્રધાને રીટ્વીટ કર્યો હતો.

માહિતી વિભાગના જણાવ્યા મુજબ, “3,000 થી વધુ કાળા હરણ” નું ટોળું દેખાયું હતું. જે રસ્તો ઓળંગતી  વખતે હવામાં ઊંચા કુદતા મારતા જોવા મળ્યા હતા.

બ્લેકબક્સ સુરક્ષિત પ્રાણીઓ છે અને તેમના શિકાર પર વન્યપ્રાણી અધિનિયમ હેઠળ 1972 થી પ્રતિબંધ છે. ભારતીય ઉપખંડમાં તેમના શિકાર, વન નાબૂદી વગેરેના કારણે તેમની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે અને હવે  તેઓ લુપ્તપ્રાય પ્રજાતિની સૂચિનો એક ભાગ છે.

વેળાવદર નેશનલ પાર્ક, ભાવનગરથી ઉત્તરે આવેલું છે. એક કલાકની ડ્રાઈવ લઈને ત્યાં પહોંચી શકાય છે. તે કાળા હરણની વસ્તી માટે પ્રખ્યાત છે. દક્ષિણમાં ખંભાતના અખાતના દરિયાકાંઠાને  મળતા આ અભયારણ્ય 34 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. કાળા હરણો સિવાય પણ આ ઉદ્યાનમાં મોટી સંખ્યામાં પક્ષીઓ અને પ્રાણીઓની પ્રજાતિઓ વસે છે. પ્રવાસી પક્ષીઓની કેટલીક પ્રજાતિઓ, જેમ કે પેલિકન્સ અને ફ્લેમિંગો પણ અહીં જોઇ શકાય છે.

કાળા હરણનો વિડીયો વડાપ્રધાને રીટ્વીટ કરતા તેને પણ અન્ય યુઝર્સે ખુબ પસંદ કર્યો છે અને આ અદભુત વીડિયોને બીજા ઘણા રીટ્વીટ મળ્યા છે. લોકો આ વીડિયોની ખુબ વાહવાહી પણ કરી રહ્યા છે.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">