ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકો પર પ્રથમ અઢી કલાકમાં સરેરાશ 13 ટકા મતદાન

ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાનના પ્રથમ અઢી કલાકમાં 6 ટકા જેટલું મતદાન નોંધાયું છે. જેમાં સવારના નીરસ મતદાન બાદ હવે મતદારોમાં ઉત્સાહ વધી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2021 | 11:50 AM

ગુજરાતમાં ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન શરૂ છે. જેમાં મતદાનના પ્રથમ અઢી કલાકમાં 13 ટકા જેટલું મતદાન નોંધાયું છે. જેમાં સવારના નીરસ મતદાન બાદ હવે મતદારોમાં ઉત્સાહ વધી રહ્યો છે. તેમજ વોર્ડ નં 4માં સેક્ટર 20 સરકારી પ્રાથમિક શાળામાં મતદારોની લાઇન લાગી છે.

આ ઉપરાંત સવારથી શરૂ થયેલા મતદાનમાં અનેક બુથ પર EVMમાં ખામી સર્જાઈ હતી. જેમાં સેક્ટર 21, 22 અને 24માં EVMમાં ખામી સર્જાઈ હતી. તેમજ ફરિયાદ બાદ ઇવીએમ બદલવામાં આવ્યા હતા.

જ્યારે સેક્ટર 3માં વોર્ડ નં 9 મા વહેલી સવરથી સારુ મતદાન થઈ રહ્યું છે. જેમાં પ્રથમ દોઢ કલાકમા 20 ટકા મતદાન થયું હતું. તેમજ સરકારી દવાખાનાના મતબુથ પર મતદારોની ભીડ જોવા મળી હતી.

આ ઉપરાંત સેક્ટર 6 સરકારી શાળા મતદાન મથક પર વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો હતો. જેમાં સિનિયર સીટીઝન માટે વ્હીલચેરની સુવિધા ન હતી. 86 વર્ષના મતદાર મતદાન કરવા આવ્યા પણ વ્હીલચેર ના મળી જેના પગલે મતદારોમાં રોષ જોવા મળ્યો હતો. વ્હીલચેર ન હોવાને કારણે 86 વર્ષના બા મતદાન કરવા ન જઇ શક્યા.તેમને કમરમાં તકલીફ અને કેન્સરનું ઓપરેશન કર્યું હોવાથી તેઓ ચાલી શકે તેમ ન હતા.

ગુજરાતની(Gujarat) ગાંધીનગર મહાનગરપાલિકાની(Gandhinagar Corporation) 11 વોર્ડની 44 બેઠકો માટે રવિવારે મતદાન શરૂ થયું છે. આ પૂર્વે ચૂંટણીની(Election) અંતિમ તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા કરી લેવામાં આવી છે. ચૂંટણી અધિકારીઓ 11 વોર્ડના 284 મતદાન મથકો પર EVM સહિતનું જરૂરી સાહિત્ય પહોંચાડયુ છે. ગાંધીનગરમાં 4 અતિ સંવેદનશીલ, 144 સંવેદનશીલ અને 136 સામાન્ય મતદાન મથક સામેલ છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકો માટે 3 ઓકટોબરે રવિવારના રોજ મતદાન યોજાશે. જેમાં સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરી શકશે,

આ મતદાન મથકો પર 1500થી વધુ કર્મચારી, અધિકારી ફરજ પર તૈનાત કરાયા છે. ગાંધીનગરના 144 સંવેદનશીલ મતદાન મથક પર પોલીસ તંત્રએ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.

ગાંધીનગર મનપાની EVM મશીન દ્વારા ચૂંટણી યોજાશે. જેની માટે 315 CU અને 630 BU મશીનનો ઉપયોગ કરાશે.ગાંધીનગર મનપા માટે 284 મતદાન મથકો પર મતદાન યોજાશે.જેમાં જેમા 69 મતદાન મથકો સંવેદનશીલ અને 34 મતદાન મથકો અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે.

આ પણ વાંચો : છોટા ઉદેપુરના નસવાડીના નાગરિકો પરેશાન, એક વર્ષના વાયદા બાદ પણ કોઝવે રીપેર ના થયો

આ પણ વાંચો : ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો સંગ્રામ, 122 બેઠકની ચૂંટણી અને 96 બેઠકની પેટાચૂંટણી

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">