Assam: જીગ્નેશ મેવાણીને સ્થાનિક અદાલતે કથિત હુમલાના કેસમાં આપ્યા જામીન, 30 એપ્રિલે મુક્ત થવાની સંભાવના

કેટલીક ઔપચારિકતાઓને કારણે જીજ્ઞેશ મેવાણીને 30 એપ્રિલે મુક્ત કરવામાં આવે તેવી ધારણા છે.

Assam: જીગ્નેશ મેવાણીને સ્થાનિક અદાલતે કથિત હુમલાના કેસમાં આપ્યા જામીન, 30 એપ્રિલે મુક્ત થવાની સંભાવના
Jignesh Mevani (File Image)
| Edited By: | Updated on: Apr 29, 2022 | 5:20 PM

આસામના બારપેટા જિલ્લાની સ્થાનિક અદાલતે પોલીસ મહિલા પર કથિત હુમલાના કેસમાં જીગ્નેશ મેવાણીને (Jignesh Mevani) જામીન (Bail) આપ્યા છે. કેટલીક ઔપચારિકતાઓને કારણે તેને 30 એપ્રિલે મુક્ત કરવામાં આવે તેવી ધારણા છે. જિજ્ઞેશ મેવાણીના વકીલ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે જિજ્ઞેશ મેવાણીએ કરેલા એક ટ્વીટ મામલે અરજી થઈ હતી અને આ અરજી બાદ ફરિયાદ થઈ હતી.

 

બારપેટા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, કથિત ઘટના ત્યારે બની જ્યારે મહિલા અધિકારી 21 એપ્રિલના રોજ સરકારી વાહનમાં અધિક પોલીસ અધિક્ષક સુરજીત સિંહ પાનેસર અને અન્ય અધિકારી સાથે દલિત નેતાને ગુવાહાટી એરપોર્ટથી કોકરાઝાર લઈ જઈ રહ્યા હતા. મેવાણીના વકીલ અંગશુમાન બોરાએ કહ્યું કે મેવાણી સામેના આરોપોને અત્યાચાર ગણાવ્યા હતા. જ્યારે તેવો ત્રણ દિવસ માટે પોલીસ કસ્ટડીમાં હતા અથવા જ્યારે કોકરાઝાર કોર્ટમાં તેની જામીન અરજી પર ચર્ચા ચાલી રહી હતી ત્યારે બારપેટા કેસનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. બોરાએ કહ્યું કે અચાનક જામીન મળ્યા બાદ તેની ફરી ધરપકડ કરવામાં આવી.

કોકરાઝારથી વાનમાં બારપેટા જિલ્લામાં લઈ જવામાં આવતાં, મેવાણીએ આરોપ લગાવ્યો કે તે “ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા મારી છબી ખરાબ કરવા અને આયોજનબદ્ધ રીતે મારો નાશ કરવાનું કાવતરું હતું”. મેવાણીએ પત્રકારોને કહ્યું, “તેઓએ (ભાજપ અને આરએસએસ) રોહિત વેમુલા, ચંદ્રશેખર આઝાદ સાથે પણ એવું જ કર્યું અને હવે તેઓ મને નિશાન બનાવી રહ્યા છે.” તેમને દલિતોની ગંભીર સમસ્યા છે. અમે ભારતીય બંધારણમાં વિશ્વાસ કરીએ છીએ. સાવરકર દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરને નિશાન બનાવાયા હતા અને મોદી જીગ્નેશ મેવાણીને નિશાન બનાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાત આવશે, કમલમ ખાતે ભાજપના હોદ્દેદારોને અને અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે કાર્યકરોને સંબોધશે

આ પણ વાંચોઃ Sokhda Haridham : સ્વામી ગુણાતીત ચરણના મૃત્યુ કેસમાં મોટો ખુલાસો, સ્વામીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી

Published On - 3:50 pm, Fri, 29 April 22