સુરતમાં એશિયાની સૌથી મોટી ઘડિયાળના મેઇન્ટેનન્સનો ‘ખરો સમય’ ક્યારે આવશે? વર્ષોથી બંધ ઘડિયાળ

|

Jun 25, 2021 | 2:41 PM

સુરતનાં ભેસ્તાન વિસ્તારના એક ગાર્ડનમાં એશિયાની સૌથી મોટી ઘડિયાળ આજથી 11 વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી હતી. પરંતુ જાળવણીનાં અભાવે તે બંધ હાલતમાં વર્ષોથી જોવા મળી રહી છે.

સુરતમાં એશિયાની સૌથી મોટી ઘડિયાળના મેઇન્ટેનન્સનો ખરો સમય ક્યારે આવશે? વર્ષોથી બંધ ઘડિયાળ
બંધ હાલતમાં એશિયાની સૌથી મોટી ઘડિયાળ

Follow us on

સુરત મહાનગરપાલિકા જે રાજ્યની બીજી ધનાઢ્ય મહાનગરપાલિકામાંની એક ગણાય છે. સુંદર સુરત તરીકે જાણીતા આ શહેરનાં બાગબગીચાઓનાં બ્યુટીફિકેશન માટે પણ પાલિકાનાં શાસકો બજેટમાં વિશેષ જોગવાઇ કરે છે.

સવાલ એ ઉભો થાય છે કે તે બાદ શું બાગ-બગીચાઓની જાળવણી પર ધ્યાન અપાય છે ખરૂ. જેનું જીવંત ઉદાહરણ જોવા મળ્યું છે સુરતનાં ભેસ્તાન વિસ્તારમાં આવેલ એક ગાર્ડનમાં કે જ્યાં એશિયાની સૌથી મોટી ઘડિયાળ આજથી 11 વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી હતી. પણ જાળવણીનાં અભાવે તે બંધ હાલતમાં જોવા મળી રહી છે.

ડાયમંડ અને ટેક્ષટાઇલ સીટી તરીકે જાણીતું સુરત શહેર કે જે ઘણા નવા અને અવનવા પ્રોજેક્ટોની પહેલ કરવામાં પણ તેનાં નામની જેમ નંબર વન રહ્યું છે. આ શહેરમાં એવા ઘણા બધા પ્રોજેક્ટ ખુલ્લા મુકાયા છે જે રાજ્યમાં પહેલાં છે. અને જેનાં કારણે શહેરની નામના પણ વધી છે. 11 વર્ષ પહેલાં એટલે કે 1 મે, 2010 નાં રોજ શહેરનાં ભેસ્તાન વિસ્તારમાં ખુલ્લો મુકાયો હતો શેઠ શ્રી નવિનચંદ્ર મફતલાલ ઉદ્યાન. આ બગીચો એટલાં માટે પણ ખાસ હતો કે આ વિસ્તારમાં આ એકમાત્ર સૌથી મોટું ગાર્ડન છે પણ એટલા માટે પણ અજાયબી હતો કે તેમાં એશિયાની સૌથી મોટી ઘડિયાળ શરૂ કરવામાં આવી હતી.

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા

શું છે આ ગાર્ડન કલોકની ખાસિયત?

શેઠ શ્રી નવિનચંદ્ર મફતલાલ ઉદ્યાનમાં બનાવાયેલી આ ઘડિયાળ એશિયાની સૌથી મહાકાય ઘડિયાળ છે. 24 મીટર ડાયામીટર ધરાવતી આ ઘડિયાળનો કલાક કાંટો 39 ફુટનો છે. જ્યારે મિનિટ કાંટો 42 ફુટનો છે. ઘડિયાળનું મશીન પિત્તળમાંથી બનાવાયું છે જ્યારે કાંટા એલ્યુમિનિયમમાંથી બનાવવામાં આવ્યા છે. કાંટાનું વજન 823 કિલોગ્રામનું છે જ્યારે આખી ઘડિયાળ 4 ટનની છે.

આ ઘડિયાળની કેટલીક ખાસિયત છે જે વિશ્વની કોઇ ઘડિયાળમાં નથી. જે મુજબ તે જીપીએસ સિસ્ટમ આધારિત સમય બતાવી શકે છે. વિશ્વમાં કોઇ ઘડિયાળ જીપીએસ આધારિત નથી. આ ઘડિયાળ દર કલાકે બેલ વગાડે શકે છે. વિશ્વની સૌથી મોટી ઘડિયાળનું બિરૂદ સ્વીટઝરલેન્ડ પાસે હતું. જેનું ડાયામીટર 22 મીટરનું હતું. પણ સુરતમાં વિશ્વની સૌથી મોટી ગાર્ડન ક્લોક 21 લાખનાં ખર્ચે બનાવાઇ હતી. પણ આ ગાર્ડન શરૂ કર્યાના થોડા મહિના બાદ જ આ ઘડિયાળનાં કાંટા થંભી ગયા હતાં. અને આજે પણ આ ઘડિયાળ બંધ હાલતમાં જ છે.

જ્યારે આ ગાર્ડન ખુલ્લું મુકવામાં આવ્યું ત્યારે સુરત શહેરની યશકલગીમાં વધુ એક છોગું ઉમેરાયું હતું. કારણ કે શહેરનું નામ એશિયાની મોટી ઘડિયાળ ખુલ્લી મુકવામાં પહેલું હતું. પણ આજે જ્યારે આ ઘડિયાળની જાળવણીની વાત આવે તો સુરતનું નામ તેમાં સૌથી છેલ્લુ આવે તેવું ચોક્કસપણે કહી શકાય. ગાર્ડનની મુલાકાતે આવતાં લોકો એ આશા રાખી રહ્યાં છે કે આ ઘડિયાળ બને તેમ જલ્દી ચાલુ કરવામાં આવે.

અહીંના સ્થાનિક અનિલ પાટીલનું કહેવું છે કે અમે અહિં વર્ષોથી રહીએ છીએ. ગાર્ડન શરૂ થયું તેનાં થોડા મહિના જ આ ઘડિયાળ ચાલુ રહી હતી. અને પછી તે શરૂ જ નથી થઇ.

પાલિકાના અધિકરી જણાવી રહ્યાં છે કે ટેકનીકલ ખામીનાં કારણે આ ઘડિયાળ બંધ રહી છે. પણ તેને ત્વરિતે શરૂ કરાવવા માટે પાલિકાનાં પ્રયત્નો ચાલી રહ્યાં હોવાનો કહીને તેમણે બચાવ કર્યો હતો. શરૂ થયાનાં થોડા મહિનાઓ બાદ વર્ષો સુધી એશિયાની આ સૌથી મોટી ઘડિયાળે બંધ સમય જ બતાવ્યો છે. ત્યારે જોવું એ રહેશે કે પાલિકાનાં શાસકોની ખાતરી બાદ આ ઘડિયાળ ફરી સાચો સમય ક્યારે બતાવે છે, તે સમય જ બતાવશે.

 

આ પણ વાંચો: સુરત મનપાનો મોટો નિર્ણય: ધાર્મિક સ્થાનો પર હવે શરુ થશે વેક્સિનેશન સેન્ટર, જાણો આયોજન

આ પણ વાંચો: Surat: મોક ટેસ્ટમાં યુનિવર્સિટી ફેઈલ છતાં આવતીકાલથી ઓનલાઈન પરીક્ષાઓ, જાણો વિધ્યાર્થોની સમસ્યાઓ

Next Article