અમદાવાદ થી માલપુર જઈ રહેલી એસટી બસ આગમાં લપેટાઈ, ચાલકની સમયસૂચકતાથી મુસાફરોનો બચાવ- Video

|

Jun 19, 2022 | 7:59 PM

ચાલક અને કંડકટરે બસમાં રહેલા મુસાફરોને બહાર ઉતરવા સૂચના આપતા ધૂમાડાની સ્થિતી જોઈને પરિસ્થિતી પામી ગયેલા મુસાફરો પણ ઝડપભેર બસમાંથી ઉતરીને દૂર થઈ ગયા હતા. ત્યાર બાદ બસ અચાનક જ ભડકે બળવા લાગી.

અમદાવાદ થી માલપુર જઈ રહેલી એસટી બસ આગમાં લપેટાઈ, ચાલકની સમયસૂચકતાથી મુસાફરોનો બચાવ- Video
ST બસ અમદાવાદ થી માલપુર જઈ રહી હતી

Follow us on

અરવલ્લી જિલ્લામાં મોડાસા થી લુણાવાડા હાઈવે પર માલપુર નજીક જેસવાડી પાસે એસટી બસ (ST Bus) માં અચાનક જ આગ ફાટી નિકળી હતી. અમદાવાદ (Ahmedabad) થી માલપુર તરફ જઈ રહેલી બસમાં શરુઆતમાં ધૂમાડાના ગોટેગોટા ઉડવા લાગતા ચાલકે સમયસૂચકતા વાપરીને બસને રોડની સાઈડમાં ઉભી કરી દીધી હતી. ચાલક અને કંડકટરે બસમાં રહેલા મુસાફરોને બહાર ઉતરવા સૂચના આપતા ધૂમાડાની સ્થિતી જોઈને પરિસ્થિતી પામી ગયેલા મુસાફરો પણ ઝડપભેર બસમાંથી ઉતરીને દૂર થઈ ગયા હતા. ત્યાર બાદ બસ અચાનક જ ભડકે બળવા લાગી હતી. આ દૃશ્યો જોઈને આસપાસના લોકો અને વાહનચાલકો ઉભા રહીને બચાવ માટે દોડી આવ્યા હતા.

અમદાવાદ થી માલપુર જઈ રહેલી આ બસ મોડાસા ડેપોથી નિકળીને તેના અંતિમ સ્થાન પર પહોંચવાની તૈયારી હતી. આ દરમિયાન જ અચાનક જ બસમાં ઘૂમાડાની સ્થિતી સર્જાઈ હતી. ધૂમાડો અને ગંધ પારખીને ચાલકને બસમાં કંઈક ગરબડ હોવાનુ જણાયુ હોઈ તેણે બસને રોકી દીધી હતી અને સ્ટેટ હાઈવેની સાઈડમાં ઉભી કરી દીધી હતી. આ સાથે જ ચાલક અને કંડકટરે સમય સ્થિતીને જોઈ મુસાફરોને સલામતીના કારણોસર બસની બહાર ઝડપથી ઉતરી જવા અને બસથી દૂર જવા માટે સૂચના આપી હતી.

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

બસથી મુસાફરો દૂર થઈ રહ્યા હતા એ દરમિયાન જ બસમાં આગની જ્વાળાઓ દેખાવા લાગી હતી. જેને જોઈને મોડાસા ફાયર ફાયટરને પણ કોલ કર્યો હતો. મોડાસા નગર પાલિકાના ફાયર વિભાગનુ ફાયર ફાયટર પણ એસટી બસમાં આગ લાગી હોવાને લઈ ઝડપભેર જેસવાડી પહોંચવા માટે નિકળી ચૂક્યુ હતુ. જોકે ફાયર ફાયટર પહોંચે એ પહેલા જ આગ વધુ પ્રસરી જતા એસટી બસ આગમાં ખાખ થઈ ચુકી હતી.

ચાલકની સમયસૂચકતાને લઈને બસમાં સવાર મુસાફરો સમયસર નિચે ઉતરીને બસથી દુર થઈ જવાને લઈ મોટી જાનહાની ને ટાળી શકાઈ હતી. મુસાફરો પણ બસથી દૂર નજીકના ખેતરોમાં દોડી ગયા હતા અને બસને ભડકે બળતી જોઈને ચિંતામાં મુકાઈ ગયા હતા અને પોતાનો જીવ બચ્યાની રાહત અનુભવતા હતા. કેટલાક મુસફરો અને આસપાસના લોકોએ બસ આગમાં લપેટાઈ જવાને લઈ ફોટો અને વિડીયો પોતાના મોબાઈલ ફોનમાં કંડાર્યા હતા.

આગનુ કારણ જાણવા તપાસ હાથ ધરાશે

એસટી બસમાં આગ લાગવાની ઘટનાને લઈ માલપુર પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે પણ ઘટનાની પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. એસટી ડિવિઝન હિંમતનગરના અધિકારીઓ અને નજીકના ડેપો મેનેજર સહિતનો કાફલો પણ સ્થળ પર દોડી આવીને આગ લાગવાના કારણની તપાસ પ્રાથમિક રીતે શરુ કરી હતી. પોલીસને આ અંગે જાણકારીને ફોરેન્સીક અને વાહનવ્યવહાર નિરીક્ષક મારફતે ઘટનાની તપાસ હાથ ધરવામાં આવશે અને આગ લાગવાનુ કારણ જાણવા માટે પ્રયાસ કરવામાં આવશે.

Published On - 7:40 pm, Sun, 19 June 22

Next Article