RTO એજન્ટે 10000 ની લાંચ માંગી, કોનો કેટલો હિસ્સો? ACBએ શરુ કરી તપાસ
RTO વિભાગ પર કાયમને માટે ભ્રષ્ટાચારના આક્ષેપો થતા જ રહ્યા છે. આમ છતાં પણ તેમાં સુધારાઓ થવાનો અહેસાસ થતો નથી. અરવલ્લીમાં RTO એજન્ટે લાંચ માંગી સ્વિકાર કરતા ACB ના છટકામાં ઝડપાઈ જવા પામ્યો છે. ગાંધીનગરની ટીમ દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યુ હતુ અને એ દરમિયાન એજન્ટ લાંચની રકમ લેવા જતા કોલીખડ નજીકથી ઝડપાઈ ગયો હતો. આ સાથે જ હવે RTO કચેરી પર ફરી સવાલો સર્જાયા છે.

મોડાસા નજીક આવેલ કોલીખડ ગામની સીમમાં ફીટનેસ કેમ્પ પરથી RTO નો એજન્ટ લાંચ લેતા ઝડપાયો છે. મોડાસા ધનસુરા સ્ટેટ હાઈવે પર એજન્ટને ઝડપી લેવા માટે ગાંધીનગર એસીબી દ્વારા છટકાનું આયોજન એક ટ્રક માલિકની ફરિયાદને પગલે કરવામાં આવ્યું હતુ.
એસીબીએ આરટીઓ એજન્ટને લાંચની રકમ સ્વિકાર કરતા એસીબીની ટીમે ઝડપી લઈને તેની અટકાયત કરી તપાસ શરુ કરી છે. એસીબી હવે આ લાંચ કોના માટે અને કેટલો હિસ્સો કોનો હતો એવા તમામ સવાલોના જવાબ મેળવવાની દીશામાં તપાસ શરુ કરશે.
ટ્રકના ફીટનેસ સર્ટી માટે 10000ની લાંચ
મોડાસા અને આસપાસનો વિસ્તાર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મોટો છે. અહીંના ટ્રાન્સ્પોર્ટરોને સ્થાનિક RTO કચેરી મળી ત્યારથી રાહત થવાનો અહેસાસ વર્તાતો હતો. પરંતુ અહીં સમસ્યાઓમાં ઘટાડો સહેજે થઈ રહ્યો નથી લાગતો અને જેને લઈ વારંવાર આ અંગેના વિવાદ સામે આવી રહ્યા છે આ દરમિયાન હવે એજન્ટ લાંચની રકમ લેતા ઝડપાયો છે.
એસીબીને એક ટ્રક માલિકે ફરિયાદ કરી હતી. જેને લઈ ગાંધીનગરની ટીમે છટકુ ગોઠવ્યુ હતુ. ટ્રક માલિક પાસે 12 ટાયરની ટ્રક હોઈ જેનું ફીટનેસ સર્ટી લેવાનું હતું. ફીટનેસ સર્ટી માટે મોડાસા આરટીઓ કચેરી ખાતે જતા તેઓનો સંપર્ક આરટીઓ એજન્ટ ઇમરાન હુસેન મહંમદહુસેન ટીંટોઈયા ઉર્ફે ભૂરાનો સંપર્ક થયો હતો. તેણે ફીટનેસ કરાવી આપવાનુ કહ્યુ હતુ. આ માટે તેણે 10 હજાર રુપિયાની લાંચ માંગી હતી.
હવે કોનો હિસ્સો એ દિશામાં તપાસ?
ટ્રકને નિયમાનુસાર ફીટનેસ કરાવવું જરુરી હોય છે. આમ છતાં આટલી મોટી રકમ માત્ર ટ્રક જોઈ ને સર્ટી આપવાને લઈ 10 હજારની લાંચ માંગવાને લઈ ટ્રકના માલિકને આશ્ચર્ય લાગ્યુ હતુ. જેથી તેઓએ લાંચ નહીં આપવાનું નક્કી કરીને એસીબીનો સંપર્ક કર્યો હતો. છટકા દરમિયાન એજન્ટ ભૂરાએ 6500 રુપિયા આપવાનું નક્કી કરીને તે સ્વિકાર કરવા જતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: પ્રધાનમંત્રી મુદ્રા લોનના બહાને મહિલાઓ સાથે છેતરપિંડી, દસ્તાવેજનો ઉપયોગ કરી મોબાઈલ ખરીદી લીધા
તો વળી લાંચ અંગે વાતચીત કરવાના પૂરાવા અને પૂછપરછ પરછ દરમિયાન થનારા ખુલાસાઓ આધારે હવે આરટીઓ કચેરીમાં પણ તપાસના ભણકારા શરુ થયા છે. કોનો કોનો હિસ્સા આ લાંચમાં કેટલો હોવા સહિતની દિશામાં તપાસને લઈ હાલતો આરટીઓ કચેરી વિસ્તારમાં ફફડાટ વ્યાપ્યો છે.
