Breaking News : અરવલ્લીના માલપુર નજીક પોલીસ અને આરોપીઓ વચ્ચે સામસામે ફાયરિંગ, જુઓ Video

ગુજરાતે GSECL અને NPCIL વચ્ચેના કરાર દ્વારા પરમાણુ ઊર્જા ક્ષેત્રે ઐતિહાસિક પ્રવેશ કર્યો છે. ધુવારણ ખાતે 4,000 મેગાવોટ ક્ષમતાનો ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ ₹1 લાખ કરોડના અંદાજિત રોકાણ સાથે સ્થાપિત થશે.

Breaking News : અરવલ્લીના માલપુર નજીક પોલીસ અને આરોપીઓ વચ્ચે સામસામે ફાયરિંગ, જુઓ Video
| Edited By: | Updated on: Oct 02, 2026 | 9:33 AM

અરવલ્લીના માલપુર નજીક પોશડોડાની હેરાફેરી કરતા આરોપીઓ અને પોલીસ વચ્ચે સામસામે ફાયરિંગની ઘટના સામે આવી છે. પોશડોડા ભરેલી લક્ઝુરિયસ કારને રોકવાનો પ્રયાસ કરતા આરોપીઓએ પોલીસ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જવાબી કાર્યવાહીમાં LCBની ટીમે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ દરમિયાન એક આરોપીને પગમાં ઈજા થતાં પોલીસે તેને ઝડપી લીધો હતો.

પોલીસે આરોપી પાસેથી એક માઉઝર પિસ્તોલ અને કારમાંથી વધુ એક માઉઝર પિસ્તોલ કબજે કરી છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓ રાજસ્થાનના સાંચોર પંથકની ગેંગ સાથે સંકળાયેલા હોવાની માહિતી સામે આવી છે. પોશડોડા ભરેલી કારનો પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને તેને ઝડપી લીધી હતી.

પોલીસથી બચવા આરોપીઓએ પોતાની કારથી પોલીસની કારને ટક્કર મારીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ ટક્કરમાં PI એમ.એચ. ઝાલા સહિત ત્રણ પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં SP સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

આ ઘટનાને પગલે અરવલ્લી જિલ્લામાં પોશડોડાની હેરાફેરી સામે પોલીસની કાર્યવાહી વધુ ચર્ચામાં આવી છે. ખાસ કરીને છેલ્લા 10 દિવસમાં પોલીસ અને પોશડોડાની હેરાફેરી કરતા આરોપીઓ વચ્ચે ફાયરિંગની આ બીજી ઘટના છે.

આ અગાઉ 10 દિવસ પહેલા ધનસુરાના નવી શીણોલ નજીક પણ પોલીસ અને આરોપીઓ વચ્ચે ફાયરિંગ થયું હતું. તે ઘટનામાં પણ પોશડોડાની હેરાફેરી કરતા આરોપીઓએ પોલીસના સરકારી વાહનને ટક્કર મારીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. હવે માલપુર નજીક બનેલી બીજી ઘટનાએ પોશડોડાની હેરાફેરી સાથે સંકળાયેલા આરોપીઓના વધતા બેફામ વલણ સામે સવાલો ઉભા કર્યા છે.

પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓના અન્ય સાગરીતો તેમજ પોશડોડાની હેરાફેરીના નેટવર્ક અંગે માહિતી મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે.

Nuclear Power ક્ષેત્રમાં ગુજરાતની એન્ટ્રી, GSECL-NPCIL વચ્ચે મોટો કરાર, જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.